માત્ર MS Dhoni જ નહીં, પરંતુ આ 3 ખેલાડી IPL 2023 બાદ લઈ શકે છે સંન્યાસ, લિસ્ટમાં મેચ ફિનિશરનું નામ પણ સામેલ

આઈપીએલ 2023 બાદ એવા કેટલાક ખેલાડીઓને લઈને આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ તેની છેલ્લી સીઝન હોઈ શકે છે. સીએસકે ટીમના કેપ્ટન એમએસ ધોની સાથે ક્યા ખેલાડીઓની આગામી સીઝન રમવી મુશ્કેલ લાગે છે, આવો જાણીએ. 

માત્ર MS Dhoni જ નહીં, પરંતુ આ 3 ખેલાડી IPL 2023 બાદ લઈ શકે છે સંન્યાસ, લિસ્ટમાં મેચ ફિનિશરનું નામ પણ સામેલ

નવી દિલ્હીઃ Top 3 Cricketers Who May Take Retirement After IPL 2023: ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝનનો રોમાંચ દરરોજ વધી રહ્યો છે. અત્યાર સુધી રમાયેલી 26 મેચમાં ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી છે. આ લીગમાં ઘણા યુવા અને સીનિયર ખેલાડીઓએ બેટ અને બોલથી શાનદાર પ્રદર્શન કરતા ફેન્સના દિલ જીત્યા છે, પરંતુ કેટલાક એવા ખેલાડી પણ છે જેને લઈને આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ તેની છેલ્લી આઈપીએલ સીઝન હોઈ શકે છે. 

ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઈને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે કહેવામાં આવી રહ્યું છે કે આઈપીએલ 2023 ધોનીની છેલ્લી સીઝન છે. તેવામાં આ આર્ટિકલ દ્વારા અમે તમને એવા ખેલાડીઓ વિશે જણાવી રહ્યાં છીએ જેની આ છેલ્લી આઈપીએલ હોઈ શકે છે. 

1. અંબાતી રાયડૂ (Ambati Rayudu)
લિસ્ટમાં પ્રથમ નંબર પર છે ચેન્નઈ સુપર કિંગ્સના ખેલાડી અંબાતી રાયડૂનું નામ, જેણે આઈપીએલમાં કુલ 179 ઈનિંગ રમતા કુલ 4250 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને 22 અડધી સદી સામેલ છે. નોંધનીય છે કે આ સીઝનમાં રાયડૂએ 5 મેચમાં 74 રન બનાવ્યા છે. પરંતુ આ તેની છેલ્લી સીઝન હોઈ શકે છે. 

તેની જાણકારી રાયડૂએ એક ટ્વીટ કરી પાછલા વર્ષે આપી હતી. પરંતુ ત્યારબાદ તેણે ટ્વીટ ડિલીટ કરી દીધું હતું. પરંતુ હવે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે વર્તમાન સીઝન બાદ રાયડૂ સંન્યાસ લઈ શકે છે. 

2. અમિત મિશ્રા (Amit Mishra)
લિસ્ટમાં બીજા નંબર પર સ્પિનર અમિત મિશ્રાનું નામ છે. મિશ્રા વર્તમાનમાં લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમી રહ્યો છે. લેગ સ્પિનર મિશ્રાને કુંબલે બાદ શાનદાર સ્પિનર માનવામાં આવે છે, જેણે આઈપીએલ કરિયરમાં કુલ 169 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેનો ઇકોનોમી રેટ 7.35 રહ્યો છે. 

40 વર્ષની ઉંમરમાં પણ અમિત મિશ્રા શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. પરંતુ હવે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે વધતી ઉંમરને કારણે મિશ્રાની આ છેલ્લી સીઝન હોઈ શકે છે. 

3. દિનેશ કાર્તિક (Dinesh Karthik)
લિસ્ટમાં ત્રીજા નંબર પર ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટર દિનેશ કાર્તિકનું નામ છે, જેને ત્રણ વર્ષ બાદ ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ સીઝનમાં કાર્તિક આરસીબી માટે રમી રહ્યો છે, પરંતુ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી તેનું બેટ શાંત રહ્યું છે. દિનેશ કાર્તિકે આ વર્ષે પાંચ મેચમાં માત્ર 38 રન બનાવ્યા છે. તેવામાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ તેની છેલ્લી સીઝન હોઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news