CWC 2022: ચેમ્પિયન બનવા પર ઓસ્ટ્રેલિયા પર રૂપિયાનો વરસાદ, ભારતીય ટીમને મળી આટલી રકમ

Women's World Cup Prize Money: ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે ધમાકેદાર પ્રદર્શન કરતા વિશ્વકપનું ટાઇટલ જીતી લીધુ છે. ટીમે ફાઇનલ મેચમાં ઈંગ્લેન્ડને 71 રને હરાવ્યું છે. વિશ્વકપ જીતવાની સાથે કાંગારૂ ટીમ પર પૈસાનો વરસાદ થયો છે. 

CWC 2022: ચેમ્પિયન બનવા પર ઓસ્ટ્રેલિયા પર રૂપિયાનો વરસાદ, ભારતીય ટીમને મળી આટલી રકમ

ક્રાઇસ્ટચર્ચઃ ઓસ્ટ્રેલિયાની ટીમે રેકોર્ડ સાતમી વખત મહિલા વિશ્વકપનું ટાઇટલ પોતાના નામે કરી લીધુ છે. ફાઇનલ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને 71 રને પરાજય આપ્યોછે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 356 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ઈંગ્લેન્ડની ટીમે પણ સારી બેટિંગ કરી, પરંતુ તેની ટીમ 285 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે મેગ લેનિંગની આગેવાનીવાળી કાંગારૂ ટીમે ટૂર્નામેન્ટ પોતાના નામે કરી લીધી છે. 

ઓસ્ટ્રેલિયાની ઓપનિંગ બેટર એલિસા હીલીએ 170 રનની ઈનિંગ રમી હતી. ઈંગ્લેન્ડની ખેલાડીઓએ તેને જીવનદાન આપ્યું અને તેનો ફાયદો ઉઠાવતા હીલીએ વિશ્વકપ ફાઈનલના ઈતિહાસની સૌથી મોટી ઈનિંગ રમી. ઈંગ્લેન્ડ માટે મધ્યમક્રમની બેટર નતાલિ સિવરે અણનમ 148 રન બનાવ્યા હતા. પરંતુ અન્ય કોઈ ખેલાડીઓએ તેનો સાથ આપ્યો નહીં અને ઈંગ્લેન્ડને હાર મળી હતી. 

આ વખતે ટૂર્નામેન્ટ માટે વિજેતા ટીમની ઈનામી રકમ ડબલ કરી દેવામાં આવી હતી. 2017માં ઈંગ્લેન્ડને વિજેતા બનવા પર આશરે 5 કરોડ રૂપિયા મળ્યા હતા. તો આ વખતે ઓસ્ટ્રેલિયાને આશરે 10 કરોડ રૂપિયા મળ્યા છે. આ વખત ટૂર્નામેન્ટની કુલ પ્રાઇઝ મની 3.5 મિલિયન ડોલર એટલે કે આશરે 26.6 કરોડ રૂપિયા હતી. 2017માં કુલ પ્રાઇઝ મની 2 મિલિયન ડોલર હતી. ભારતીય ટીમ ગ્રુપ રાઉન્ડથી બહાર થઈ ગઈ હતી. ગ્રુપ રાઉન્ડમાં બહાર થનારી ટીમોને આશરે 53-53 લાખ રૂપિયા મળ્યા છે. 

આઈસીસી મહિલા વિશ્વકપ 2022 પુરસ્કાર વિજેતા, પુરસ્કાર રાશિની સાથે

ચેમ્પિયન્સઃ ઓસ્ટ્રેલિયા- 1.32 મિલિયન ડોલર (લગભગ 10 કરોડ રૂપિયા)

રનર્સ-અપઃ ઈંગ્લેન્ડ (600,000 ડોલર (લગભગ 4.5 કરોડ રૂપિયા)

સેમીફાઇનલમાં હારનારી ટીમઃ વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા- 300,000 ડોલર પ્રત્યેક (2.7 કરોડ રૂપિયા)

પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટઃ એલિસા હીલી (ઓસ્ટ્રેલિયા) - 9 મેચમાં 509 રન

પ્લેયર ઓફ ધ મેચ (ફાઇનલ)- એલિસા હીલી- 138 બોલમાં 170 રન

ગ્રુપ સ્ટેજથી બહાર થનારી ટીમઃ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ- 70 હજાર ડોલર પ્રત્યેક (લગભગ 53 લાખ રૂપિયા)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news