4 june news News

પક્ષપલટો કરનારા નેતા ફરી પ્રજા પાસે જાય તો તે પણ જાકારો આપે છે : અમિત ચાવડા 
Jun 5,2020, 14:33 PM IST
રાજ્યસભાની ચૂંટણીના પડઘમ વાગ્યા અને કોંગ્રેસ તૂટી, 8 ધારાસભ્યોના રાજીનામા
રાજ્યસભાની ચૂંટણીના પડઘમ વાગ્યા અને કોંગ્રેસના તૂટવાની શરૂઆત થઇ વડોદરાના કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને કપરાડાના જીતું ચૌધરી બાદ આજે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામું આપ્યું છે. જોકે કોગ્રેસના ધારાસભ્યો તુટવુ એ કંઇ નવી બાબત નથી. માર્ચ ૨૦૨૦ માં કોગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. જેમાં જે વી કાકડીયા, સોમા ગાંડા પટેલ, પ્રવીણ મારું, પ્રદ્યુમ્નસિંહ જાડેજા તેમજ મંગળ ગાવિતનો સમાવેશ થાય છે. જે પૈકી કોઇ હજુ ભાજપમાં જોડાયા નથી. જોકે ઘણા એવા કોંગ્રેસના નેતાઓ છે કે જે કોગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે. આ સાથે જ ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીની જાહેરાત બાદથી રાજીનામાનો દોર યથાવત છે. અત્યાર સુધી કુલ 8 ધારાસભ્યો કોંગ્રેસનો હાથ છોડી ચૂક્યા છે. 
Jun 5,2020, 15:11 PM IST
કોંગ્રેસને સતત બીજા દિવસે ફટકો, ત્રીજા ધારાસભ્યએ રાજીનામું આપ્યું
કોંગ્રેસના ધારાસભ્યોનું મોરલ તોડવામાં ભાજપ સફળ રહ્યું છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ત્રીજા ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામુ સોંપ્યું છે. કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપ્યું છે. તેના બાદ તેઓએ ધારાસભ્ય પદેથી પણ રાજીનામુ આપ્યું છે. આ વાતની પુષ્ટિ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કરી છે. બ્રિજેશ મેરજાએ ઈમેઈલથી પોતાનુ રાજીનામુ મોકલી આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે કોંગ્રેસના કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી અને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે રાજીનામું આપ્યું છે. ત્યારે રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી વધુ બે ધારાસભ્યોનું રાજીનામુ પડે તેવી શક્યતા છે. 
Jun 5,2020, 12:12 PM IST
‘કોંગ્રેસ એક નેતા જાહેર કરે તો સારું, બે મોટા નેતાઓ વચ્ચે ભાજપના ત્રણેય નેતાઓ જીતી ગ
રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર થતા જ ગુજરાતમાં રાજકારણનું જોર વધવા લાગ્યું છે. આજે સવારથી જ કોંગ્રેસના નેતાઓની રાજીનામાની અટકળો ચાલી રહી છે. ત્યારે ગુજરાતના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, રાજ્યસભાની ચૂંટણી જાહેર થઈ, વિધાનસભા ચાલુ હતી. કોઈ વ્યક્તિ રાજ્યમાં સંક્રમિત હતું નહિ, એ વખતે કોંગ્રેસના ધારાસભ્યો રાજસ્થાન જતા રહ્યા. તે સમયે વિધાનસભા પણ વહેલી પૂરી કરી. ત્યારે પણ કોંગ્રેસ જયપુર હતી. ગત વખતે અહેમદભાઈ ચૂંટણી લડતા હતા, ત્યારે આખા દેશની કોંગ્રેસ એક બની હતી. કોંગ્રેસે અરીસામાં જોવું જોઈએ. ભૂતકાળમાં કોંગ્રેસ સમયે ક્રોસ વોટિંગથી ભાજપના ઉમેદવારો જીત્યાના દાખલા છે. હું કોંગ્રેસને પૂછવા માગીશ કે, રાજપા કેવી રીતે બન્યું. કોણે તોફાન કર્યા હતા. માઇક કોણે ફેંક્યા હતા. 2007માં ભાજપના ધારાસભ્યને લઈ જવાનો પ્રયાસ થયો હતો. જે લઈ ગયા હતા કેમ લઈ ગયા હતા એ જવાબ આપે. પહેલા કોંગ્રેસ 2013માં ચૂંટણી ન હતી, પણ કેટલાક ધારાસભ્ય કેમ કોંગ્રેસ છોડીને ગયા હતા. 
Jun 4,2020, 15:49 PM IST
રાજકોટ : ગુજરાતનો કોરોનાનો પ્રથમ કેસ આવ્યો હતો તે જંગલેશ્વર વિસ્તાર કન્ટેઈનમેન્ટ ઝોન
રાજકોટમાં કોરોનાની એન્ટ્રી થતા જ રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર કોરોનાનું હોટસ્પોટ બની ગયો હતો. એક પછી એક આ વિસ્તારમાંથી ઢગલાબંધ કોરોનાના પોઝિટિવ કેસ આવવા લાગ્યા હતા. ત્યારે હવે આખરે રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી મુક્તિ મળી છે. જંગલેશ્વર વિસ્તારના 27 હજાર લોકો અત્યાર સુધી આ કન્ટેઈનમેન્ટ ઝોનમાં હતા. આ વિસ્તારમાં ગુજરાતનો પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. હવે રાજકોટમાં માત્ર અંકુર સોસાયટીના 2300 લોકો જ કન્ટેનમેન્ટ ઝોન હેઠળ છે. કોરોના કારણે જંગલેશ્વર વિસ્તાર સતત ચર્ચામાં રહ્યો હતો. આખરે જંગલેશ્વરને કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી મુક્તિ મળી છે. 
Jun 4,2020, 15:16 PM IST
ધારાસભ્યોના રાજીનામા અંગે કોંગ્રેસ રાજ્યપાલ સમક્ષ રજૂઆત કરશે
કોરોનાનો પ્રશ્ન કોરાને મૂકીને હાલ ભાજપ કોંગ્રેસના નેતાઓ રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election 2020) માં વ્યવસ્ત બન્યા છે. કોંગ્રેસમાં બે ધારાસભ્યોના રાજીનામાંથી ખળભળાટ થયો છે. તો કોંગ્રેસમાંથી વધુ રાજીનામા પડે તેવી અફવાએ જોર પકડ્યું છે. ત્યારે આજે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલ સમક્ષ રજૂઆત કરવા જશે. કોંગ્રેસના બે ધારાસભ્યોના પડેલા રાજીનામા સંદર્ભે લોકશાહી પદ્ધિતિથી લેવામાં આવી રહ્યા હોવાની રજૂઆત કરે તેવી સંભાવના છે. બિનલોકશાહી પદ્ધતિથી રાજીનામા લેવાનો પ્રયત્ન થઈ રહ્યો હોવાની રજૂઆત કરવામાં આવશે. તો બીજી તરફ, કોંગ્રેસના ધારાસભ્યોએ કહ્યું હતું કે, તેઓ કોંગ્રેસમાં જ રહેશે. 
Jun 4,2020, 14:37 PM IST
ધારાસભ્ય અક્ષય પટેલના રાજીનામા અંગે કોંગ્રેસે કર્યો ખુલાસો
રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election 2020) પહેલા ગુજરાતમાં તોડજોડની રાજનીતિના ભણકારા વાગી રહ્યાં છે. કોંગ્રેસ (Congress) ના કરજણના ધારાસભ્ય સંપર્ક વિહોણા બન્યાના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા છે. ત્યારે બીજી તરફ, કોંગ્રેસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. ધારાસભ્યોના રાજીનામાં અંગે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપ્યું કે, અક્ષય પટેલના જે ખબર મળ્યાં છે તે પાયાવિહોણા છે. તેને અધિકૃત સમર્થન નથી. કોરોના મહામારીની શરૂઆત હતી, ત્યારે ભાજપના નેતાઓ અને મુખ્યમંત્રી ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોને ભ્રષ્ટાચારના ભંડોળથી ખરીદવાનો પ્રયાસ કર્યા હતા. રાજ્યસભાની ચૂંટણીમાં જીત મેળવવા ભાજપ અને સીએમઓ બેઠેલા કૈલાશનાથન જેવા અધિકારીઓ મહામારીથી લોકોને બચાવવાનો બદલે રાજકીય રીતે પીએમની સૂચનાથી ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરે છે. કૈલાશનાથન જેવા અધિકારીઓઓનો ઉપયોગ કરી કોંગ્રેસના ધારાસભ્યો પર દબાણ અને લાંચ આપવાનો પ્રયાસ કરે છે. એના પૂરતા પુરાવા છે.
Jun 4,2020, 12:04 PM IST
રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે રાજીનામુ આપ્યાની ચર્ચ
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ છે. ત્યારે લોકડાઉન બાદ ફરી એકવાર ગુજરાતના રાજકીય બેડામાં હલચલ શરૂ થઈ ગઈ છે. ફરી તોડજોડનું રાજકારણ શરૂ થશે અને આ વખતે આ રાજકરણ શું રંગ લાવશે તેના પર સૌની નજર છે. બુધવારે કેબિનેટની બેઠક બાદ ગુજરાતના ત્રણ કોંગ્રેસી (Congress) ધારાસભ્યો લલિત વસોયા, લલિત કગથરા અને કિરીટ પટેલ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળ્યા હતા. આ સાથે જ આ ત્રણેય ધારાસભ્યો ભાજપ (BJP) માં ભળી જાય તેવી ગણતરી મુકાઇ રહી છે. તો બીજી તરફ, આજે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોની નારાજગી દેખાઈ રહી છે. આજે સવારથી કોંગ્રેસ પક્ષના વલસાડના ધારાસભ્ય જીતુ ચૌધરી, પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ, ઠાસરાના ધારાસભ્ય કાંતિ પરમાર અને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલની નારાજગી સામે આવી છે.  
Jun 4,2020, 11:35 AM IST
ગુજરાતની તમામ RTO આજથી શરૂ થઈ, કન્ટેઈનમેન્ટ એરિયાના લોકોને એપાઈન્ટમેન્ટ નહિ મળે
Jun 4,2020, 10:48 AM IST
કોંગ્રેસીઓએ કર્યો Sonu Sood નો વિરોધ, કહી દીધા BJP એજન્ટ
Jun 4,2020, 9:37 AM IST
ભારતમાં અલગ પ્રકારનો કોરોના વાયરસ શોધાયો, લક્ષણો પણ સાવ નોખા નીકળ્યા
Jun 4,2020, 9:03 AM IST
મોડી રાત્રે પડેલા ભારે વરસાદે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં અંધાધૂંધી સર્જી
Jun 4,2020, 8:40 AM IST

Trending news