પતિ-પુત્ર સાથે મુંબઈથી પરત ફરેલી બોટાદની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ
Trending Photos
રઘુવીર મકવાણા/બોટાદ :સૌરાષ્ટ્રના બોટાદમાં આજે વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. 56 વર્ષના વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બરવાળાના ચોકડી ગામના વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. હાલ તેઓને ભાવનગર સર.ટી હોસ્પિટલમાં આઇસીયુમાં ખસેડવામાં આવ્યા છે. આ વૃદ્ધ મુંબઈથી પરત આવ્યા હતા. બોટાદમાં હાલ બે કેસ હાલ સારવાર હેઠળ છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ કેસ 58 નોંધાયા છે.
ઓછા કેસ દર્શાવવા ગુજરાત સરકારનું ગતકડું, કોરોનાના ટેસ્ટ ઘટાડી દીધા
મુંબઈથી પતિ અને પુત્ર સાથે પરત ફર્યા હતા મહિલા
બોટાદમાં ચોકડી ગામે આવેલ વૃદ્ધના પોઝિટિવ કેસ મામલે તંત્ર દોડતું થયું છે. બરવાળાના ચોકડી ગામે 1 કેસ પોઝિટિવ આવતા સમગ્ર વિસ્તારને કન્ટેઈનમેન્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તાલુકા પંચાયત ટીમ, આરોગ્ય તેમજ પોલીસ વિભાગની ટીમ દ્વારા વિસ્તારને કન્ટેઈનમેન્ટ કરવાની કામગીરી તાત્કાલિક શરૂ કરાઈ છે. બરવાળા તાલુકાના ચોકડી ગામના 56 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. આ મહિલા થોડા દિવસ પહેલા મુંબઈથી પતિ અને પુત્ર સાથે પરત ફર્યા હતા. 12 દિવસ પહેલા આવેલ મહિલાનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. જેને પગલે તેમના પતિ અને પુત્રને ક્વોરેન્ટાઈન કરાયા છે. આમ જિલ્લામાં વધુ એક કેસનો વધારા સાથે બોટાદ જીલ્લામાં કુલ કેસ 58 થયા છે. જેમાં 2 એક્ટિવ કેસ છે. જ્યારે કે, એક 55 વર્ષીય દર્દી સારવાર બાદ સ્વસ્થ થયા છે.
રાજકોટમાં કુલ 99 કેસ
ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં આજે વધુ એક કોરોના પોઝિટિવ નોંધાયો છે. હોટસ્પોટ જંગલેશ્વર વિસ્તારમાં રહેતા 53 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ રાજકોટ શહેરમાં પોઝિટિવ આંક 81 પર પહોંચ્યો છે. શહેરના 81 અને ગ્રામ્યના 18 મળી કુલ કોરોના પોઝિટિવ આંક 99 થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે