નવી કાર ખરીદવાનું કરી રહ્યા છો પ્લાનિંગ, તો આ છે ટોચની 10 સૌથી વધુ વેચાતી કાર્સ, જુઓ લિસ્ટ
Car Sales May 2023: મારુતિ સુઝુકીની કાર્સનું સતત વેચાણ ચાલુ છે અને ટોચની 10 સૌથી વધુ વેચાતી કારમાંથી 7 એકલી મારુતિ સુઝુકીની છે. જ્યારે 1 કાર હ્યુન્ડાઈની અને 2 કાર ટાટા મોટર્સની હતી.
Trending Photos
Best Selling Car: મે મહિનામાં પેસેન્જર વ્હીકલ (PV) સેગમેન્ટમાં કુલ 334,800 યુનિટનું સ્થાનિક વેચાણ નોંધાયું છે. મારુતિ સુઝુકીનું વેચાણ સતત ચાલુ છે અને ટોચની 10 સૌથી વધુ વેચાતી કારમાંથી 7 એકલી મારુતિ સુઝુકીની છે. જ્યારે એક કાર હ્યુન્ડાઈની અને બે કાર ટાટા મોટર્સની હતી. મારુતિ સુઝુકી બલેનો સૌથી વધુ વેચાતુ મૉડલ હતુ, જ્યારે કંપનીની સ્વિફ્ટ, વેગનઆર, બ્રેઝા, ઇકો, ડિઝાયર અને અર્ટિગાએ મે મહિનામાં ટોપ 10ની યાદીમાં સ્થાન મેળવ્યું હતું. તેની સાથે હ્યુન્ડાઈની ક્રેટા, ટાટાની નેક્સોન અને પંચને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવી છે. મારુતિ સુઝુકી બલેનો છેલ્લા મહિનામાં દેશની સૌથી વધુ વેચાતી કાર રહી છે. મે મહિનામાં તેણે 18,700 યુનિટ વેચાયા છે. મારુતિ વેગનઆર એક મહિના પહેલા નંબર વન હતી જે આ વખતે ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. આ યાદીમાં મારુતિ સ્વિફ્ટ બીજા સ્થાને છે, જેના 17,300 યુનિટ્સનું વેચાણ થયુ છે.
સૌથી વધુ વેચાતી SUV:
આ વખતે Hyundai Creta દેશમાં સૌથી વધુ વેચાતી SUV રહી છે અને તેણે ગયા મહિને 14,449 યુનિટ્સ વેચ્યા છે. તે ટોપ 10ની યાદીમાં ચોથા નંબરે છે અને તેના પછી નેક્સોન (14,423 યુનિટ) અને પછી મારુતિ બ્રેઝા (13,398 યુનિટ) છે.
બેસ્ટ 7 સીટર કાર:
મારુતિ Eeco દેશમાં સૌથી વધુ વેચાતી 7 સીટર કાર રહી છે. તે 12,800 એકમો સાથે સાતમા ક્રમે છે. તે પછી ડિઝાયર 11,300 યુનિટ્સ વેચીને આઠમા ક્રમે છે. ટાટા પંચ નવમા સ્થાને છે અને મારુતિ અર્ટિગા દસમા સ્થાને છે.
મે 2023માં સૌથી વધુ વેચાતી 10 કાર
મારુતિ સુઝુકી બલેનો - 18,700 યુનિટ
મારુતિ સુઝુકી સ્વિફ્ટ - 17,300 યુનિટ
મારુતિ સુઝુકી વેગનઆર - 16,300 યુનિટ
હ્યુન્ડાઇ ક્રેટા - 14,449 એકમો
ટાટા નેક્સોન - 14,423 એકમો
મારુતિ સુઝુકી બ્રેઝા - 13,398 યુનિટ
મારુતિ સુઝુકી ઈકો - 12,800 યુનિટ
મારુતિ સુઝુકી ડિઝાયર - 11,300 યુનિટ
ટાટા પંચ - 11,100 યુનિટ્સ
મારુતિ સુઝુકી અર્ટિગા - 10,500 યુનિટ્સ
આ પણ વાંચો:
H1B વિઝા પર PM મોદીએ આપ્યા મોટા ખુશખબર, જાણો તમને શું મળશે ખાસ સુવિધા
શનિવારે કરેલા આ કામથી દુર થશે શનિની વક્ર દ્રષ્ટિનો અશુભ પ્રભાવ, શનિ દોષનું થશે દુર
વ્હાઇટ હાઉસમાં ટોપ કંપનીઓના CEOને મળ્યા પીએમ મોદી, જાણો બેઠક સાથે જોડાયેલી મોટી વાત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે