અમદાવાદનો વધુ એક બ્રિજ આવ્યો વિવાદમાં, બ્રિજમાં લાઈટ મુકવાનું રહી ગયું, અધિકારીઓએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન

અમદાવાદ મહાનગર પાલિકા જે કામ કરે તેમાં વિવાદ હંમેશા થતો રહે છે. મનપાના અધિકારીઓ કઈ બેદરકારીથી કામ કરે છે તેનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. અમદાવાદમાં એક બ્રિજ બનાવાયો પરંતુ તેની અંદર લાઈટ મુકવાનું ભૂલી ગયા છે. 

 અમદાવાદનો વધુ એક બ્રિજ આવ્યો વિવાદમાં, બ્રિજમાં લાઈટ મુકવાનું રહી ગયું, અધિકારીઓએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન

અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ વિકાસના કામમાં કોઈ ભૂલ ન કરે તો કેમ ચાલે?...વિકાસના કામ તો શહેરમાં અનેક થાય છે પરંતુ તેમાં ભ્રષ્ટાચાર અને અણઆવડતનું એવું કામ કરે કે ખર્ચો વધી જાય....થોડા સમય પહેલા જ ઘુમામાં બનાવેલો બ્રિજ વિવાદમાં આવ્યો હતો...ત્યાં વધુ એક અંડરબ્રિજ એવો બનાવ્યો છે કે જેમાં લાઈટો જ નથી નાંખી....ત્યારે ફરી કેવી રીતે AMCના અધિકારીઓએ ફૂંક્યું બુદ્ધીનું દેવાળું?...જુઓ આ અહેવાલમાં..

વિકાસનું સરખું કામ ક્યારે કરશે AMC?
સુવિધાના કામથી કેમ ઉભી થાય છે દુવિધા?
કેમ આયોજન વગરના કામ કરે છે અધિકારીઓ?
ભ્રષ્ટાચાર માટે જાણી જોઈને થાય છે આવું કામ?
વધુ કયા બ્રિજની બનાવટ મામલે થયો વિવાદ?

અમદાવાદ શહેરમાં વિકાસના કામ તો અનેક થઈ રહ્યા છે. પરંતુ દરેક કામમાં કોઈને કોઈ ભૂલ તો હોય જ છે. પછી એ બ્રિજનું કામ હોય કે રોડનું કામ...તેમાં કંઈ કંઈ અણઆવડતનો નમુનો તો જોવા મળે જ...હવે તમે અમદાવાદ મહાનગરપાલિકાએ ડી કેબિનથી ચેનપુર જવાના રસ્તા પર બનાવેલો આ અંડરબ્રિજ જુઓ...આ બ્રિજમાં અનેક ક્ષતિઓ જોવા મળી રહી છે...કરોડોના ખર્ચે બનાવેલા આ બ્રિજમાં લાઈટો જ નથી મુકવામાં આવી.

બ્રિજની અંદર દિવસે પણ નીકળીએ તો અંધારુ લાગે...તો પછી રાતના સમયે વાહનચાલકો નીકળશે કેમ?...તંત્રના અધિકારીઓને એટલી સામાન્ય સમજણ નહીં પડી હોય?...રોડ આ બ્રિજમાંથી 20 હજારથી વધુ વાહનો પસાર થાય છે...જો કોઈ અકસ્માત સર્જાયો કે પછી કોઈ દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ રહેશે?

આ અંડરબ્રિજમાં ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ છે. પરંતુ કોઈ પણ રોકટોક વગર અનેક ભારે વાહનો પસાર થઈ રહ્યા છે. વાહનચાલકો બ્રિજના કામમાં મોટા પાયે વહીવટ થયો હોવાનો આરોપ લગાવી રહ્યા છે...

અમદાવાદમાં એવા ઘણા બ્રિજ અને અન્ય વિકાસના કામો છે. જેમાં અમદાવાદ કોર્પોરેશન હોય કે પછી તંત્રના કોઈ અન્ય અધિકારી...ઘણીવાર આ હોશિયાર અધિકારીઓએ પોતાની બુદ્ધીનું દેવાળું ફૂંક્યું છે. ફરી એક વખત અહીં બુદ્ધીનું પ્રદર્શન કરાયું છે. સામાન્ય સમજણ વગરના આ અધિકારીઓનો જ્યારે અમે સંપર્ક સાધ્યો તો તેમણે કંઈક પણ કહેવાનો ઈન્કાર કરી દીધો હતો...હવે એ જોવાનું રહેશે કે ક્યારે બ્રિજમાં લાઈટની વ્યવસ્થા કરવામાં આવે છે?...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news