‘કોંગ્રેસ એક નેતા જાહેર કરે તો સારું, બે મોટા નેતાઓ વચ્ચે ભાજપના ત્રણેય નેતાઓ જીતી ગયા’

રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર થતા જ ગુજરાતમાં રાજકારણનું જોર વધવા લાગ્યું છે. આજે સવારથી જ કોંગ્રેસના નેતાઓની રાજીનામાની અટકળો ચાલી રહી છે. ત્યારે ગુજરાતના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, રાજ્યસભાની ચૂંટણી જાહેર થઈ, વિધાનસભા ચાલુ હતી. કોઈ વ્યક્તિ રાજ્યમાં સંક્રમિત હતું નહિ, એ વખતે કોંગ્રેસના ધારાસભ્યો રાજસ્થાન જતા રહ્યા. તે સમયે વિધાનસભા પણ વહેલી પૂરી કરી. ત્યારે પણ કોંગ્રેસ જયપુર હતી. ગત વખતે અહેમદભાઈ ચૂંટણી લડતા હતા, ત્યારે આખા દેશની કોંગ્રેસ એક બની હતી. કોંગ્રેસે અરીસામાં જોવું જોઈએ. ભૂતકાળમાં કોંગ્રેસ સમયે ક્રોસ વોટિંગથી ભાજપના ઉમેદવારો જીત્યાના દાખલા છે. હું કોંગ્રેસને પૂછવા માગીશ કે, રાજપા કેવી રીતે બન્યું. કોણે તોફાન કર્યા હતા. માઇક કોણે ફેંક્યા હતા. 2007માં ભાજપના ધારાસભ્યને લઈ જવાનો પ્રયાસ થયો હતો. જે લઈ ગયા હતા કેમ લઈ ગયા હતા એ જવાબ આપે. પહેલા કોંગ્રેસ 2013માં ચૂંટણી ન હતી, પણ કેટલાક ધારાસભ્ય કેમ કોંગ્રેસ છોડીને ગયા હતા. 
‘કોંગ્રેસ એક નેતા જાહેર કરે તો સારું, બે મોટા નેતાઓ વચ્ચે ભાજપના ત્રણેય નેતાઓ જીતી ગયા’

અતુલ તિવારી/અમદાવાદ :રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર થતા જ ગુજરાતમાં રાજકારણનું જોર વધવા લાગ્યું છે. આજે સવારથી જ કોંગ્રેસના નેતાઓની રાજીનામાની અટકળો ચાલી રહી છે. ત્યારે ગુજરાતના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, રાજ્યસભાની ચૂંટણી જાહેર થઈ, વિધાનસભા ચાલુ હતી. કોઈ વ્યક્તિ રાજ્યમાં સંક્રમિત હતું નહિ, એ વખતે કોંગ્રેસના ધારાસભ્યો રાજસ્થાન જતા રહ્યા. તે સમયે વિધાનસભા પણ વહેલી પૂરી કરી. ત્યારે પણ કોંગ્રેસ જયપુર હતી. ગત વખતે અહેમદભાઈ ચૂંટણી લડતા હતા, ત્યારે આખા દેશની કોંગ્રેસ એક બની હતી. કોંગ્રેસે અરીસામાં જોવું જોઈએ. ભૂતકાળમાં કોંગ્રેસ સમયે ક્રોસ વોટિંગથી ભાજપના ઉમેદવારો જીત્યાના દાખલા છે. હું કોંગ્રેસને પૂછવા માગીશ કે, રાજપા કેવી રીતે બન્યું. કોણે તોફાન કર્યા હતા. માઇક કોણે ફેંક્યા હતા. 2007માં ભાજપના ધારાસભ્યને લઈ જવાનો પ્રયાસ થયો હતો. જે લઈ ગયા હતા કેમ લઈ ગયા હતા એ જવાબ આપે. પહેલા કોંગ્રેસ 2013માં ચૂંટણી ન હતી, પણ કેટલાક ધારાસભ્ય કેમ કોંગ્રેસ છોડીને ગયા હતા. 

તેમણે કોંગ્રસના આરોપોનો જવાબ આપતા કહ્યું કે, ભાજપના ધારાસભ્ય અમારા સંપર્કમાં છે એવું કોંગ્રેસ કહે છે, શેના માટે સંપર્કમાં હતા એ કહો. જે કોંગ્રેસ છોડીને ભાજપમાં રાજીનામા આપીને જોડાયા. અક્ષયભાઈએ રાજીનામુ આપ્યું છે. એમના અધ્યક્ષ કહે છે કે એ અમારી સાથે છે. તમે લોકોને ગુમરાહ કરો છો. તમારા ઝઘડા, તોફાન... અહેમદભાઈને સાચવી શકો છો. પ્રિયંકાજી, સોનિયાજી અને રાહુલ દેશમાં નિષ્ફળ સાબિત થયા છે. 2022 અને 24માં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કોંગ્રેસ જીતી શકે તેવી નથી. આ સ્થિતિમાં કોંગ્રેસના આક્ષેપ હું ફગાવું છું. ભાજપમાંથી કોઈ એમના સાથે આવે તો રાજીવ ગાંધી ભવનથી મોટી વાતો કરે છે. કોંગ્રેસના આક્ષેપ કાયમ થતા રહ્યા છે, કોંગ્રેસને સલાહ આપીશ કે ત્રણેય બેઠક જીતીશું.

તેમણે વધુમાં જણાવ્યું કે, દેશમાં બે ત્રણ એમના જૂથ ચાલે છે, કોણ કોનો ભાગ હશે એ જોવું રહે. કોંગ્રેસ રાજ્યસભા હારશે એટલે પાયાવિહોણી વાતો કરી રહ્યા છે. માત્ર ટ્વિટ અને નિવેદન કરી કોઈની પર નાખવાનો પ્રયાસ પાયાવિહોણો છે. પહેલા કોંગ્રેસ તેમનો ઇતિહાસ જુએ, ડૂબતી નાવડી છોડીને સૌ કોઈ સેફ થાય છે. કોંગ્રેસ ડૂબતી નાવડી છે. એમના લોકોને એ સાચવી શકે એ સ્થિતિ હવે તેમની રહી નથી. નેતૃત્વ, આવડત અને કુશળતા વિહોણી કોંગ્રેસ બની છે. હજુ ત્યાં શુ થશે, કેટલું થશે, એમના ઝઘડાનું પરિણામ શુ આવશે એ જોવું રહ્યું. કોંગ્રેસ એક નેતા રાખે એક નેતા જાહેર કરે તો સારું. બે મોટા નેતાઓ વચ્ચે ભાજપના ત્રણેય નેતાઓ જીતી ગયા છે. કોંગ્રેસ પોઇન્ટના કેલ્ક્યુલેશન કરે. ખોટું ન બોલે. તો અમે આજે ત્રીજા ઉમેદવારને પણ ભાજપના વિજય મળ્યો છે.

મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને વિધાનસભાની ચૂંટણીમાં મારા ઉમેદવાર ઉતારીશ : શંકરસિંહ વાઘેલા   

રાજ્યસભાની ચૂંટણી વિશે તેઓએ કહ્યું કે, Btp અને ncp ના મતમાં ncp નો મત ભાજપને મળશે એવું કાંધલભાઈએ કહ્યું છે. 7 બેઠકોની પેટાચૂંટણી હવે થશે, ખર્ચ પણ થશે. ખર્ચની મર્યાદામાં આ ચૂંટણી થતી હોય છે. કેટલાક મદદ કરે છે જો કોંગ્રેસને ખ્યાલ છે તો એ કેમ રોકી નથી શકતા. કોંગ્રેસના આક્ષેપ પાયાવિહોણા છે. પહેલા કહેતા હતા હવે આજે જાહેરાત કરો જેમને જાવું હોય એ જાય ઢોલ નગારા વગાડીને કમલમ મુકવા આવશું. રાજીનામા આપનાર 7 લોકો આવશે તો તેમને ભાજપમાં આવકારીશ. જો કે હાલ કોઈ ચર્ચા આ મુદ્દે તેમાંથી કોઈ સાથે થઈ નથી. અમારા વિચારો સાથે એ લોકો જોડાય છે, અમે એમના વિચારો સાથે જોડાતા નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news