'તે છોકરી સારી નથી...' આવું કહીને પુત્રનું બ્રેકઅપ કરાવી પિતાએ પોતે કરી લીધા લગ્ન!

Love Scandal: આ ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. કેટલાક લોકો તેને નૈતિકતા અને પારિવારિક મૂલ્યોનું પતન માને છે. એક યુઝરે કહ્યું કે, આ વ્યક્તિ ઈતિહાસના એ પાત્રો જેવો લાગે છે જેઓ સંબંધોમાં છેતરપિંડી કરીને સત્તા અને તાકત મેળવવા માંગતા હતા.

'તે છોકરી સારી નથી...' આવું કહીને પુત્રનું બ્રેકઅપ કરાવી પિતાએ પોતે કરી લીધા લગ્ન!

Father Marries Son’s Ex: પ્રેમ અને સંબંધોમાં વિશ્વાસઘાત જ્યારે પોતાના જ પરિવારથી મળે ત્યારે એક ઊંડો ઘા છોડે જાય છે. ચીનમાં એવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.સંબંધોમાં સ્વાર્થ કેટલી હદ સુધી જઈ શકે છે. બેન્ક ઓફ ચાઈનાના ભૂતપૂર્વ ચેરમેન લિયુ લિઆંગે તેમના પુત્રને તેની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ કરાવ્યું અને કહ્યું કે, તે તેમના પરિવાર માટે લાયક નથી. પરંતુ થોડા મહિના પછી પુત્રને જાણવા મળ્યું કે તેના પિતાએ તે જ છોકરી સાથે લગ્ન કરી લીધા છે.

યુવકની ગર્લફેન્ડ બની સાવકી માં...
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના એક રિપોર્ટ અનુસાર 63 વર્ષીય લિયુ લિયાંગે તેમના પુત્રની એક્સ ગર્લફેન્ડ સાથે ચોથી વખત લગ્ન કરી લીધા છે. લિયુએ પહેલા તેના પુત્રને એવું કહીને સંબંધ તોડવા માટે મજબૂર કર્યો કે, છોકરી તેની પારિવારિક પૃષ્ઠભૂમિ માટે યોગ્ય નથી. દીકરાએ આ વાત સ્વીકારી લીધી અને પ્રેમિકાથી અલગ થઈ ગયો. પરંતુ છ મહિના પછી લિયુએ તે જ છોકરી સાથે લગ્ન કરી લીધા. આ ઘટનાથી પુત્રને ઊંડો માનસિક આઘાત થયો અને તે ડિપ્રેશનમાં ચાલ્યો ગયો.

કરપ્શન અને વિવાદાસ્પદ રોમેન્ટિક જીવન
લિયુ લિયાંગ માત્ર સંબંધોમાં જ નહીં પરંતુ પોતાના વ્યાવસાયિક જીવનમાં પણ વિવાદોમાં રહ્યા હતા. નવેમ્બર 2024માં તેમને ભ્રષ્ટાચારના આરોપમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. તેમના પર 121 મિલિયન યુઆન (લગભગ 141 કરોડ રૂપિયા)ની લાંચ લેવાનો અને 3.32 બિલિયન યુઆન (લગભગ 3,735 કરોડ રૂપિયા)ની ગેરકાયદે લોન આપવાનો આરોપ હતો. જો કે, તેની કબૂલાત અને મિલકતની વસૂલાતના કારણે તેની સજા બે વર્ષ માટે મોકૂફ રાખવામાં આવી હતી.

ચારિત્ર્ય પર જાહેર ટીકા
લિયુના જીવનમાં વધુ વિવાદ પણ સામે આવ્યા હતા. રિપોર્ટસ અનુસાર તેમની શરૂઆતની સફળતા તેમની પ્રથમ પત્નીના પ્રભાવથી મળી, જે એક વરિષ્ઠ અધિકારીની પુત્રી હતી. પરંતુ લિયુ તેની કારકિર્દીની ઉંચાઈ પર પહોંચ્યા પછી, તેણે તેને છોડી દીધી અને નાની સ્ત્રીઓ સાથે લગ્ન કરવાનું શરૂ કર્યું. તેના ચોથા લગ્ન અને તેના પુત્રના તેની ગર્લફ્રેન્ડ સાથેના લગ્ને સમાજમાં તેના ચારિત્ર્ય પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news