દિનેશ કાર્તિકે એક ઝાટકે તોડી નાંખ્યો MS ધોનીનો રેકોર્ડ, ટી20 ક્રિકેટમાં આવું કરનાર પ્રથમ ભારતીય

હાલ દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે પાંચ મેચોની ટી20 સીરિઝ ચાલી રહી છે. રાજકોટમાં રમાયેલી ચોથી ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાએ આફ્રિકાને 82 રનથી હરાવ્યું છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે તેમના સ્વભાવ મુજબ વિસ્ફોટક ઈનિંગ રમી. આ ઈનિંગની મદદથી દિનેશ કાર્તિકે મહેન્દ્ર સિંહ ધોનીનો એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. 
દિનેશ કાર્તિકે એક ઝાટકે તોડી નાંખ્યો MS ધોનીનો રેકોર્ડ, ટી20 ક્રિકેટમાં આવું કરનાર પ્રથમ ભારતીય

Dinesh Karthik: હાલ દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે પાંચ મેચોની ટી20 સીરિઝ ચાલી રહી છે. રાજકોટમાં રમાયેલી ચોથી ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાએ આફ્રિકાને 82 રનથી હરાવ્યું છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે તેમના સ્વભાવ મુજબ વિસ્ફોટક ઈનિંગ રમી. આ ઈનિંગની મદદથી દિનેશ કાર્તિકે મહેન્દ્ર સિંહ ધોનીનો એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. 

તોડ્યો ધોનીનો આ રેકોર્ડ
દિનેશ કાર્તિકે સાઉથ આફ્રિકા વિરુદ્ધ ચોથી ટી20 મેચમાં 27 બોલમાં 55 રન બનાવ્યા, જેમાં 9 ચોગ્ગા અને 2 ગગનચુંબી સિક્સર ફટકારી છે. તેમણે મેદાનના દરેક બાજુ સ્ટ્રોક ફટકાર્યા. દિનેશ કાર્તિકે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છઠ્ઠા અથવા તેનાથી પણ નીચલા ક્રમે બેટિંગ કરતા સૌથી મોટી ઈનિંગ રમનાર ભારતીય બની ગયો છે. તેના પહેલા આ રેકોર્ડ મહેન્દ્રસિંહ ધોનીના નામ પર હતો. ધોની એ સાઉથ આફ્રિકા વિરુદ્ધ વર્ષ 2018માં નંબર 6 પર બેટિંગ કરતા 52 રન બનાવ્યા હતા.

લગાવી કરિયરની પહેલી અડધી સેન્ચુરી
દિનેશ કાર્તિકે ટીમ ઈન્ડિયા માટે પોતાની પહેલી ટી20 મેચ વર્ષ 2006માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમી હતી. આ મેચમાં કાર્તિકે 31 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી અને મેન ઓફ ધ મેચ બન્યો હતો. વર્ષ 2018માં દિનેશ કાર્તિકે નિદહાસ ટ્રોફીની ફાઈનલમાં બાંગ્લાદેશ વિરુદ્ધ 8 બોલમાં 29 રન બનાવ્યા હતા. ત્યારે દિનેશ કાર્તિકને બીજો મેન ઓફ ધ મેચ એવોર્ડ મળ્યો હતો. જ્યારે, સાઉથ આફિકા વિરુદ્ધ દિનેશ કાર્તિકે પોતાના કરિયરની પહેલી અડધી સદી ફટકારી છે.

શાનદાર ફોર્મમાં છે કાર્તિક
દિનેશ કાર્તિક હાલ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે આઈપીએલમાં આરસીબીની ટીમને ઘણી મેચ જીતાડી. કાર્તિકના સારા ફોર્મને જોતા તેણે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું છે. જો તે સાઉથ આફ્રિકા વિરુદ્ધ સારું પ્રદર્શન ચાલું રાખશે તો દિનેશ કાર્તિકનું ટી20 વર્લ્ડકપમાં મોકો મળી શકે છે. દિનેશ કાર્તિક ટીમ આન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં રમી ચૂક્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news