IND vs NZ Final Live: WTC ફાઈનલમાં વરસાદથી ખલેલ, પહેલા દિવસની રમત ધોવાઈ
સાઉધમ્પ્ટનમાં વરસાદથી WTC ફાઇનલમાં ખલેલ પડી છે. અવિરત વરસાદને કારણે પહેલું સેશન ધોવાઇ જશે. WTC ફાઇનલના પહેલા જ દિવસે ચાહકો નિરાશ થયા છે
Trending Photos
નવી દિલ્હી: સાઉધમ્પ્ટનમાં વરસાદથી WTC ફાઇનલમાં ખલેલ પડી છે. અવિરત વરસાદને કારણે પહેલું સેશન ધોવાઇ જશે. WTC ફાઇનલના પહેલા જ દિવસે ચાહકો નિરાશ થયા છે. મેચ બપોરે 3 વાગ્યે (ભારતીય સમય) શરૂ થવાની હતી, પરંતુ હવામાનને કારણે સાઉધમ્પ્ટન પિચ ઢાંકી દેવામાં આવી છે અને ટોસમાં વિલંબ થઈ રહ્યો છે. ખરાબ હવામાનને કારણે ગુમાવેલા સમયની ભરપાઇ માટે આઈસીસીએ રિઝર્વ ડે રાખ્યો છે. આ મેચના મોટાભાગના સમય માટે સાઉધમ્પ્ટનમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ટીમ આ પ્રકારે છે
ભારત: રોહિત શર્મા, શુબમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, ઇશાંત શર્મા, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ અને વૃદ્ધિમાન સાહા.
ન્યુઝીલેન્ડ: કેન વિલિયમસન (કેપ્ટન), ટોમ બ્લંડેલ, ટ્રેન્ટ બોલ્ટ, ડેવોન કોનવે, કોલિન ડી ગ્રાન્ડહોમ, મેટ હેનરી, કાયલ જેમિસન, ટોમ લેથામ, હેનરી નિકોલ્સ, અજાઝ પટેલ, ટિમ સાઉથી, રોસ ટેલર, નીલ વેગનર, બી.જે. વોટલિંગ, વિલ યંગ.
ટીમ ઈન્ડિયા પાસે બદલો લેવાની તક
ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન અને ભારતના કેપ્ટન વિરાટ કોહલી સતત બીજી વખત આઈસીસી ઇવેન્ટની નોકઆઉટ મેચમાં એકબીજાની સામે ટકરાશે. વિરાટ કોહલી પાસે 2019 વર્લ્ડ કપના સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામેની હારનો બદલો લેવાની મોટી તક છે.
આ પણ વાંચો:- WTC Final: કેપ્ટન કૂલ કેન વિલિયમસનની સામે વિરાટ કોહલીની આક્રમકતાનો ટેસ્ટ, જાણો કોણ છે મજબૂત
ભારત અને ન્યુઝિલેન્ડ હેડ ટૂ હેડ રેકોર્ડ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 59 ટેસ્ટ મેચ રમવામાં આવી છે જેમાં ભારતે 21 મેચ જીતી છે અને 12 મેચ હારી છે. જોકે, ભારતે ઘરેલુ કિવિ ટીમ સામે 16 મેચ જીતી લીધી છે. ભારતે ન્યૂઝીલેન્ડમાં 25 ટેસ્ટ રમી છે, જેમાંથી તે 10 હારી ચુકી છે અને પાંચ મેચ જીતી ચૂકી છે. બંને ટીમો વચ્ચે ટાઇટલ મેચ તટસ્થ સ્થળે રમાવાની છે. ભારતને આશા છે કે તેને અહીં ઘર જેવું વાતાવરણ મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે