રાજકોટમાં કોરોના 100ને પાર, લોકલ સંક્રમણ નહિ અટકે તો કોરોના રંગીલા રાજકોટ માટે ચિંતાજનક બની શકે છે

રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસ આંક 100 ને પાર  થઈ ગયો છે. રાજકોટ શહેરમાં વધુ 3 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અમીનમાર્ગ, પ્રદ્યુમનનગર અને કેવલમ સોસાયટીમાંથી આ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ આંક 83 પર પહોંચ્યો છે. તો રાજકોટ જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જામવાડી GIDC ગોંડલ ખાતે 18 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજસ્થાનથી આવેલ યુવાનનો રિપોર્ટ પોઝિટિ આવ્યો છે. રાજકોટ શહેરના 83 અને ગ્રામ્યના 20 મળી કોરોના કુલ પોઝિટિવ આંક 103 પહોંચી ગયો છે.

રાજકોટમાં કોરોના 100ને પાર, લોકલ સંક્રમણ નહિ અટકે તો કોરોના રંગીલા રાજકોટ માટે ચિંતાજનક બની શકે છે

રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટમાં આજે વધુ 6 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા કોરોના પોઝિટિવ આંક 100 ને પર થઇ ચૂક્યો છે. આજ રોજ રાજકોટ શહેર અને ગ્રામ્યમાં કુલ 3-3 મળી 6 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. રાજકોટ શહેરના 3 કોરોના પોઝિટિવ પૈકી 2 મહિલા અમદાવાદથી પરત આવી જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે કે, અન્ય 1 મહિલા બુટલેગર નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગઇકાલે પ્રદ્યુમન નગર પોલીસે મહિલાને ઘેર દેશી દારૂની રેડ કરી હતી, બાદમાં રિપોર્ટ કરાવતા તેનો રિપોર્ટ પોઝિટિવ જાહેર થતા પ્રદ્યુમન નગર પોલીસ મથકના PSI સહિત 5 કર્મીને હોમ ક્વોરેન્ટાઈન રહેવા સૂચના આપવામાં આવી છે.

ભરૂચ : રમઝાનની ઉજવણી કરવા હજારો લોકો નર્મદા કાંઠે એકઠા થયા, પોલીસ આવતા નાસભાગ મચી

તો રાજકોટ ગ્રામ્યમાં કોટડા સંઘાણી તાલુકામાં એક યુવક અને એક યુવતીને કોરોના ટેસ્ટ પોઝિટિવ જાહેર થયો છે. જ્યારે જામવાડી GIDC ગોંડલમાં એક રાજસ્થાનથી મજૂરી કામ કરવા આવેલ યુવાનનો રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો છે. ઉલ્લેખનીય છે કે, ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ અને પત્રકાર પર હુમલો કરનાર આરોપી પૈકી એક આરોપી કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો છે.

દક્ષિણ ગુજરાત પર વાવાઝોડું ત્રાટકે તો 500 કરોડનુ નુકસાન થવાની ભીતિ 

રાજકોટ મહાનગર પાલિકામાં અત્યાર સુધી કુલ 83 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્યમાં 22 કોરોના પોઝિટિવ મળી કુલ આંક 105 પર પહોંચ્યો છે. ગરકય વિસ્તારમાં મોટાભાગે અન્ય જિલ્લામાંથી આવેલ વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા છે, જ્યારે શહેરમાં આજે પણ આરોગ્ય વિભાગ લોકલ સંપર્કથી થયેલ કોરોના સંક્રમણ અટકાવવા નિષફળ સાબિ થયું છે. શહેરના જાગનાથ પ્લોટ વિસ્તારમાંથી આવેલ 2 દર્દી, સાધુ વાસવાણી રોડ પર યુવતી અને આજે જંક્શન ગાયકવાડી વિસ્તારમાં મહિલા બુટલેગરની કોઈ કોન્ટેક્ટ કે ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવા છતાં પોઝિટિવ કેવી રીતે આવ્યો તે શોધવા તંત્ર નીષ્ફળ નિવડ્યું છે. ત્યારે હવે આ લોકલ સંક્રમણ શોધી અટકાવવું ખૂબ જ જરૂરી છે. નહિ તો કોરોનાનું ઘેલું સંક્રમણ રંગીલા રાજકોટ માટે ચિંતાજનક સાબિત થઈ શકે તેમ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news