ઓલિમ્પિક માટે ગુજરાતે બનાવ્યું ગોલિમ્પિક, આ શહેરમાં બનશે 3 હજાર મકાનોનું ઓલિમ્પિક વિલેજ

Olympic 2036 : ઓલિમ્પક 2036 ના આયોજન માટે SPV ને ગોલિમ્પિક નામ આપવામાં આવ્યું છે. અર્થાત ગુજરાત ઓલિમ્પિક પ્લાનિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ. આ શબ્દ સાથે ગુજરાત વૈશ્વિક સ્તરે સ્પોર્ટસ એક્ટિવિટી કરશે

ઓલિમ્પિક માટે ગુજરાતે બનાવ્યું ગોલિમ્પિક, આ શહેરમાં બનશે 3 હજાર મકાનોનું ઓલિમ્પિક વિલેજ

Sports News : ગુજરાત હવે ઓલિમ્પિકની તૈયારીમાં લાગી ગયું છે. ગુજરાતના આંગણે હવે ઓલિમ્પિક રમાશે. ત્યારે ગુજરાતમાં આ માટે આલિશાન તૈયારીઓ આરંભી દેવાઈ છે. ઓલિમ્પિક 2036 માટે એસપીવને ગોલિમ્પિક નામ આપવામાં આવ્યું છે. એટલુ જ નહિ, અહી ત્રણ હજાર મકાનોનું ભવ્ય ગામ બનશે. 

ગુજરાતમાં 2036 ના ઓલિમ્પિક માટે તૈયારીઓ આરંભી દેવાઈ છે. આ માટે ગુજરાત અત્યારથી જ તૈયારી કરી રહ્યું છે. ગુજરાત સરકારે ઓલિમ્પિક ગેમ્સ માટે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ એટલે કે SPV ની સ્થાપના કરી છે. જેની જાહેરાત ગુરુવારે કરવામાં આવી છે. ઓલિમ્પિકના આયોજન માટે રચાયેલી બે કમિટીઓને પહેલી બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર અને હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. આ બેઠકમાં અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી. 

જે મુજબ, ઓલિમ્પક 2036 ના આયોજન માટે SPV ને ગોલિમ્પિક નામ આપવામાં આવ્યું છે. અર્થાત ગુજરાત ઓલિમ્પિક પ્લાનિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ. આ શબ્દ સાથે ગુજરાત વૈશ્વિક સ્તરે સ્પોર્ટસ એક્ટિવિટી કરશે. 

ગોલિમ્પિક અંતર્ગત અમદાવાદમાં 3 હજાર મકાનોનું એક ગામ ઉભું કરવામાં આવશે. જે મોટેરા પાસે તૈયાર થશે. કુલ 236 એકરમાં આ ગામ બનીને તૈયાર થશે. મીટિંગમાં સ્પોર્ટસ એન્ક્લેવનો માસ્ટર પ્લાન પણ રજૂ કરાયો હતો. સાથે જ ગોલિમ્પિક SPV નું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. હવે પછી આ દ્વારા જ ઓલિમ્પિક ગેમ્સના આયોજન અને અમલીકરણ થશે. 

આ બેઠકમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે આકાર લઈ રહેલા સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટસ એન્ક્લેવના માસ્ટર પ્લાનનું બેઠકમાં પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જે ઓલિમ્પિકની તમામ રમતોનું મુખ્ય કેન્દ્ર બની રહેશે. મોટેરા ખાતે તૈયાર થનારા આ એન્ક્લેવમાં અંદાજે 4600 રૂપિયા કરોડનો ખર્ચો થશે. જ્યાં 93 લાખ ચોરસ ફૂટમાં 20 જેટલી સ્પોર્ટસનું આયોજન થઈ શકે તે પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news