કોરોનાએ લોકોની કામ કરવાની શૈલી બદલી નાંખી, અમદાવાદના હેરકટિંગ સલૂનના આ દ્રશ્યો છે મોટો પુરાવો

કોરોના વાઈરસે લોકોનું જીવન ધડમૂળથી બદલી નાખ્યું છે. ત્યારે લોકડાઉન 4મા કેટલાક ધંધા વ્યવસાય શરૂ કરવાની પરમિશન આપવામાં આવી છે. ત્યારે વાત કરીએ અમદાવાદના સલૂનની, કે  કોરોનાએ કેવી રીતે અહીંની કામ કરવાની શૈલી બદલી નાંખી. જ્યાં ગ્રાહકો ફરતા જોવા મળતા ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ચુસ્તપણે પાલન થતુ થઈ ગયું છે. 

ઉદય રંજન/અમદાવાદ :કોરોના વાઈરસે લોકોનું જીવન ધડમૂળથી બદલી નાખ્યું છે. ત્યારે લોકડાઉન 4મા કેટલાક ધંધા વ્યવસાય શરૂ કરવાની પરમિશન આપવામાં આવી છે. ત્યારે વાત કરીએ અમદાવાદના સલૂનની, કે  કોરોનાએ કેવી રીતે અહીંની કામ કરવાની શૈલી બદલી નાંખી. જ્યાં ગ્રાહકો ફરતા જોવા મળતા ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ચુસ્તપણે પાલન થતુ થઈ ગયું છે. 
 

1/3
image

દ્રશ્યોમાં જુઓ કે કેવી રીતે જ્યારે ગ્રાહક સલૂનમાં એન્ટ્રી કરે છે તો સૌથી પહેલાનું તેનું બોડી ટેમ્પરેચર માપવામા આવી રહ્યું છે. ત્યાર બાદ આખું બોડી સેનેટાઈઝ કરવામાં આવી રહ્યું છે.  ત્યાર બાદ હાથ પણ સેનેટાઈઝ કરવામા આવી રહ્યાં છે. બાદમા શોઝ કેપ પહેરાવવામા આવે છે અને ત્યાર બાદ આ કોઈ ગ્રાહકને પ્રવેશ આપવામાં આવે છે. 

2/3
image

આ દ્રશ્યો જોઈ ગ્રાહકોને પહેલા તો એવુ જ લાગે છે કે, તે કોઈ હોસ્પિટલમાં કે પછી ઓપરેશન થિયેટરમાં પ્રવેશ કરી રહ્યો હશે. અમદાવાદના નહેરુનગર ખાતે આવેલા હેર કટિંગ સલૂનમાં કોરોનાને પગલે આવી ખાસ સુવિધા મૂકવામાં આવી છે.  

3/3
image

સલૂનના મલિક પહેલા ગ્રાહકની ચિંતા કરે છે. જેને પગલે ગ્રાહક માટે આ તમામ સગવડ ઉભી કરાઈ છે. જેને લઈને સલૂનના ખર્ચમાં પણ વધારો થયો છે. ત્યારે સલૂનના માલિકોએ હેર કટિંગ સહિતના કામમા ભાવ વધારો પણ કરવાની ફરજ પડી છે. ત્યારે ગ્રાહકોને ભાવ વધારા સામે કોઈ જ વાંધો પણ નથી. કેમ કે, આ બાબત તેમની સલામતી સાથે જોડાયેલી છે.