આ છે એક મહિનામાં વેચાયેલી Top 10 Cars, જુઓ લિસ્ટ

Car Sales in August 2023: આ વખતે ટોપ 10ની યાદીમાં ઘણા મોટા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. ટોપ 10 કારમાંથી 8 કાર મારુતિ સુઝુકીની છે. હ્યુન્ડાઈ અને ટાટા મોટર્સમાંથી માત્ર એક જ કાર આ જગ્યાએ પહોંચી શકી છે..

આ છે એક મહિનામાં વેચાયેલી Top 10 Cars, જુઓ લિસ્ટ

Best Selling Cars: જુલાઈ 2023માં કારના વેચાણના આંકડા આપણી સામે આવી ગયા છે. આ વખતે ટોપ 10ની યાદીમાં ઘણા મોટા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. દેશમાં સૌથી વધુ વેચાતી ટોપ 10 કારમાંથી 8 કાર એકલા મારુતિ સુઝુકીની છે. આ સિવાય હ્યુન્ડાઈ અને ટાટા મોટર્સમાંથી માત્ર એક જ વાહન ટોપ 10 લિસ્ટમાં સ્થાન મેળવી શક્યું છે. અહીં અમે તમારા માટે જુલાઈ મહિનામાં સૌથી વધુ વેચાતી 10 કારની યાદી લઈને આવ્યા છીએ.

ટોપ 4માં મારુતિ

ટોપ 4 સેલિંગ કાર મારુતિની છે. મારુતિ સુઝુકી સ્વિફ્ટ પ્રથમ સ્થાને રહી છે. જેના 17,896 યુનિટ વેચાયા હતા. આ પછી બલેનો, બ્રેઝા અને એર્ટિગાએ લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવ્યું. બલેનો ખૂબ સારી રીતે વેચાઈ રહી છે. બલેનો, ગ્લાન્ઝા અને ફ્રૉન્ક્સનું સંયુક્ત વેચાણ ગયા મહિને 34,847 યુનિટ્સ પર પહોંચ્યું, જે ગયા મહિને સૌથી વધુ વેચાતી સ્વિફ્ટના વેચાણ કરતાં લગભગ બમણું છે.

બેસ્ટ સેલિંગ SUV

મારુતિ બ્રેઝા ગયા મહિને દેશમાં સૌથી વધુ વેચાતી એસયુવી રહી છે. બ્રેઝાએ જુલાઈમાં 16,543 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. આ પછી Hyundai Creta અને પછી Tata Nexonએ પોતાની જગ્યા બનાવી.

બાકીની કાર

મારુતિ સુઝુકી ડિઝાયર 13,395 યુનિટ્સ સાથે દેશમાં સૌથી વધુ વેચાતી સિડાન છે. તેને એકંદર યાદીમાં છઠ્ઠું સ્થાન મળ્યું છે. સાતમા ક્રમે ફ્રૉન્ક્સઅને આઠમા સ્થાન પર મારુતિ વેગનઆર છે.

જુલાઈ 2023માં ટોચની 10 સૌથી વધુ વેચાતી કાર

1. મારુતિ સ્વિફ્ટ 17,896 યુનિટ
2. મારુતિ બલેનો 16,725 યુનિટ
3. મારુતિ બ્રેઝા 16,543 યુનિટ
4. મારુતિ અર્ટિગા 14,352 યુનિટ
5. હ્યુન્ડાઇ ક્રેટા 14,062 યુનિટ
6. મારુતિ ડિઝાયર 13,395 યુનિટ
7. મારુતિ ફ્રૉન્ક્સ 13,220 યુનિટ
8. મારુતિ વેગન આર 12,970 યુનિટ
9. ટાટા નેક્સન 12,349 યુનિટ
10. મારુતિ Eeco 12,037 યુનિટ

આ પણ વાંચો:
મણિપુરમાં ફરી હિંસા ભડકી, બિષ્ણુપુરમાં મૈતેઈ સમુદાયના 3ની હત્યા, અનેક ઘરો બાળ્યા
આ તારીખ પછી વરસાદનું જોર વધશે, જાણો શું આગાહી કરી છે અંબાલાલ પટેલે

30 હજાર કરોડના કૌભાંડને સ્ક્રીન પર દેખાડશે હંસલ મેહતા, સ્કેમ 2003 નું જુઓ ટીઝર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news