એશિયન ગેમ્સ 2018: દીપા કર્મકાર અને દીપિકા કુમારીએ કર્યા નિરાશ

ભારતને આ બંન્ને ખેલાડીઓ પાસે મેડલની આશા હતી. 

એશિયન ગેમ્સ 2018: દીપા કર્મકાર અને દીપિકા કુમારીએ કર્યા નિરાશ

જકાર્તાઃ સ્ટાર જિમ્નાસ્ટ દીપા કર્મકાર એશિયન ગેમ્સમાં જિમનાસ્ટિકની વોલ્ટ સ્પર્ધાના ફાઇનલ માટે ક્વોલિફાઇ કરી શકી નથી. બે વર્ષ પહેલા રિયો ઓલંમ્પિકમાં વોલ્ટના ફાઇનલમાં સામાન્ય અંતરથી બ્રોન્ઝ મેડલ ચૂકેલી ત્રિપુરાની આ ખેલાડી 13.225 સ્કોરની સાથે ક્વોલિફિકેશન રાઉન્ડમાં આઠમાં સ્થાને રહી હતી. 

બીજીતરફ આર્ચરીમાં વિશ્વની પૂર્વ નંબર-1 તીરંદાજ દીપિકા કુમારીએ પણ નિરાશ કર્યા છે. વ્યક્તિગત રિકર્વમાં દીપિકા દસમાં સેટમાં ખરાબ શોટને કારણે 17માં નંબરે રહી, જ્યારે મહિલા ટીમ સાતમાં સ્થાને રહી હતી. દીપિકાએ 10મા સેટમાં માત્ર 19 અંક બનાવ્યા હતા. આ પહેલા કે સતત 28થી 30 વચ્ચે સ્કોર કરી રહી હતી. દીપિકાએ 72 તીરની સ્પર્ધામાં 649 અંક બનાવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news