ગુજરાતમાં માવઠાએ વધારી ખેડૂતોની ચિંતા, આ પાકમાં નુકસાન થવાની ભીતિ, આર્થિક રીતે પડશે ફટકો
ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં કમોસમી વરસાદ પડ્યો છે. હજુ પણ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. કેટલીક જિલ્લામાં તો પાકને નુકસાન થયું છે.
Trending Photos
અમદાવાદઃ ગુજરાતમાં એક તરફ શિયાળો ચાલી રહ્યો છે અને ઠંડી પડી રહી છે. પરંતુ અચાનક વાતાવરણમાં આવેલા પલટાએ ખેડૂતોની ચિંતા વધારી છે. રાજ્યમાં કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો છે. બીજીતરફ હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. શિયાળુ પાકના વાવેતર બાદ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાક પર અસર પડી છે.
બાગાયતી પાકમાં નુકસાનની ભીતિ
વાતાવરણમાં થયેલા બદલાવે નવસારીના ખેડૂતોની ચિંતા વધારી છે કેમ કે રીંગણ, ટામેટા, ફ્લાવર, કોબીજ અને વેલાવાળા શાકભાજીમાં ચુસિયા પ્રકારની જીવાતનો ઉપદ્રવ થયો છે.. સાથે બાગાયતી પાકોમાં આંબાવાડીઓમાં મોર આવવાની શરૂઆત થઈ ગઈ છે,,પરંતુ હવામાં ભેજ અને તાપમાન સતત નીચું જવાથી મોર પણ કાળો પડી જતાં ખરી જવાની સંભાવના વધી છે...બીજી તરફ કેળ અને શેરડી સહિતના પાકોમાં પણ નુકશાની વેઠવાનો વારો આવે એવી સ્થિતિ જોવાઈ રહી છે...ખેતી પાક બચાવવા ખેડૂતો રાસાયણિક ખાતર તેમજ દવાનો છંટકાવ કરે છે..પરંતુ વાતાવરણને કારણે તેની અસર નહિવત રહી છે...
સાબરકાંઠામાં પણ કમોસમી વરસાદે મુશ્કેલી વધારી છે. વરસાદ વરસવાના લીધે પાક પર છંટકાવ કરેલી દવા ધોવાઈ ગઈ છે. માવઠાના લીધે રવિ સિઝનના વાવેતર પર સંકટ ઉભું થયું છે...ખેડૂતોએ રવિ સિઝનમાં ઘઉં, બટાકા, વરિયાળી, જીરું, ચણા, કોબીજ અને ફ્લાવરનું વાવેતર કર્યું છે. જો કે માવઠાના લીધે પાકમાં રોગ આવવાની શક્યતા ખેડૂતોએ વ્યકત કરી છે. પાકમાં ફૂગજન્ય રોગ આવવાની શક્યતાથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે...જો પાકમાં રોગ આવશે તો ખેડૂતોએ કરેલા ખર્ચ માથે પડશે અને ફરી એક વખત ખેડૂતોને આર્થિક રીતે ફટકો પડશે.
બનાસકાંઠા જિલ્લામાં માવઠાથી ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા, ઈકબાલગઢ, ડીસા અને પાલનપુર પંથકમાં માવઠાથી ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાની ભિતી દેખાઈ રહી છે...એરંડા, બટાકા, જીરુ, ઈસબગુલ અને ઘઊં સહિતના પાકને નુકસાન થઈ શકે છે. પહેલા અતિવૃષ્ટિ અને હવે માવઠાના મારથી જગતના તાતને પડ્યા પર પાટુ પડ્યું જેવી સ્થિતિ ઉભી થઈ છે...વાતાવરણમાં ફેરફારના લીધે પાકનું ઉત્પાદન ઘટશે અને સારી ગુણવત્તાનો પાક નહીં થાય તો ખેડૂતોને પૂરતા ભાવ પણ નહીં મળે...
માર્કેટિંગ યાર્ડની બેદરકારી
અરવલ્લીના મેઘરજ માર્કેટયાર્ડની મોટી બેદરકારી સામે આવી છે...મેઘરજ માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલો મગફળીનો જથ્થો માવઠાના લીધે પલળી ગયો...હવામાન વિભાગે અને હવામાન નિષ્ણાંતોએ માવઠાની આગાહી કરી હતી તેમ છતાં મગફળીને સુરક્ષિત જગ્યાએ ન ખસેડાઈ અને યાર્ડમાં ખુલ્લામાં ફક્ત તાડપત્રી ઢાંકીને મગફળી મુકી દેવામાં આવી...માવઠું થતાં મોટા પ્રમાણમાં મગફળીનો જથ્થો પલળી ગયો અને ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે