1 ફેબ્રુઆરી સુધી આ રાશિઓની ધન-સંપત્તિમાં થશે અપાર વધારો, શુક્ર નક્ષત્ર પરિવર્તનથી ચમકી જશે ભાગ્ય

વૈદિક જ્યોતિષ અનુસાર સુખ-વૈભવના સ્વામી શુક્ર ગ્રહ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના સ્વામી બૃહસ્પતિ છે.
 

ગ્રહ ગોચર 2025

1/5
image

વૈદિક પંચાગ અનુસાર ગ્રહ સમય-સમય પર પોતાની ચાલમાં ફેરફાર કરે છે. તમને જણાવી દઈએ કે શુક્રવાર 17 જાન્યુઆરી, 2025ની સવારે 7 કલાક 51 મિનિટ પર સુખ-વૈભવના સ્વામી શુક્ર શતભિષાથી નિકળી પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના સ્વામી દેવગુરૂ બૃહસ્પતિ છે. તેવામાં આ નક્ષત્ર પરિવર્તનની અસર દરેક રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ કેટલીક રાશિઓ એવી છે જેનું આ સમયે ભાગ્ય ચમકી શકે છે. સાથે ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે.

મીન રાશિ

2/5
image

તમારા લોકો માટે શુક્ર ગ્રહનું નક્ષત્ર પરિવર્તન લાભદાયક સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમારા વ્યક્તિત્વમાં નિખાર જોવા મળશે. સાથે વેપારમાં મોટો લાભ થશે અને રોકાણથી પણ ફાયદો થશે. કામના ક્ષેત્રમાં તમને મહેનતનું ફળ મળશે. નવી નોકરીની તક મળી શકે છે. તો આવકના નવા સોર્સ બની શકે છે. સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. તેને કોઈ પરીક્ષામાં સફળતા મળી શકે છે. તો કુંવારા લોકો માટે લગ્નનો યોગ બની રહ્યો છે. સ્વાસ્થ્ય સારૂ રહેશે. આ સાથે તમે વિચારેલી યોજનાઓ સફળ થશે.

વૃષભ રાશિ

3/5
image

શુક્ર ગ્રહનું નક્ષત્ર પરિવર્તન વૃષભ રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. આ સમયે તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. જે લોકો બેરોજગાર છે, તેને નોકરી મળી શકે છે. જીવનસાથી સાથે સંબંધ મજબૂત થશે. પ્રેમ સંબંધો મજબૂત બનશે. પરિવાર સાથે સમય પસાર કરવાની તક મળશે. સાથે આ સમયમાં મોટા-મોટા લોકો સાથે તમારા સંબંધ બનશે. આ સમયે તમે કામ-કારોબાર સંબંધિત યાત્રા કરી શકો છો, જે શુભ રહેશે.  

તુલા રાશિ

4/5
image

તમારા લોકો માટે શુક્ર ગ્રહનું નક્ષત્ર પરિવર્તન લાભકારી રહેશે. આ દરમિયાન તમે લક્ઝરી વસ્તુ ખરીદી શકો છો. જીવનસાથી સાથે તાલમેલ વધશે અને પ્રેમ સંબંધ વધુ મજબૂત થશે. કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. આ સમયે તમને ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. તમારી આવકમાં વધારો થશે. વેપારીઓને નવા ઓર્ડર મળી શકે છે, જેનાથી ધનલાભ થશે.

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.