ગ્રીન રંગના નિશાન સાથે ખૂલ્યા શેરબજાર, સેન્સેક્સ ફરી 34,000 ને પાર

અનલોક 1.0 શરૂ થવાની સાથે જ માર્કેટમાં આશા અને લીલા રંગનું નિશાન બંને નજર આવી રહ્યાં છે. આ સમગ્ર સપ્તાહમાં માર્કેટ સતત વધારાની સાથે વેપાર કરતુ દેખાઈ રહ્યું છે. આજે સવારે માર્કેટ ખૂલતાની સાથે જ માર્કેટમાં તેજી આવવા લાગી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે સેન્સેક્સ 126 અંકના વધારાની સાથે 34,235 પર વેપાર કરી રહ્યું છે. તેજીનો માહોલ અન્ય માર્કેટમાં પણ દેખાઈ રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શેરો પર આધારિત નિફ્ટી પમ 37 અંકની તેજી સાથે 10548 પર વેપાર કરી રહ્યું છે. 

ગ્રીન રંગના નિશાન સાથે ખૂલ્યા શેરબજાર, સેન્સેક્સ ફરી 34,000 ને પાર

ઝી મીડિયા/બ્યૂરો :અનલોક 1.0 શરૂ થવાની સાથે જ માર્કેટમાં આશા અને લીલા રંગનું નિશાન બંને નજર આવી રહ્યાં છે. આ સમગ્ર સપ્તાહમાં માર્કેટ સતત વધારાની સાથે વેપાર કરતુ દેખાઈ રહ્યું છે. આજે સવારે માર્કેટ ખૂલતાની સાથે જ માર્કેટમાં તેજી આવવા લાગી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે સેન્સેક્સ 126 અંકના વધારાની સાથે 34,235 પર વેપાર કરી રહ્યું છે. તેજીનો માહોલ અન્ય માર્કેટમાં પણ દેખાઈ રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શેરો પર આધારિત નિફ્ટી પમ 37 અંકની તેજી સાથે 10548 પર વેપાર કરી રહ્યું છે. 

મોડી રાત્રે પડેલા ભારે વરસાદે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં અંધાધૂંધી સર્જી 

આ વચ્ચે વેપારીઓ માટે વન નેશનલ વન એગ્રી માર્કેટ (One Nation – One Agri Market) નો માર્ગ મોકળો કરતા કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે એપીએમસી માર્કેટોને બહાર બાધામુક્ત વેપાર કરવાની પરમિશન આપનાર અધ્યાદેશને મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે, કૃષિ ઉત્પાદન વેપાર અને વાણિજ્ય અધ્યાદેશ, 2020 (The Farming Produce Trade and Commerce (Promotion and Facilitation) Ordinance), રાજ્ય સરકારોને માર્કેટ બહાર કરવામાં આવેલ કૃષિ ઉપજના વેચાણ અને ખરીદી પર કર લગાવવાથી રોકે છે. તેમજ ખેડૂતોને લાભકારી મૂલ્ય પર પોતાની વસ્તુ વેચવાની સ્વતંત્રતા આપે છે. 

કોંગ્રેસીઓએ કર્યો Sonu Sood નો વિરોધ, કહી દીધા BJP એજન્ટ 

મંત્રીમંડળના નિર્ણયની જાહેરાત કરતા કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, હાલ એપીએમસી માર્કેટ કામ કરવાનું ચાલુ રાખશે. રાજ્ય એપીએમસી કાયદો યથાવત રહેશે. પરંતુ માર્કેટની બહાર અધ્યાદેશ લાગુ થશે. તેમણે કહ્યું કે, અધ્યાદેશ મૂળ રૂપથી એપીએમસી માર્કેટ યાર્ડ બહાર વધુ વેપારની તકો પેદા કરવા માટે છે, જેથી વધુ પ્રતિસ્પર્ધાને કારણે ખેડૂતોને લાભકારી મૂલ્ય મળી શકે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news