28 may news News

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય કમિટીની બેઠક યોજાઈ, ગુજરાતને ફરીથી ધબકતુ કરવા ચર્ચા કરાઈ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વૈશ્વિક મહામારી કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ની સ્થિતી બાદ રાજ્યમાં આર્થિક પુનનિર્માણ પગલાં અને રાજકોષિય-ફિઝકલ પૂનર્ગઠનની ભલામણો માટે પૂર્વ કેન્દ્રીય નાણાં સચિવ ડો. હસમુખ અઢિયાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી છે. આ ઉચ્ચસ્તરીય કમિટીની બેઠક મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાઇ હતી. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કૃષિ મંત્રી આર.સી. ફળદુ, મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ તેમજ ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ પણ આ બેઠકમાં જોડાયા હતા. 6 સભ્યોની આ સમિતિમાં વિવિધ આર્થિક ક્ષેત્રના પ્રતિષ્ઠિત જે તજ્જ્ઞોનો પણ સમાવેશ કરાયો છે, તેમાં વિજય રૂપાણીએ આ સમિતીમાં IIM અમદાવાદના પૂર્વ પ્રાધ્યાપક પ્રો. રવિન્દ્ર ધોળકીયા, જાણીતા ટેક્સ કન્સલટન્ટ મુકેશ પટેલ, ફાયનાન્સીયલ એકસપર્ટ પ્રદીપ શાહ, પૂર્વ આઇ.એ.એસ. અધિકારી કિરીટ શેલત અને સભ્ય સચિવ તરીકે GIDCના એમ.ડી. એમ. થેન્નારસનની નિયુક્તિ કરી છે. 
May 28,2020, 14:27 PM IST
ચમત્કારો સર્જનાર ચુંદડીવાળા માતાજીને ભક્તોએ ભારે હૃદય સાથે અંતિમ વિદાય આપી
May 28,2020, 14:08 PM IST
રાજકોટમાં કોરોના 100ને પાર, લોકલ સંક્રમણ નહિ અટકે તો કોરોના રંગીલા રાજકોટ માટે ચિંતા
May 28,2020, 11:44 AM IST
આજથી ગુજરાતમાં ધોરણ-12 સાયન્સની માર્કશીટનું વિતરણ શરૂ
આજથી ધોરણ 12 સાયન્સની માર્કશીટ સહિત તમામ પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાની શાળામાંથી માર્કશીટ, કેરેક્ટર સર્ટિફિકેટ, બોનાફાઈટ સર્ટિફિકેટ, ટ્રાયલ સર્ટિફિકેટ, ડોમિસાઈલ સર્ટિફિકેટ અને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલસી મેળવી શકશે. શિક્ષણ વિભાગના દિશા-નિર્દેશો મુજબ તકેદારી રાખવા શાળાઓએ તૈયારીઓ કરી લીધી છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય, વિદ્યાર્થીઓ ફરજીયાત માસ્ક પહેરે અને શાળા પર સેનેટાઇઝરની વ્યવસ્થા કરવા તેવી કડક સૂચનાઓ તમામ શાળાઓને શિક્ષણ વિભાગે આપી છે. માર્કશીટ આપવા માટે 10-10 ના ગ્રુપમાં વિદ્યાર્થીઓને બોલાવવા માટે સ્કૂલોને આદેશ આપવામાં આવ્યો છે. અડધા અડધા કલાકના અંતરે વિદ્યાર્થીઓને ફોન કરીને શાળાઓએ બોલાવવાના રહેશે. વિદ્યાર્થીઓના ગ્રુપ ફોટો, રાસ ગરબાનું આયોજન શાળામાં ન થાય તેવી સ્પષ્ટ સૂચના અપાઈ છે. 
May 28,2020, 9:07 AM IST
ભરૂચ : રમઝાનની ઉજવણી કરવા હજારો લોકો નર્મદા કાંઠે એકઠા થયા, પોલીસ આવતા નાસભાગ મચી
May 28,2020, 8:13 AM IST

Trending news