રાજ્યસભાની ચૂંટણીના પડઘમ વાગ્યા અને કોંગ્રેસ તૂટી, 8 ધારાસભ્યોના રાજીનામા

રાજ્યસભાની ચૂંટણીના પડઘમ વાગ્યા અને કોંગ્રેસના તૂટવાની શરૂઆત થઇ વડોદરાના કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને કપરાડાના જીતું ચૌધરી બાદ આજે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામું આપ્યું છે. જોકે કોગ્રેસના ધારાસભ્યો તુટવુ એ કંઇ નવી બાબત નથી. માર્ચ ૨૦૨૦ માં કોગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. જેમાં જે વી કાકડીયા, સોમા ગાંડા પટેલ, પ્રવીણ મારું, પ્રદ્યુમ્નસિંહ જાડેજા તેમજ મંગળ ગાવિતનો સમાવેશ થાય છે. જે પૈકી કોઇ હજુ ભાજપમાં જોડાયા નથી. જોકે ઘણા એવા કોંગ્રેસના નેતાઓ છે કે જે કોગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે. આ સાથે જ ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીની જાહેરાત બાદથી રાજીનામાનો દોર યથાવત છે. અત્યાર સુધી કુલ 8 ધારાસભ્યો કોંગ્રેસનો હાથ છોડી ચૂક્યા છે. 

રાજ્યસભાની ચૂંટણીના પડઘમ વાગ્યા અને કોંગ્રેસ તૂટી, 8 ધારાસભ્યોના રાજીનામા

ગૌરવ પટેલ/અમદાવાદ :રાજ્યસભાની ચૂંટણીના પડઘમ વાગ્યા અને કોંગ્રેસના તૂટવાની શરૂઆત થઇ વડોદરાના કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને કપરાડાના જીતું ચૌધરી બાદ આજે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામું આપ્યું છે. જોકે કોગ્રેસના ધારાસભ્યો તુટવુ એ કંઇ નવી બાબત નથી. માર્ચ ૨૦૨૦ માં કોગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. જેમાં જે વી કાકડીયા, સોમા ગાંડા પટેલ, પ્રવીણ મારું, પ્રદ્યુમ્નસિંહ જાડેજા તેમજ મંગળ ગાવિતનો સમાવેશ થાય છે. જે પૈકી કોઇ હજુ ભાજપમાં જોડાયા નથી. જોકે ઘણા એવા કોંગ્રેસના નેતાઓ છે કે જે કોગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે. આ સાથે જ ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીની જાહેરાત બાદથી રાજીનામાનો દોર યથાવત છે. અત્યાર સુધી કુલ 8 ધારાસભ્યો કોંગ્રેસનો હાથ છોડી ચૂક્યા છે. 

કોંગ્રેસને સતત બીજા દિવસે ફટકો, ત્રીજા ધારાસભ્યએ રાજીનામું આપ્યું

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, બંને કોંગ્રેસ ધારાસભ્યોએ બુધવારે સાંજે ત્યાગપત્ર આપ્યા હતા. મેં તેની ખરાઈ કરી લીધી છે. તેઓએ માસ્ક લગાવ્યા હતા. મેં તેઓને માસ્ક હટાવીને તેમના ચહેરાની ઓળખ કરી હતી. તેના બાદ જ મેં તેમના રાજીનામાનો સ્વીકાર કર્યો હતો.  

કોંગ્રેસના 2 અને ભાજપના 3 ઉમેદવાર
કોંગ્રેસે રાજ્યસભા ઈલેક્શન માટે પોતાના બે ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતાર્યાં છે. શક્તિસિંહ ગોહિલને પહેલા વોટ મળશે એટલે તેમની રાજ્યસભા માટે જીત થવી નિશ્ચિત છે. પરંતુ ભરતસિંહ સોલંકીની જીતનું ભવિષ્ય ધારાસભ્યોના રાજીનામાને કારણે અદ્ધરતાલ છે. 

કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ જીતુ ચૌધરી પ્રથમ વખત સામે આવ્યા, કર્યાં ખુલાસા 

કોંગ્રેસમાંથી રાજીનામા આપનાર આવા નેતાઓની યાદી પર નજર કરીએ તો.... 

  • નિમાબેન આચાર્ય 
  • છબીલ પટેલ
  • જશાભાઇ બારડ
  • રાજેન્દ્ર ચાવડા
  • પ્રભુ વસાવા
  • પરેશ વસાવા
  • કુવરજી હળપતિ
  • શંકર વારલી
  • દેવજી ફતેપરા
  • અનિલ પટેલ
  • રાઘવજી પટેલ 
  • ધર્મેન્દ્ર સિંહ જાડેજા
  • પ્રહ્લાદ પટેલ
  • તેજશ્રીબેન પટેલ
  • કરમશીભાઇ પટેલ
  • અમિત ચૌધરી
  • બળવંતસિંહ રાજપુત
  • મહેન્દ્રસિંહ વાઘેલા
  • રામસિંહ પરમાર
  • માનસિંહ ચૌહાણ
  • સી કે રાઉલજી 
  • છનાભાઇ ચૌધરી
  • ભોળાભાઇ ગોહિલ
  • વિઠ્ઠલ રાદડીયા
  • જયેશ રાદડીયા
  • નરહરી અમીન
  • દલસુખ પ્રજાપતિ
  • ઉદેસિંહ બારીયા
  • નટવરસિંહ પરમાર
  • કુવરજી બાવળિયા
  • આશાબેન પટેલ
  • પુરુષોત્તમ સાબરીયા
  • જવાહર ચાવડા
  • અલ્પેશ ઠાકોર 
  • ધવલસિંહ ઝાલા

 જેવા ધારાસભ્ય અને પુર્વ ધારાસભ્યોનો સમાવેશ થાય છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news