Marutiની 5 કાર પર તૂટી પડ્યા ગ્રાહકો, ન તો SUV ન તો 7 સીટર, કિંમત 3.53 લાખથી શરૂ
Maruti Best Selling Cars: અહીં અમે તમને મારુતિ સુઝુકીની 5 સૌથી વધુ વેચાતી કાર વિશે જણાવી રહ્યા છીએ. ખાસ વાત એ છે કે આ 5 કારમાંથી 4 હેચબેક છે અને એક સેડાન છે.
Trending Photos
Maruti Best Selling Cars: મારુતિ સુઝુકી લાંબા સમયથી દેશની સૌથી મોટી કાર સેલિંગ કંપની છે. ફેબ્રુઆરી મહિનામાં મારુતિએ અજાયબીઓ કરી હતી. ટોચની 10 સૌથી વધુ વેચાતી કારમાંથી પ્રથમ 6 કાર માત્ર મારુતિ સુઝુકીની છે. ટોપ 10ની યાદીમાં બે વાહનો ટાટા મોટર્સ અને એક હ્યુન્ડાઈના છે. અહીં અમે તમને મારુતિ સુઝુકીની 5 સૌથી વધુ વેચાતી કાર વિશે જણાવી રહ્યા છીએ. ખાસ વાત એ છે કે આ 5 કારમાંથી 4 હેચબેક છે અને એક સેડાન છે.
Maruti Suzuki Baleno: બલેનો ગયા મહિને ભારતમાં સૌથી વધુ વેચાતી કાર રહી છે. છેલ્લા કેટલાક મહિનામાં તેનું વેચાણ સતત વધી રહ્યું છે. મારુતિ સુઝુકીએ ફેબ્રુઆરીમાં બલેનોના 18,592 યુનિટ્સનું વેચાણ કર્યું છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં બલેનોને 12,570 ખરીદદારો મળ્યા હતા. એટલે કે તેના વેચાણમાં 47.91 ટકાનો ઉછાળો આવ્યો છે. તેની કિંમત 6.56 લાખથી શરૂ થાય છે.
આ પણ વાંચો:
અમદાવાદીઓના 40 કરોડ રૂપિયા થશે સ્વાહા, નવો નક્કોર હાટકેશ્વર બ્રિજ તોડી પડાશે?
ગુજરાત કોંગ્રેસમાં બળવાના એંધાણ : સૌરાષ્ટ્રના મોટાગજાના નેતા કરી શકે છે નવાજૂની
ઉનાળામાં Heart ને રાખવું હોય Healthy તો Daily Dietમાં સામેલ કરો આ 6 વસ્તુ
Maruti Suzuki Swift: બજારમાં હાલમાં સ્વિફ્ટના નવા મોડલની રાહ જોવાઈ રહી છે, તેમ છતાં સ્વિફ્ટ તેની લોકપ્રિયતા જાળવી રાખવામાં સફળ રહી છે. ફેબ્રુઆરીમાં હેચબેકે 18,412 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. ગયા વર્ષના ફેબ્રુઆરીની સરખામણીએ તેના વેચાણમાં 4 ટકાનો ઘટાડો થયો છે.
Maruti Suzuki Alto: મારુતિ સુઝુકીની સૌથી નાની હેચબેક પણ સારી કામગીરી કરી રહી છે. અલ્ટોએ ફેબ્રુઆરીમાં 18,114 યુનિટ વેચ્યા છે અને તે ત્રીજી સૌથી વધુ વેચાતી કાર રહી છે. અલ્ટોની કિંમત રૂ. 3.53 લાખથી શરૂ થાય છે.
Maruti Suzuki WagonR: મારુતિ સુઝુકીની લોકપ્રિય હેચબેક વેગેનાર ચોથા નંબર પર રહી છે. ફેબ્રુઆરીમાં તેણે 16,889 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. વેગનઆર ગયા વર્ષે મારુતિની સૌથી વધુ વેચાતી મોડલ તરીકે ઉભરી આવી છે.
Maruti Suzuki Dzire: ટોપ 10 લિસ્ટમાં સ્થાન મેળવનારી આ એકમાત્ર સેડાન કાર છે. ફેબ્રુઆરીમાં ડિઝાયરના 16,798 યુનિટ્સનું વેચાણ થયું હતું. ગયા વર્ષના ફેબ્રુઆરીની સરખામણીએ તેના વેચાણમાં 3.67 ટકાનો ઘટાડો થયો છે.
આ પણ વાંચો:
Agniveer Recruitment 2023: અગ્નિવીરોની ભરતી અંગે સૌથી મોટા સમાચાર, ચુકતા નહીં આ મોકો
ડુંગળી સમારતી વખતે નહીં નીકળે આંખમાંથી પાણી, આ ટ્રીક અજમાવવાથી સમસ્યા થશે દૂર
રાશિફળ 12 માર્ચ : જાણો આજે કઇ રાશિમાં શું બની રહ્યાં છે સારા-ખરાબ યોગ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે