રાજકોટનાં વાતાવરણમાં નાટકીય પલટો, વરસાદી વાતાવરણથી ઉકળાટ, નાગરિકો બેચેન બન્યા
Trending Photos
રાજકોટ : જિલ્લામાં એક તરફ કોરોના કહેર છે તો બીજી તરફ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સવારથી જ શહેર અને જિલ્લામા વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. જો કે બપોર બાદ આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાય છે. શહેરમાં ઘેઘુર વાતાવરણ સર્જાય છે.
કોરોનામાં આખો પરિવાર સંક્રમિત થયાની સ્થિતિમાં કાંધિયા પણ ભાડે રાખવા પડે છે
વરસાદી માહોલ છવાતા વાતાવરણમાં ઠંડક પ્રસરે છે. જેના કારણે લોકોને ગરમીમાં રાહત અનુભવી રહ્યા છે. ખીરસરા ગામમાં વરસાદી ઝાપટું વરસતા રસ્તાઓ પલળ્યાં હતા. આ ઉપરાંત ખેડૂતોની સ્થિતી કફોડી થઇ છે. તોફાની વરસાદનાં કારણે જેટલી વરસાદથી નુકસાની નથી તેટલી નુકસાની હવાનાં કારણે થઇ રહ્યું છે. કોરોનાના કેસ વધી રહ્યા છે તેવી સ્થિતીમાં આ વાતાવરણ કોરોનાને વધારે ભયાનક બનાવે તેવી સ્થિતી પેદા થઇ છે.
સૌરાષ્ટ્રમાં છેલ્લા એક અઠવાડીયાથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત અલગ અલગ વિસ્તારમાં રોજ રોજ વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે પણ સૌરાષ્ટ્ર કચ્છમાં પવન સાથે વરસાદ પડી શકે છે. તેવી આગાહી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં જસદણ, આટકોટ, ધોરાજી, ગોંડલ પંથકમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જો કે હવમાન વિભાગનાં અનુસાર રાજકોટમાં આગામી બે દિવસ સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે