Chandra Grahan 2023: વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ચાર રાશિઓ માટે બનશે સંકટનું કારણ, બચવા માટે કરો આ ઉપાય

Chandra Grahan 2023: જ્યોતિષ શાસ્ત્રીઓ અનુસાર આ ચંદ્ર ગ્રહણ ચાર રાશિના લોકોને અશુભ પરિણામ આપશે. કહેવામાં આ રાશિઓને જો ચંદ્રગ્રહણના ખરાબ પ્રભાવથી બચવું હોય તો વિશેષ ઉપાય કરી લેવા જોઈએ નહીં તો તેમને નુકસાન થઈ શકે છે.

Chandra Grahan 2023: વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ચાર રાશિઓ માટે બનશે સંકટનું કારણ, બચવા માટે કરો આ ઉપાય

Chandra Grahan 2023: શાસ્ત્રોમાં ગ્રહણને વિશેષ મહત્વ આપવામાં આવે છે. અલગ અલગ તિથિ પર સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થતા હોય છે. આ ગ્રહણ દરમિયાન જે વિશેષ યોગ સર્જાય છે તેના કારણે કેટલીક રાશિઓને લાભ થાય છે તો કેટલીક રાશિના લોકો ઉપર સંકટ છવાઈ જાય છે. આ વર્ષે 28 ઓક્ટોબરે રાત્રે ચંદ્રગ્રહણ થવાનું છે. આ ચંદ્ર ગ્રહણ 28 ઓક્ટોબરે રાત્રે 11.32 મિનિટથી શરૂ થશે અને જે 29 ઓક્ટોબરે વહેલી સવારે 3.36 મિનિટ સુધી ચાલશે.

જ્યોતિષ શાસ્ત્રીઓ અનુસાર આ ચંદ્ર ગ્રહણ ચાર રાશિના લોકોને અશુભ પરિણામ આપશે. કહેવામાં આ રાશિઓને જો ચંદ્રગ્રહણના ખરાબ પ્રભાવથી બચવું હોય તો વિશેષ ઉપાય કરી લેવા જોઈએ નહીં તો તેમને નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચો:

મેષ રાશિ

મેષ રાશિના લોકોને ચંદ્રગ્રહણથી સમસ્યા થઈ શકે છે આ સમય દરમિયાન તેમના કાર્યોમાં બાધા આવી શકે છે અને આવકમાં પણ ખર્ચના કારણે ઘટાડો થઈ શકે છે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે છે ગ્રહણના અશુભ પ્રભાવથી બચવા માટે કોઈપણ ઝાડમાં જળ અર્પણ કરવાનું શરૂ કરી દેવું.

કર્ક રાશિ

ચંદ્રગ્રહણના કારણે આ રાશિના લોકોને નોકરી અને વેપારમાં સમસ્યાઓ સહન કરવી પડી શકે છે. કાર્ય સ્થળ પર સહકારીઓ સાથે વિવાદ થઈ શકે છે અને પગાર મામલે પણ મનમાં ચિંતા રહેશે આવી સ્થિતિમાં ધીરજથી કામ લેવું અને ક્રોધ કરવાથી બચવું.

તુલા રાશિ

ચંદ્રગ્રહણની નકારાત્મક અસર તુલા રાશિના લોકો પર પણ પડશે. આ સમય દરમિયાન જીવનસાથી સાથેના સંબંધોમાં સમસ્યા થઈ શકે છે બાળકોના અભ્યાસ પર પણ અસર પડશે આવી સ્થિતિમાં મનને શાંત રાખવું અને બધા સાથે સારો વ્યવહાર કરવો. ગ્રહણના અશુભ પ્રભાવને દૂર કરવા માટે દૂધનું દાન કરવું.

આ પણ વાંચો:

વૃશ્ચિક રાશિ

આ રાશિના લોકો પર ચંદ્રગ્રહણનો ખરાબ પ્રભાવ પડી શકે છે તેમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે. આ સમય દરમિયાન શત્રુ તમારા પર હાવી થવાનો પ્રયત્ન કરશે આર્થિક સ્થિતિ પણ કથડી શકે છે. ગ્રહણની ખરાબ અસરથી બચવું હોય તો પિતાની સેવા કરો અને રોજ તેમને દૂધ પીવડાવવો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news