રાજકોટ: 1.60 લાખની ડુપ્લિકેટ ચલણી નોટો સાથે બે મહિલા સહિત 3ની ધરપકડ

શહેરના સરધાર પાસેથી પોલીસે મોટી સંખ્યામાં ડુપ્લિકેટ ચલણી નોટોનો જથ્થો ઝડપી પાડ્યો છે. આજી ડેમ પોલીસે 1.60 લાખથી પણ વધુની ડુપ્લિકેટ નોટોનો જથ્થો પકડી પાડ્યો છે. આ ઝડપેલા જથ્થામાં 2000 અને 500ના દરની નવી ચલણી નોટોનો સમાવેશ થાય છે. રાજકોટ શહેર પોલીસને આ મોટી સફળતા મળી છે. 

રાજકોટ: 1.60 લાખની ડુપ્લિકેટ ચલણી નોટો સાથે બે મહિલા સહિત 3ની ધરપકડ

સત્યમ હંસોરા/ રાજકોટ: શહેરના સરધાર પાસેથી પોલીસે મોટી સંખ્યામાં ડુપ્લિકેટ ચલણી નોટોનો જથ્થો ઝડપી પાડ્યો છે. આજી ડેમ પોલીસે 1.60 લાખથી પણ વધુની ડુપ્લિકેટ નોટોનો જથ્થો પકડી પાડ્યો છે. આ ઝડપેલા જથ્થામાં 2000 અને 500ના દરની નવી ચલણી નોટોનો સમાવેશ થાય છે. રાજકોટ શહેર પોલીસને આ મોટી સફળતા મળી છે. 

Rajkot

2000ની 83 અને 500ની 4 નોટો મળી 
અટકાયત કરવામાં આવેલા આરોપી પાસેથી 2000 હજારના દરની 83 નોટો અને 500ના દરની 4 નોટો મળી આવી છે. સાથે ડુપ્લિકેટ નોટો છાપવાનું કલર પ્રિન્ટર અને 8 કોરા કાગળો પણ મળી આવ્યા છે. ધરપકડ કરવામાં આવેલા તમામ આરોપી રાજકોટના જ અલગ-અલગ વિસ્તારોના રહેવાસી છે. આજી઼ડેમ પોલીસે ગુન્હો નોધી આ પ્રકરણમાં બીજા અન્ય કેટલા લોકો સંડોવળાયેલ છે. તે અંગેની તપાસ શરૂ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news