IND vs SL: ટીમ ઇન્ડીયાએ શ્રીલંકાને આપી અવિસ્મરણીય માત, સીરીઝમાં મેળવી 1-0 થી બઢત
ટીમ ઈન્ડિયા આજે ત્રણ મેચની સીરિઝની પ્રથમ T20માં શ્રીલંકા વિરૂદ્ધ રમાઇ હતી. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝનો સફાયો કર્યા બાદ ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝને ધૂળ ચટાડી છે. શ્રેણીની પ્રથમ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે શ્રીલંકાને 200 રનનો મોટો ટાર્ગેટ આપ્યો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા આજે ત્રણ મેચની સીરિઝની પ્રથમ T20માં શ્રીલંકા વિરૂદ્ધ રમાઇ હતી. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝનો સફાયો કર્યા બાદ ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝને ધૂળ ચટાડી છે. શ્રેણીની પ્રથમ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે શ્રીલંકાને 200 રનનો મોટો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ શ્રીલંકાઇ ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને ફક્ત 137 રન જ બનાવી શકી હતી.
શ્રીલંકાને એકતરફી હાર
ભારતીય ટીમ સામે 200 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમને 62 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં શ્રીલંકાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને ભુવનેશ્વર કુમારે ઈનિંગના પહેલા જ બોલ પર શ્રીલંકાને પહેલો ઝટકો આપ્યો હતો. આ પછી શ્રીલંકાની વિકેટો પડતી રહી. ભારત તરફથી ભુવનેશ્વર અને વેંકટેશ અય્યરે 2-2 વિકેટ ઝડપી હતી. બીજી તરફ રવિન્દ્ર જાડેજા અને યુઝવેન્દ્ર ચહલને એક-એક વિકેટ મળી હતી.
ઈશાન-અય્યરની શ્રેષ્ઠ બેટિંગ
આજની મેચમાં ફરી એકવાર કેપ્ટન રોહિત શર્મા અને ઈશાન કિશન ઓપનિંગ કરી રહ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ શ્રેણીમાં ફ્લોપ રહેલા ઈશાનનું બેટ આજે જોરદાર ગર્જના કરતું હતું. ઈશાનના બેટથી આજે 56 બોલમાં 89 રન થયા હતા અને તેણે 10 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. બીજી તરફ, શ્રેયસ અય્યરે માત્ર 28 બોલનો સામનો કરીને અણનમ 57 રન બનાવ્યા હતા. તેણે 5 ફોર અને 2 લોંગ ફટકાર્યા હતા. આ સિવાય કેપ્ટન રોહિતે પણ 44 રન બનાવ્યા હતા. આ સાથે જ જાડેજા 3 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.
જાડેજા-બુમરાહની વાપસી
રોહિત શર્માએ આજે શ્રીલંકા સામે મજબૂત ટીમ મેદાનમાં ઉતારી છે. ઘણા દિગ્ગજ ખેલાડીઓ આ ટીમમાં પાછા ફર્યા છે. ખાસ કરીને લાંબા સમય બાદ ફરી એકવાર તમામની નજર ઘાતક ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પર રહેશે. જાડેજાએ લાંબા સમય બાદ ભારતીય ટીમમાં એન્ટ્રી કરી છે. તે જ સમયે, વેસ્ટ ઈન્ડિઝ શ્રેણીમાં બહાર થયેલા જસપ્રિત બુમરાહની પણ વાપસી થઈ છે. આ સિવાય સંજુ સેમસનને ફરી એકવાર ટીમમાં જગ્યા આપવામાં આવી છે.
બંને ટીમોના પ્લેઇંગ 11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટ કિપર), શ્રેયસ ઐયર, સંજુ સૈમસન, દીપક હુડા, રવિન્દ્ર જાડેજા, વેંકટેશ ઐયર, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલ.
શ્રીલંકા: પથુમ નિસાનકા, કામિલ મિશારા, ચરિત અસલંકા, દિનેશ ચંદીમલ (વિકેટ કિપર), ઝેનિથ લિયાનાગે, દાસુન શનાકા (કેપ્ટન), ચમિકા કરુણારત્ને, જેફરી વેંડરસે, પ્રવીણ જયવિક્રમા, દુશમંથા ચમીરા, લાહિરુ કુમારા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે