Babar Azam Fastest 2000 T20 Runs: બાબર આઝમે વિરાટ કોહલીનો વધુ એક રેકોર્ડ તોડ્યો, ટી20માં પૂરા કર્યા બે હજાર રન
Babar Azam Fastest 2000 T20 Runs: 26 વર્ષીય બાબરે 46 બોલમાં 52 રન બનાવ્યા. તેણે આ દરમિયાન પાંચ ચોગ્ગા પટકાર્યા હતા. ત્રીજી ટી20 મેચ પહેલા બે હજાર રન પૂરા કરવા બાબરને 17 રનની જરૂર હતી.
Trending Photos
હરારેઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ (Babar Azam) એ રવિવારે સિરીઝના ત્રીજા ટી20 મુકાબલામાં ઝિમ્બાબ્વે (Pakistan VS Zimbabwe 3rd T20) વિરુદ્ધ પોતાના નામે મોટી સિદ્ધિ હાસિલ કરી છે. બાબર ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 2000 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.
આ દરમિયાન બાબરે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ને પાછળ છોડી દીધો છે. બાબરે આ સિદ્ધિ 54મી મેચની 52મી ઈનિંગમાં હાસિલ કરી છે. ક્રિકેટના નાના ફોર્મેટમાં બે હજાર કે તેથી વધુ રન બનાવનાર બાબર ઓવરઓલ 11મો બેટ્સમેન બની ગયો છે.
Babar Azam becomes the fastest batsman to 2000 T20I runs 🔥
He has taken only 52 innings to achieve the feat!#ZIMvPAK pic.twitter.com/cJT2HkYScg
— ICC (@ICC) April 25, 2021
આ મુકાબલામાં 26 વર્ષીય બાબરે 46 બોલમાં 52 રન બનાવ્યા. તેણે આ દરમિયાન પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. ત્રીજી ટી20 મેચ પહેલા બાબરે 2000 રનના આંકડા પર પહોંચવા માટે 17 રનની જરૂર હતી. તે પાંચમી ઓવર પૂરી થયા બાદ ક્રીઝ પર આવ્યો જ્યારે શરજીલ ખાન 18 રન બનાવી આઉટ થયો હતો. બાબરે 13મી ઓવરમાં બે હજાર રનનો આંકડો પાર કર્યો હતો.
corona crisis: શોએબ અખ્તરના સમર્થનમાં આવી અભિનેત્રી સ્વરા ભાસ્કર, કહી આ વાત
વિરાટે 56મી ઈનિંગમાં 2000 રન બનાવ્યા હતા
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બે હજારનો આંકડો 56મી ઈનિંગમાં હાસિલ કર્યો હતો. આ લિસ્ટમાં ત્રીજા નંબર પર ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન આરોન ફિન્ચ છે. ફિન્ચે 62 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમ અને ઓપનર માર્ટિન ગુપ્ટિલે ક્રમશઃ 66મી અને 68મી ઈનિંગમાં બે બજારનો આંકડો પાર કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે