Syed Mushtaq Ali Trophy: સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ચેમ્પિયન બન્યું કર્ણાટક, તામિલનાડુને આપી રોમાંચક હાર
Syed Mushtaq Ali Trophy: સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં કર્ણાટક ચેમ્પિયન બન્યું છે. રોમાંચક બનેલ આ મેચમાં કર્ણાટકે તામિલનાડુને એક રનથી પરાજય આપ્યો હતો. દેશની સૌથી મોટી ટી-20 ટુર્નામેન્ટમાં કર્ણાટકે મેદાન માર્યું છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટના પાવર હાઉસ કર્ણાટકે (Karnataka) દેશની સૌથી મોટી ટી-20 ટુર્નામેન્ટ જીતી લીધી છે. રવિવારે સૈયદ મુસ્તાક અલી ટ્રોફી (Syed Mushtaq Ali Trophy) પોતાને નામ કરી છે. મનીષ પાંડેની ટીમે આ ટી-20 ટુર્નામેન્ટની ફાઇનલમાં તમિલનાડુને (Tamil Nadu) હરાવ્યું હતું. સુરતમાં રમાયેલ આ મેચ ઘણી જ રોમાંચક બની હતી. જેમાં કર્ણાટકે એક રનથી જીત મેળવી હતી. કર્ણાટક ગત વર્ષે પણ ચેમ્પિયન રહ્યું હતું.
તમિલનાડુએ રવિવારે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની (Syed Mushtaq Ali Trophy 2020) ફાઇનલમાં ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ લીધી હતી. કર્ણાટકે પહેલા બેટીંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 180 રન બનાવ્યા હતા. જેના જવાબમાં તમિલનાડુની ટીમ માત્ર એક રન માટે રહી ગઇ હતી. જીતનો કોળીયો છેલ્લા બોલે છીનવાયો હતો. આખરી ચાર બોલમાં પાંચ રન કરવાના હતા પરંતુ માત્ર 3 રન જ બનાવી શકી હતી.
કર્ણાટકની આ 40 દિવસની બીજી મોટી જીત છે. 25 ઓક્ટોબરે વિજય હજારે ટ્રોફી પણ પોતાને નામ કરી હતી. સંજોગોવસાત વિજય હજારે ટ્રોફીની ફાઇનલ પણ કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે જ રમાઇ હતી. જેમાં કર્ણાટકે 60 રનથી જીત મેળવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે