મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને વિધાનસભાની ચૂંટણીમાં મારા ઉમેદવાર ઉતારીશ : શંકરસિંહ વાઘેલા 

શંકરસિંહ વાઘેલા એનસીપીથી નારાજ હોવાના અને પાર્ટી છોડવા હોવાના અહેવાલ ચર્ચામાં આવ્યા હતા. તો બીજી તરફ, કાર્યકારી અધ્યક્ષ બબલદાસ પટેલે એનસીપીમાંથી રાજીનામુ આપ્યું છે. ત્યારે આજે પત્રકાર પરિષદમાં સામે આવીને શંકરસિંહ વાઘેલાએ અનેક ખુલાસા કર્યાં હતા. તેઓએ જણાવ્યું કે, હું કાર્યકારી અધ્યક્ષ બબલદાસભાઈ અને 10 હજાર જેટલા કાર્યકરોનો આભાર માનું છું, મને એ તમામે શુ કરવું તેના માટે અધિકૃત કર્યો છે. જે નિર્ણય
મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને વિધાનસભાની ચૂંટણીમાં મારા ઉમેદવાર ઉતારીશ : શંકરસિંહ વાઘેલા 

અતુલ તિવારી/અમદાવાદ :શંકરસિંહ વાઘેલા એનસીપીથી નારાજ હોવાના અને પાર્ટી છોડવા હોવાના અહેવાલ ચર્ચામાં આવ્યા હતા. તો બીજી તરફ, કાર્યકારી અધ્યક્ષ બબલદાસ પટેલે એનસીપીમાંથી રાજીનામુ આપ્યું છે. ત્યારે આજે પત્રકાર પરિષદમાં સામે આવીને શંકરસિંહ વાઘેલાએ અનેક ખુલાસા કર્યાં હતા. તેઓએ જણાવ્યું કે, હું કાર્યકારી અધ્યક્ષ બબલદાસભાઈ અને 10 હજાર જેટલા કાર્યકરોનો આભાર માનું છું, મને એ તમામે શુ કરવું તેના માટે અધિકૃત કર્યો છે. જે નિર્ણય
આગામી દિવસમાં નિર્ણય લઈશું. અમે સાથે રહેવાનું આશ્વાસન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, પવાર સાહેબ અને પ્રફુલભાઈ સાથે મળીને હું NCPમાં જોડાયો, પણ એમાં પણ જ્યારે મેચ ફિક્સિંગ આવે. અહેમદભાઈ વખતે પણ મેં કહ્યું હતું કે લોકો ભાજપમાં જાય છે પણ મારું કોઈએ ના સાંભળ્યું. આજે એક ગયા હજુ બે જશે. મેં કોંગ્રેસને આજે પણ કહ્યું છે. મેચ ફિક્સિંગ થાય ત્યાં ન રહેવાય. હવે જે વિધિ કરવાની હશે તો જલ્દી જ કરીશ. સત્તા સામે પડવા બેદાગ રહેવું પડે. ed, cbi કે પોલીસથી ડરાય નહિ. અમે સમાજના ડોકટર છીએ. રખડતો નથી આવ્યો. પ્રજાનું ભલું કર્યું છે. ટેક્સ ટાઇલ મંત્રી તરીકે ખેડૂતોનું ભલું કર્યું છે.સાથે જ તેમણે એક જાહેરાત કરતા કહ્યું કે, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને વિધાનસભાની બેઠકો ખાલી થશે, તેની પેટાચૂંટણીઓ આવશે, એ તમામ પર લડીશ. ncp, કોંગ્રેસ કે ભાજપ નહીં હોય તોય હું ઉમેદવારો લોકો વચ્ચે મૂકીશ. 

Big Breaking : કોંગ્રેસ પ્રમુખના દાવા ખોટા સાબિત થયા, 2 ધારાસભ્યોએ આપ્યા રાજીનામા

ભાજપ પર પ્રહાર કરતા તેઓ બોલ્યા કે, સરદાર સાહેબના સ્ટેચ્યુ માં પણ આ બધાને મુર્ખા બનાવ્યા છે. પ્રજાના પૈસાની આ સરકાર બરબાદી જ કરે છે. ગુજરાત દેવાદાર બન્યું. ગુજરાત કે ભારત સરકાર પાસે પગાર માટે પૈસા નથી. કોરોના મામલે સારા ડોકટર હોત તો કોરોનાનું હબ ન બનત. દારૂ બંધીની છૂટ કરું તો નશો ઉતારજો. પણ આ લોકોના નશો બંધ કરો. કોંગ્રેસમાંથી આજે બે રાજીનામા પડ્યા તે અંગે તેઓ બોલ્યા કે, પ્રજા એવો માણસ પસંદ કરે કે તે ચોખ્ખો હોય... જે વટલાય નહીં... આ બધાને બોધપાઠ આપવો પડે...

ધારાસભ્ય અક્ષય પટેલના રાજીનામા અંગે કોંગ્રેસે કર્યો ખુલાસો 

તેમણે જણાવ્યું કે, મેં ભારતીય જનસંઘથી શરૂઆત કરી. એ સમયે તેલનો ભાવ વધે તો તેલના ડબ્બા ખખડતા. હું અધિકારી હતો વર્ષ 68માં હું ગુજરાતમાં સક્રિય થયો. વિદ્યાર્થીઓની વાતને વાચા આપવા હું નોકરી છોડી જનસંઘમાં આવ્યો. કોંગ્રેસનો સૂર્ય તપતો હતો પણ હું ત્યાં ન જોડાયો. ભાજપ ગુજરાતમાં આવ્યું તો તેમાં શંકરસિંહનો સિંહ ફાળો છે. ભાજપને મારે કાઢવી હોય એટલે મતના વિભાજન ન થાય એટલે હું કોંગ્રેસમાં ગયો. મેં સરકાર બનાવવાના પૂરા પ્રયાસ કર્યાં. પણ મેચ ફિક્સિંગનો વહેમ થયો ત્યારે કોંગ્રેસ આવશે એવી સ્થિતિમાં પણ મેં કોંગ્રેસ છોડી. હું કઈ લેવા કોઈ પાર્ટીમાં જોડાયો નથી. 

અનેક બોર્ડમાં મેં કાર્યકરોની નિમણૂંક કરી હતી. પ્રજા મારી હાઇકમાન્ડ છે, તેમને ધક્કો ન મરાય. હજુ પણ હું પ્રજા માટે લડીશ, છોડીશ નહીં. ભાજપ જેવી ભ્રષ્ટ અને નકાકામી પાર્ટીને હું જીવતો હોઈશ ત્યાં સુધી છોડીશ નહિ. હું ક્વોલિફાઈટ ડોકટર છું, જેને આવું હોય એ મારી પાસે આવે. ભાજપને કાઢો, સારા ડોકટર પાસેથી દવા કરાઓ હવે એ જ ઉપાય છે. ભાજપને હું સત્તા પર લાવ્યો, કોંગ્રેસને સત્તાની નજીક લાવ્યો. હવે અહીં પણ મેચ ફિક્સિંગ થઈ રહ્યાનું લાગે છે. પ્રફુલભાઈને મેં મુંબઈને મળવા માટે કહ્યું. અહીં તો ભાજપ જાય તો દિલ્હીમાં પણ ન બચે. આવું થાય તો વહેલી ચૂંટણી પણ આવે. હવે મેં પાયો હચમચાવાની શરૂઆત કરી છે. વિશ્વાસ હોય તો સહકાર આપજો. નજીકના ભવિષ્યમાં અંતિમ નિર્ણય લઈશ. 

વાજપેયી સાહેબ સંઘના નીચે ન હતા. હું એમને માનતો હતો. અડવાણી સાહેબ જ્યારે બોલવું જોઈએ તેઓ બોલ્યા નહિ. કરાંચીમાંથી આવ્યા પછી નિષ્કલંક રહ્યા. તેમના સંસ્કાર કે તેઓ ચલાવી લે છે. પણ શંકરસિંહ એવું નહીં ચલાવે. બબલદાસભાઈ એ રાજીનામુ મોકલ્યું છે, પવાર સાહેબને તેની રજુઆત કરીશ. હું વાત કરીને યોગ્ય તારીખ નક્કી કરીને આગળ વધીશ. મહાનગરપાલિકા, તાલુકા પંચાયત... અને 12 બેઠક ખાલી થશે, એ તમામ પર લડીશ.. ncp, કોંગ્રેસ કે ભાજપ નહીં હોય તોય હું ઉમેદવારો લોકો વચ્ચે મૂકીશ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news