ગુજરાતની તમામ RTO આજથી શરૂ થઈ, કન્ટેઈનમેન્ટ એરિયાના લોકોને એપાઈન્ટમેન્ટ નહિ મળે

આજથી ગુજરાતની તમામ આરટીઓ (rto) કચેરી રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે. અનલોક 1 મા રાજયની આરટીઓ કચેરીઓ ફરી ધમધમતી થઈ છે. આજતી આરટીઓ કચેરીનું કામકાજ રાબેતા મુજબ શરૂ થયું છે. લોકડાઉન બાદ આરટીઓ કચેરીમા માત્ર ફેસલેસ કામગીરી જ ચાલુ રખાઇ હતી. આરટીઓ કચેરીમા સોશિયલ ડિસ્ટન્સ અને કોરોના સંક્રમણ ન વઘે તેનુ ધ્યાન રાખવું પડશે. ગોળ સર્કલનો ઉપયોગ હેન્ડ સેનિટાઇઝર અને થર્મલ સ્કેનિગનો ઉપયોગ કરવાનો રહેશે. એપોઇમેન્ટનાં આધારે જ કચેરીમા પ્રવેશ અપાશે. રાજ્યનાં કન્ટેઈનમેન્ટ એરિયામાં આવતા લોકોને એપાઈન્ટમેન્ટ નહિ મળે. 

ગુજરાતની તમામ RTO આજથી શરૂ થઈ, કન્ટેઈનમેન્ટ એરિયાના લોકોને એપાઈન્ટમેન્ટ નહિ મળે

ઝી મીડિયા/બ્યૂરો :આજથી ગુજરાતની તમામ આરટીઓ (rto) કચેરી રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે. અનલોક 1 મા રાજયની આરટીઓ કચેરીઓ ફરી ધમધમતી થઈ છે. આજતી આરટીઓ કચેરીનું કામકાજ રાબેતા મુજબ શરૂ થયું છે. લોકડાઉન બાદ આરટીઓ કચેરીમા માત્ર ફેસલેસ કામગીરી જ ચાલુ રખાઇ હતી. આરટીઓ કચેરીમા સોશિયલ ડિસ્ટન્સ અને કોરોના સંક્રમણ ન વઘે તેનુ ધ્યાન રાખવું પડશે. ગોળ સર્કલનો ઉપયોગ હેન્ડ સેનિટાઇઝર અને થર્મલ સ્કેનિગનો ઉપયોગ કરવાનો રહેશે. એપોઇમેન્ટનાં આધારે જ કચેરીમા પ્રવેશ અપાશે. રાજ્યનાં કન્ટેઈનમેન્ટ એરિયામાં આવતા લોકોને એપાઈન્ટમેન્ટ નહિ મળે. 

મોડી રાત્રે પડેલા ભારે વરસાદે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં અંધાધૂંધી સર્જી 

કામગીરી પહેલાં અમદાવાદ rto કચેરી સેનેટાઇઝ કરાઈ 
અમદાવાદમાં આરટીઓ કચેરી આજથી ફરી શરૂ થઈ છે. rto ને લગતી તમામ કામગીરી  શરૂ કરવામાં આવી છે. 100 ટકા સ્ટાફ સાથે કામગીરી શરૂ કરવામાં આવી છે. એપોઇન્ટમેન્ટના આધારે પાકા લાઇસન્સ અને અન્ય કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે કામગીરી શરૂ થયા તે પહેલાં rto કચેરીને સેનેટાઇઝ કરવાંમાં આવી હતી. આજથી લાઇસન્સના ટેસ્ટની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. 

રાજકોટ આરટીઓ કચેરી બહાર સર્કલ દોરવામાં આવ્યા
રાજકોટમાં પણ આજથી આરટીઓ કચેરીની કામગીરી શરૂ કરાઈ છે. જેમાં 8 સેવાઓને ફેસલેશ કરવામાં આવી છે. રિન્યુ લાઇસન્સ, ડુપ્લીકેટ લાઇસન્સ, રિપ્લેસમેન્ટ લાઇસન્સ, RC અને લાયસન્સની ઓનલાઈન સેલ્ફ બેકલોગ, હાયપોથીકેશન રદ્દ કરવું સહિતની કામગીરી શરૂ કરાઈ છે. સામાજિક અંતર જળવાઈ રહે તે માટે આર.ટી.ઓ કચેરી બહાર સર્કલ દોરવામાં આવ્યા છે. 60 ટકા જેવી કામગીરી ઓનલાઈન કરવામાં આવશે. લોકોએ એપોઇન્ટમેન્ટ લઈને આવવાનું રહેશે તેવું  RTO દ્વારા જણાવાયું છે.

સાબરકાંઠા જિલ્લામાં આજથી વાહન વ્યવહાર કચેરી પુનઃ શરુ થઈ છે. કોરોનાને લઈને લોકડાઉન બાદ આજથી આરટીઓ ઓફિસ શરૂ થઈ છે. RTO કચેરીના પ્રવેશદ્વારા પર અરજદારનું તાપમાન માપી સેનેટાઈઝ કર્યા બાદ પ્રવેશ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. કચેરીએ જાહેર કર્યું કે, ડ્રાઈવિંગ ટેસ્ટ સવારે ૯ થી સાંજના ૬ સુધી ચાલુ રહેશે. જેમાં માત્ર અરજદારોને જ પ્રવેશ આપવામાં આવશે. ટ્રાન્સપોર્ટ વાહનોના ફિટનેસની કામગીરી 8 જુનથી જિલ્લા અને તાલુકા કક્ષાથી શરૂ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news