ભારત-પાકિસ્તાનની મેચ જોવાનો ઉત્સાહ હોય તો આ રહી ટિકિટની તમામ માહિતી
India vs Pakistan World Cup 2023 : ભારત - પાકિસ્તાન વર્લ્ડ કપ મેચની ટીકીટ 3 સપ્ટેમ્બરથી મળશે. ભારત પાકિસ્તાન મેચ સિવાય અન્ય મેચની ટીકીટ મળવાની શરૂઆત 25 ઓગસ્ટથી થશે, જેના માટે 15 ઓગસ્ટથી રજીસ્ટ્રેશન શરૂ થશે
Trending Photos
ICC Cricket World Cup 2023 Tickets અતુલ તિવારી/અમદાવાદ : ભારતમાં 5 ઓક્ટોબરથી વર્લ્ડ કપ શરૂ થવાનું છે. આ માટે કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. પરંતુ આ ગેમમાં અસલી મજા ભારત-પાકિસ્તાન મેચમાં આવશે. હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળશે. ક્રિકેટ રસિકોમાં સૌથી વધુ ઉત્સાહ તો ભારત પાકિસ્તાન મેચમાં જ જોવા મળશે. તેથી તેની ટિકિટની વિગતો પણ આવી ગઈ છે. ભારત પાકિસ્તાનની મેચની ટિકિટનો ભાવ બે હજારથી લઈને એક લાખ સુધી પહોંચવાની શક્યતા છે.
ક્યારથી શરૂ થશે રજિસ્ટ્રેશન
ભારત - પાકિસ્તાન વર્લ્ડ કપ મેચની ટીકીટ 3 સપ્ટેમ્બરથી મળશે. ભારત પાકિસ્તાન મેચ સિવાય અન્ય મેચની ટીકીટ મળવાની શરૂઆત 25 ઓગસ્ટથી થશે, જેના માટે 15 ઓગસ્ટથી રજીસ્ટ્રેશન શરૂ થશે. ભારત - પાકિસ્તાન વર્લ્ડ કપ મેચની ટીકીટની કિંમત બે હજાર રૂપિયાથી શરૂ થવાની શક્યતા છે. પરંતું જુદા જુદા સ્ટેન્ડની ટીકીટ 2 હજારથી એક લાખ રૂપિયા સુધી રહેવાની શક્યતા છે.
ભારત - પાકિસ્તાન મેચની
- K, L, P, Q બ્લોકની ટીકીટ 2 હજાર રૂપિયા
- J, R ની 2500 રૂપિયા
- B, C, F, G ની 3500 રૂપિયા
- M, N ની 4 હજાર
- A, H ની 4500 રૂપિયા
- D, E ની 6 હજાર રૂપિયા
ઓલિમ્પિક માટે ગુજરાતે બનાવ્યું ગોલિમ્પિક, આ શહેરમાં બનશે 3000 મકાનોનું ઓલિમ્પિક ગામ
આ ઉપરાંત
- સાઉથ પ્રીમિયમ ઇસ્ટ અને વેસ્ટની ટીકીટ 10 હજાર રૂપિયામાં મળે તેવી શક્યતા
- ક્લબ પ્રેસિડેન્ટ ગેલેરીની ટીકીટ 25 હજાર રૂપિયા તેમજ 30 હજાર રૂપિયામાં રહેશે
- પ્રીમિયમ સ્યૂટ અને રિલાયન્સ એન્ડ બોક્સની ટીકીટ 75 હજાર રૂપિયા રહેશે
- ભારત - પાકિસ્તાન મેચની પ્રેસિડેન્સીયલ સ્યૂટ લેવલ 4ની ટીકીટ 1 લાખ રૂપિયા રહેશે
એજન્ટને મૂકો સાઈડમાં, કેનેડાના વિઝા માટે આટલુ કરો તો ઘર બેઠા મળી જશે વિઝા
ઈ-ટિકિટ નહિ ચાલે
14 ઓક્ટોબરના રોજ ભારત - પાકિસ્તાનની મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર છે. તો 5 ઓક્ટોબરથી શરૂ થનાર વર્લ્ડ કપનો સુધારા સાથે કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. ભારત - પાકિસ્તાન મેચ સહિત અમદાવાદમાં કુલ 5 મેચ રમાવાની છે. વર્લ્ડ કપની મેચમાં ઇ ટીકીટ ચાલશે નહીં, ઓનલાઈન ટીકીટ ખરીદનારે બોક્સ ઓફિસથી જ ટીકીટ ખરીદવી પડશે.
ભારત - પાકિસ્તાનની મેચની ટિકિટની કિંમત જેટલી જ કિંમત ફાઇનલ મેચ માટે રહેશે. વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદમાં જ રમાશે. આ સિવાય બાકીની ત્રણ મેચની ટિકિટની શરૂઆત 1 હજાર રૂપિયાથી લઈ 30 હજાર સુધી રહેશે. સાઉથ આફ્રિકા - બાંગ્લાદેશ મેચની ટીકીટ 500 રૂપિયામાં મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે