ટીમ ઇન્ડિયાના 24 કલાક: ધોની ટીમમાંથી બહાર અને વિરાટની સદી, એટલે કે વર્લ્ડ કપનો માર્ગ સરળ નથી
કોઇ ટીમના કેપ્તાન સદી ફટકારે, તેમ છતાં જો સંપૂર્ણ ટીમ 240 રન પર ઓલઆઉટ થઇ જાય તો તેમની ક્ષમતા પર સવાલ ઉભા થઇ શકે છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટમાં 26-27 ઑક્ટોબર દરમિયાન પસાર થયેલા 24 કલાક અત્યંત નિર્ણાયક બની રહ્યા છે. 26 ઓક્ટોબર રાત્રે 10:40 વાગે મહેન્દ્ર સિંહ ધોનીને ભારતની ટી-20 ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો, ત્યારે 27 ઓક્ટોબરની રાત્રે લગભગ 9:30 વાગે ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝની સામે હારી ગઇ હતી. આ તેજ ટીમ ઇન્ડિયા છે, જેનું પસંદગીકર્તા આવતા વર્ષે થઇ રહેલા વર્લ્ડ કપની ટીમના રૂપમાં જોઇ રહ્યા હતા. એટલા માટે આ હારને માત્ર એક મેચની હારના રૂપમાં જોવી ન જોઇએ. આ હારથી વર્લ્ડ કપનો ટીમનો માર્ગ નીકળી જાય છે.
બેસ્ટ પ્લેઇંગ-11ની સાથે રમીને પણ હારી ટીમ ઇન્ડિયા
ભારતીય ટીમ પુણેમાં રમાઇ ચુકેલી મેચમાં તેમની સંભવિત સૌથી શ્રેષ્ઠ આક્રમણ સાથે ઉતરી હતી. આ મેચમાં ટીમ ઇન્ડિયાના બન્ને બેસ્ટ ફાસ્ટ બોલર ભુવનેશ્વર અને બુમરાહ રમ્યા હતા. સ્પિન આક્રમણ બેસ્ટ રિસ્ટ સ્પિનરોં કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલે સંભાળ્યું હતું. ખલીલ અહમદ પણ વર્લ્ડ કપ સંભાવિતોમાં જોવા મળી રહ્યા છે. બેટિંગમાં ટોપ-3 રોહિત શર્મા, શિખર ધવન, અને વિરાટ કોહલીની પસંદગીથી લઈને ક્ષમતામાં ભાગ્યે જ કોઈના મનમાં શંકા થાય છે. ચોથા નંબર પર અંબાતી રાયડૂને ફીટ માનવમાં આવી રહ્યો છે. કોહલી તેની સતત પ્રસંશા કરી રહ્યો છે. છઠ્ઠા નંબર પર ધોનીને કેપ્તાન, ટીમ મેનેજમેન્ટથી લઇને પસંદગીકર્તા સુધીનું સમર્થન હાંસલ છે. એટલે કે, ટીમમાં માત્ર પાંચમાં નંબર (ઋષભ પંત)જ એવો છે, જેને પ્રથમ નજરમાં વર્લ્ડ કપની પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળતી દેખાઇ રહી નથી. કહી શકાય કે ટીમ ઇન્ડિયા તેમના સતત બેસ્ટ પ્લેઇંગ ઇલેવન થવા છતાં હારી છે.
મિડલ ઓર્ડરનું નિષ્ફળ થવું છે હારનું મુખ્ય કારણ
કોઇ ટીમના કેપ્તાન સદી ફટકારે, તેમ છતાં જો સંપૂર્ણ ટીમ 240 રન પર ઓલઆઉટ થઇ જાય તો તેમની ક્ષમતા પર સવાલ ઉભા થઇ શકે છે. આ હાર એટલા માટે ચિંતાજનક છે કેમ કે તેનું સૌથી મોટું કારણ મિડલ ઓર્ડરનું નિષ્ફળ થવું. ભારતીય ટીમ 25મી ઓવર સુધી 2 વિકેટ પર 134 રન બનાવી ચૂકી હતી. એટલે, આગળની 25 ઓવરમાં 150 રન કરવાના હતા અને આઠ વિકેટ હતી. બેટિંગની મદદગાર પિચ પર આ લક્ષ્ય મુશ્કેલ ન હતું. પરંતુ વિરાટ કોહલી (107) અને શિખર ધવન (35)ને છોડી કોઇપણ બેટ્સમેન 30 રન પણ નથી કરી શક્યા. મિડલ ઓર્ડર અને લોઅર ઓર્ડરના બેટ્સમેનની આ નાકામી ભારતની હાર નક્કી કરી ગઇ છે.
નંબર-4 પર ત્રણ વર્ષમાં 10 બેટ્સમેન રમ્યા
હકીકતમાં, ટીમ ઇન્ડિયાની મિડલ ઓર્ડરની નબળાઈ છેલ્લા ત્રણ વર્ષથી જેમની તેમ છે. ખાસકરીને નંબર-4ની ગુત્થીનું સમાધાન આવી રહ્યું નથી. ટીમ ઇન્ડિયા નંબર-4 પર 2015થી અત્યાર સુધીમાં 10 બેટ્સમેનની બદલી કરી ચુકી છે. આ બેટ્સમનેમાં એમએસ ધોની, અજિંક્ય રહાણે, દિનેશ કાર્તિક, યુવરાજ સિંહ, મનીષ પાંડે, હાર્દિક પાંડ્યા, કેદાર જાધવ, કેએલ રાહુલ, મનોજ તિવારી અને અંબાતી રાયડૂ શામેલ છે. રાયડૂએ હાલમાં જ કંઇક સતતતા દેખાઇ છે. પરંતુ તે જોવાનું બાકી છે કે તેને ક્યાં સુધી કાયમ રાખી શકે છે. અથવા ટીમ પ્રબંધન તેના પર ક્યાં સુધી ભરોસો બનાવી રાખે છે.
ધોનીને વર્ષની પ્રથમ ફિફ્ટીની શોધ
કેપ્તાન કોહલી, કોચ સાસ્ત્રી અને મુખ્ય પસંદગીકર્તા એમએસકે પ્રસાદ ત્રણેય કહી રહ્યાં છે કે મેહેન્દ્ર સિંહ ધોની આવતા વર્ષે વર્લ્ડ કપમાં રમી રહ્યો છે. આ ઉપરાંત ધોનીની રમત, ખાસકરીને બેટિંગ જ નક્કી કરશે કે તે વર્લ્ડ કપ ટીમમાં કેટલો ફિટ થાય છે. કોઇપણ ખેલાડીની જગ્યા તેની ફિટનેશ અને તેનું બેટિંગ ફોર્મ નક્કી કરે છે. ધોની સંપૂર્ણ રીતે ફિટ છે. વીજડીની ઝડપીએ સ્ટંપિંગ કરે છે. પરંતું રન?? તે બેટિંગમાં રન નથી બનાવી રહ્યો. તે 2018માં 18 મેચમાં 25.20ની સરેરાશથી માત્ર 252 રન બનાવી શક્યો છે. આ વર્ષે એકપણ સદી ફટકારી નથી. કદાચ ધોની પણ આ પ્રદર્શન સાથે વર્લ્ડ કપમાં જવા માંગશે નહીં. તેના માટે પ્લાનિંગ-બી અંતર્ગત તેમને ટી-20થી ડ્રોપ કરવામાં આવ્યો છે. જેથી ઋષભ ધવનને ટી-20 ટીમમાં વિકેટકીપર તરીકે જગ્યા મળી જાયે અને તે પ્લાન બી અંતર્ગત ધોનીની જગ્યા વન-ડે ટીમમાં ફિટ થઇ શકે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે