Mumbai: ભેળસેળવાળા દૂધથી શિવલિંગને નુકસાન? બાબુલનાથ મંદિરમાં હવે ફક્ત પાણી ચડાવવાની મંજૂરી
મુંબઈના ઈષ્ટદેવ ગણાતા બાબુલનાથ મંદિરના શિવલંગને કેમિકલયુક્ત અબીલ, ચંદન, દૂધથી નુકસાન થઈ રહ્યું હોવાના મીડિયા રિપોર્ટસ છે. મંદિર ટ્રસ્ટે શિવલિંગને ક્ષતિથી બચાવવા માટે આઈઆઈટી મુંબઈથી સર્વે કરાવીને મદદ લીધી છે. મંદિર ટ્રસ્ટ આઈઆઈટી બોમ્બેના રિપોર્ટની રાહ જુએ છે.
Trending Photos
મુંબઈના ઈષ્ટદેવ ગણાતા બાબુલનાથ મંદિરના શિવલંગને કેમિકલયુક્ત અબીલ, ચંદન, દૂધથી નુકસાન થઈ રહ્યું હોવાના મીડિયા રિપોર્ટસ છે. મંદિર ટ્રસ્ટે શિવલિંગને ક્ષતિથી બચાવવા માટે આઈઆઈટી મુંબઈથી સર્વે કરાવીને મદદ લીધી છે. મંદિર ટ્રસ્ટ આઈઆઈટી બોમ્બેના રિપોર્ટની રાહ જુએ છે. રિપોર્ટમાં શિવલિંગના સંરક્ષણને લઈને જે પણ સૂચન આપવામાં આવશે તેના પર વિચાર વિમર્શ બાદ ટ્રસ્ટ નિર્ણય લેશે. મંદિર ટ્રસ્ટે તમામ શિવભક્તોને અપીલ કરી છે કે દર્શન માટે જ્યારે તેઓ આવે ત્યારે મંદિર ટ્રસ્ટ તરફથી અપાયેલા નિર્દેશોનું પાલન કરે. હાલ મંદિરમાં દુગ્ધાભિષેકની મંજૂરી નથી.
શ્રી બાબુલનાથ મંદિર ચેરિટિઝના અધ્યક્ષ નિતિન ઠક્કરે કહ્યું કે કોરોનાકાળથી મંદિરમાં દુગ્ધાભિષેક બંધ છે. મંદિરના પૂજારીઓએ 8થી 10 મહિના જોયુ કે શિવલિંગને કેમિકલ યુક્ત વસ્તુઓથી અનુષ્ઠાન કરવાના કરાણે ક્ષતિ પહોંચી રહી છે.
IIT B તૈયાર કરે છે રિપોર્ટ
પૂજારીઓની શંકાનું સમાધાન કરવા માટે મંદિર ટ્રસ્ટે આઈઆઈટી બોમ્બેથી સર્વેક્ષણ કરાવવાનો નિર્ણય લીધો. આઈઆઈટી બોમ્બેની ટીમ શિવલિંગના સંરક્ષણ પર સલાહ આપશે. રિપોર્ટ માર્ચ મહિનામાં આવી જાય તેવી આશા છે. તેમણે કહ્યું કે બાબુલનાથ મંદિરમાં મુંબઈકરોને આસ્થા છે. અમે શિવલિંગ પ્રત્યે ખુબ સંવેદનશીલ છીએ અને તેના સંરક્ષણ માટે દરેક શક્ય પગલાં લઈશું.
ક્ષતિ કેમ પહોંચી રહી છે
મંદિર સાથે જોડાયેલા લોકોના જણાવ્યાં મુજબ ભગવાન શિવના અનુષ્ઠાનમાં દૂધ, જળ, મધ, અબીલ, ગુલાલ, ચંદન, ભસ્મ, બિલ્વપત્ર, કનેરના ફૂલ, ધતૂરા વગેરે ચડાવવામાં આવે છે. બજારમાં ઉપલબ્ધ અબીર, ચંદન, ભસ્મમાં મિલાવટ અને કેમિકલ ભેળવેલું છે. દૂથમાં પણ કેલ્શિયમ હોય છે. આ કેમિકલ યુક્ત વસ્તુઓથી શિવલિંગને હાનિ પહોંચે તેવી આશંકા રહે છે.
350 વર્ષ જૂનું શિવલિંગ
બાબુલનાથ મુંબઈનું સૌથી પ્રમુખ શિવમંદિર છે. સદીઓ જૂના શિવલિંગને નુકસાન પહોંચતું અટકાવવા માટે આઈઆઈટી બોમ્બથી વિશેષજ્ઞ રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે. 350 વર્ષ જૂના અવશેષોમાં અપક્ષયના લક્ષણ જોવા મળી રહ્યા છે. જેના કારણે મંદિરના અધિકારીઓએ દૂધ, રાખ, ગુલાલ અને વિવિધ પ્રસાદના 'અભિષેક' (અર્પણ) પર અંકુશ લગાવ્યો છે. માત્ર પાણીની મંજૂરી છે.
બાબુલનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નિતિન ઠક્કરે કહ્યું કે વારસાગત શિવલિંગ 350 વર્ષ જૂનું છે. નિયમિત રીતે પૂજા કરનારા અમારા પૂજારીઓએ હાલમાં જ ક્રેક જોઈ અને અમને સતર્ક કર્યા. IIT ના વિશેષજ્ઞોએ સાઈટનું નીરિક્ષણ કર્યું અને એક પ્રાથમિક રીપોર્ટ તૈયાર કર્યો જેમાં ભેળસેળવાળા પદાર્થોના સતત પ્રભાવથી થતા નુકસાન તરફ ઈશારો કરવામાં આવ્યો. થોડા દિવસની અંદર સંપૂર્ણ રીપોર્ટ આવે તેવી આશા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે