27 મેના સમાચાર News

બિયારણના વધુ રૂપિયા વસૂલતી કંપની સામે કાર્યવાહી કરાશે : કુંવરજી બાવળિયા
ગુજરાત રાજ્યની કેબિનેટ કક્ષાની આજ રોજ બેઠક મળી હતી. આ બેઠકમાં રાજકોટની કલેક્ટર કચેરી ખાતેથી વીડિયો કોન્ફરન્સ મારફતે કેબિનેટ કક્ષાના મંત્રી જયેશ રાદડીયા અને કુંવરજી બાવળિયા જોડાયા હતા. લોકડાઉનના પગલે કેબિનેટની બેઠક વીડિયો કોન્ફરન્સ મારફત કરવામાં આવી રહી છે. આજે રાજકોટ ખાતે વીડિયો કોંફોરન્સ મારફત કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ કુંવરજીભાઇ બાવળીયા મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોઈ પણ જગ્યાએ પીવાના પાણીની મુશ્કેલી ન સર્જાઇ તે માટે સૂચના આપવામાં આવી છે. ખાસ કરી ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં પીવાના પાણી ની અછત હતી ત્યાં અધિકારીઓને સાથે રાખી પીવાના પાણી વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત મોટાભાગના વિસ્તારમાં પાઇપલાઇન મારફત પાણી આપવામાં આવે છે અને જ્યાં પાઇપલાઇન ન હોય ત્યાં ટેન્કરથી પાણી પહોંચાડવા નિર્ણય કરવામાં આવ્યો છે. 
May 27,2020, 13:47 PM IST
કોરોનાના કેસ વધતા વડોદરામાં કન્ટેઈનમેન્ટ ઝોનનો આંકડો 90થી વધીને 120 પર પહોંચ્યો
વડોદરામાં ગઈકાલે કોરોનાના વધુ 31 પોઝિટિવ કેસ નોંધાયા છે. 151 સેમ્પલમાંથી 31 કેસ પોઝિટિવ આવ્યા છે. આ સાથે જ વડોદરા (Coronavirus) માં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 904 થઈ ગઈ છે. કોરોનાના કારણે ગઈકાલે 4 દર્દીઓના મોત પણ થયા હતા. કોરોનાથી અત્યાર સુધી શહેરમાં કુલ 42 દર્દીઓના મોત થયા છે. ત્યારે વડોદરા (vadodara) માં કોરોનાના કેસ વધતા કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યામાં વધારો થયો છે. 90થી વધી 120 વિસ્તાર કન્ટેઈનમેન્ટ ઝોનમાં સામેલ કરાયા છે. કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 904 થઈ જતા અને કન્ટેઈનમેન્ટ ઝોન વધતાં પાલિકાએ વિસ્તારો સીલ કર્યાં છે. તેમજ આવિસ્તારોમાં લોકડાઉનમાં મળેલી છૂટછાટો પણ બંધ કરાવી છે.
May 27,2020, 9:01 AM IST
કેસ 100ને પાર જતા સાબરકાંઠામાં તંત્રએ ગણિત માંડ્યું, જિલ્લા બહારના દર્દીઓને યાદીમાંથ
May 27,2020, 8:04 AM IST

Trending news