Big Breaking : કોંગ્રેસ પ્રમુખના દાવા ખોટા સાબિત થયા, 2 ધારાસભ્યોએ આપ્યા રાજીનામા 

રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકરણમાં ગરમાવો આવી ગયો છે. ત્યારે કોંગ્રેસના બે ધારાસભ્યોનાં રાજીનામાં પડયા હોવાનો સ્વીકાર વિધાસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કર્યો

Big Breaking : કોંગ્રેસ પ્રમુખના દાવા ખોટા સાબિત થયા, 2 ધારાસભ્યોએ આપ્યા રાજીનામા 

હિતલ પારેખ/ગાંધીનગર :રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકરણમાં ગરમાવો આવી ગયો છે. ત્યારે કોંગ્રેસના બે ધારાસભ્યોનાં રાજીનામાં પડયા હોવાનો સ્વીકાર વિધાસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કર્યો  છે. તેઓએ જણાવ્યું કે, કોંગ્રેસના બંને ધારા સભ્યના રાજીનામા મંજૂર કરવામાં આવ્યા છે. આ બંને ધારાસભ્ય હવેથી ધારાસભ્ય રહેતા નથી. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીના રાજીનામા પડ્યા છે. ઉલ્લેખનીય છે કે, સવારથી જ બંને ધારાસભ્યોની પક્ષની નારાજગી અંગે ચર્ચા ચાલી રહી હતી. જેના બાદ કોંગ્રેસના પ્રખુખ અમિત ચાવડાએ રાજીનામા પડ્યા ન હોવાનો ખુલાસો પણ કર્યો હતો. 

વડોદરાના કરજણના કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યાની ચર્ચા ગઈકાલથી ચાલી રહી હતી.છેલ્લા ઘણા સમયથી અક્ષય પટેલ પ્રદેશ નેતાગીરીથી નારાજ હતા. ત્યારે નારાજ ધારાસભ્ય અક્ષય પટેલે પોતાનો ફોન પણ સ્વીચ ઓફ કર્યો છે. હાલ તેઓ પોતાના ઘરે પણ નથી. તો બીજી તરફ, કોગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલના રાજીનામા બાદ ગાંધીનગર સ્થિત એમએલએ ક્વાર્ટર પર પણ તાળું જોવા મળ્યું છે. અક્ષય પટેલના ઘરે તાળું લગાવામાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, છેલ્લા લાંબા સમયથી તેઓ અહીં આવ્યા નથી. 

રાજ્યસભાની ચૂંટણીનો ફરી ધમધમાટ ગુજરાતમાં શરૂ થયો છે. વલસાડ જિલ્લાના કપરાડાના કોંગ્રેસી ધારાસભ્ય જીતુ ચૌધરી ફરી સંપર્ક વિહોણા બન્યા છે. વલસાડ જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ જીતુ ચૌધરીનો સંપર્ક કરવા પ્રયાસ કરી રહ્યા છે. જોકે જીતુ ચૌધરી ગઈકાલથી કોંગ્રેસના સ્થાનિક આગેવાનોથી પણ સંપર્ક વિહોણા છે. જીતુ ચૌધરી કોંગ્રેસના રડાર બહાર નીકળી જતા રાજકારણમાં ખળભળાટ શરૂ થયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news