ICC Test Ranking: ભારતના સ્ટાર સ્પિનર આર અશ્વિને ધમાલ મચાવી, ICC ટેસ્ટ રેન્કિંગમાં બન્યો નંબર-1 બોલર

Latest ICC Test Rankings: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે લેટેસ્ટ ટેસ્ટ બોલિંગ રેન્કિંગની જાહેરાત કરી છે. જેમાં ભારતનો દિગ્ગજ સ્પિનર આર અશ્વિન નંબર-1 ટેસ્ટ બોલર બની ગયો છે. 

ICC Test Ranking: ભારતના સ્ટાર સ્પિનર આર અશ્વિને ધમાલ મચાવી, ICC ટેસ્ટ રેન્કિંગમાં બન્યો નંબર-1 બોલર

દુબઈઃ Latest ICC Test Rankings: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ લેટેસ્ટ ટેસ્ટ બોલિંગ રેન્કિંગ (ICC Test Rankings) જારી કર્યું છે. આ રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાનો એક ખેલાડી નંબર વન ટેસ્ટ બોલર બની ગયો ચે. આ ભારતીય બોલરે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનને (James Anderson)પાછળ છોડી દીધો છે. 

ટેસ્ટમાં નંબર-1 બોલર બન્યો આર અશ્વિન
આઈસીસીના લેટેસ્ટ ટેસ્ટ બોલિંગ રેન્કિંગ (ICC Test Rankings) માં ટીમ ઈન્ડિયાનો દિગ્ગજ સ્પિનર આર અશ્વિન (R Ashwin)દુનિયાનો નંબર વન બોલર બની ગયો છે. તે આ સમયે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ રમી રહ્યો છે. 36 વર્ષીય આર અશ્વિને પ્રથમવાર 2015માં નંબર-1 ટેસ્ટ બોલર બનવાનું સન્માન હાસિલ કર્યું હતું. હવે આઠ વર્ષ બાદ અશ્વિન ફરી ટેસ્ટમાં નંબર એક બોલર બની ગયો છે. અશ્વિને ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ બે ટેસ્ટ મેચમાં શાનદાર બોલિંગ કરીને રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. 

India's star spinner has replaced James Anderson at the top of the @MRFWorldwide ICC Men's Test Bowling Rankings 👏

— ICC (@ICC) March 1, 2023

ઓલરાઉન્ડરોના લિસ્ટમાં પણ અશ્વિનનો જલવો
આર અશ્વિનની પાસે ઓસ્ટ્રેલિયા સામે સિરીઝની બાકી બંને ટેસ્ટમાં સારૂ પ્રદર્શન કરી નંબર-1ની ખુરશી પર લાંબા સમય સુધી કબજો કરવાની તક છે. આર અશ્વિન બોલિંગની સાથે-સાથે ઓલરાઉન્ડરોના લિસ્ટમાં પણ બીજા સ્થાને છે. તો બોલરોમાં રવિન્દ્ર જાડેજા આઠમાં સ્થાને પહોંચી ગયો છે. જાડેજાએ દિલ્હી ટેસ્ટમાં 10 વિકેટ હાસિલ કરી હતી. જસપ્રીત બુમરાહ ચોથા સ્થાન પર પહોંચી ગયો છે. 

આર અશ્વિનના શાનદાર આંકડા
આર અશ્વિને ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 90 ટેસ્ટ મેચ રમી છે. આ મેચોમાં આર અશ્વિને અત્યાર સુધી કુલ 463 વિકેટ હાસિલ કર્યાં છે. તે ટેસ્ટમાં ભારતનો સૌથી સફળ બોલર છે. અશ્વિને ટીમ ઈન્ડિયા માટે 113 વનડે અને 65 ટી20 મેચ રમી છે. વનડેમાં અશ્વિનના નામે 151 વિકેટ અને ટી20 મેચમાં 72 વિકેટ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news