Winter Special: પાલક ડુંગળીના આ શાક સામે ફિક્કું લાગશે રેસ્ટોરન્ટનું જમવાનું, આંગળા ચાટી ચાટીને ખાશે લોકો


Palak Pyaz ki Sabji: શિયાળામાં જમવામાં ચટાકેદાર અને ગરમાગરમ વસ્તુઓ ખાવાની મજા આવે છે. આજે તમને આવા જ એક શાકની રેસિપી જણાવીએ. આ શાક ઘરે બનાવશો તો લોકો આંગળા ચાટી ચાટીને ખાશે અને વારંવાર આ શાક ખાવા માંગશે. 

Winter Special: પાલક ડુંગળીના આ શાક સામે ફિક્કું લાગશે રેસ્ટોરન્ટનું જમવાનું, આંગળા ચાટી ચાટીને ખાશે લોકો

Palak Pyaz ki Sabji: શિયાળામાં જો રાત્રે જમવામાં તીખું, ચટાકેદાર શાક હોય તો રોટલા સાથે જમવાની મજા પડી જાય. આજે તમને શિયાળામાં ખાવામાં જલસો પડી જાય એવા શાકની રેસિપી જણાવીએ. શિયાળાની ઋતુમાં પાલક સૌથી સારી મળે છે. આ પાલક અને ડુંગળીનું ચટાકેદાર શાક જો તમે આ રીતે બનાવશો તો ઘરના લોકો રેસ્ટોરન્ટના ભોજનનો સ્વાદ ભુલી જશે. 

પાલક અને ડુંગળીનું આ શાક બનાવવામાં સરળ છે અને ખૂબ જ ટેસ્ટી બને છે. આ શાક રોટલા, રોટલી, પરોઠા, ભાખરી, ખીચડી કોઈપણ વસ્તુ સાથે ખાઈ શકાય છે. જો તમે આ એક શાક બનાવશો બીજી કોઈ વસ્તુ બનાવવાની પણ જરૂર નહીં પડે. જે લોકો પાલક જોઈને મોઢું બગાડે છે તેઓ પણ આ શાક વખાણ કરતાં કરતાં ખાઈ લેશે. 

પાલક-ડુંગળીનું શાક બનાવવાની સામગ્રી

સમારેલી પાલક - 200 ગ્રામ
ડુંગળી - 3
ઝીણું સમારેલું લસણ - 2 ચમચી
કાશ્મીરી લાલ મરચું પાવડર - 1 ચમચી
હળદર - અડધી ચમચી
ધાણાજીરું પાવડર  - 2 ચમચી
તેલ - 3 ચમચી
લીંબુનો રસ
મીઠું સ્વાદ અનુસાર
ચણાની દાળ - 1 ચમચી
અડદની દાળ - 1 ચમચી
જીરું - 1 ચમચી
રાઈ - 1 ચમચી
સુકા આખા લાલ મરચાં - 2 
હીંગ - ચપટી
લીંબુનો રસ - જરૂર અનુસાર

પાલક ડુંગળીનું શાક બનાવવાની રીત

સૌથી પહેલા ડુંગળીને સમારી લો. એક મિક્સર જારમાં ડુંગળીમાં કાશ્મીરી મરચું ઉમેરી પેસ્ટ બનાવી લો.

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, અડદની દાળ, ચણાની દાળ, આખા લાલ મરચાં અને હીંગનો વઘાર કરો.

ત્યારબાદ તેમાં સમારેલું લસણ અને ડુંગળીની પેસ્ટ ઉમેરી બરાબર સાંતળો.

ડુંગળીનું પાણી બળી જાય અને તેલ છુટુ પડી જાય એટલે તેમાં હળદર પાવડર, ધાણાજીરું પાઉડર ઉમેરો,

2 મિનિટ પછી તેમાં ઝીણી સમારેલી પાલક ઉમેરી બરાબર મિક્સ કરી સ્વાદ મુજબ મીઠું ઉમેરો.

10 થી 15 મિનિટ શાકને ધીમા તાપે પકાવો અને પછી ગરમાગરમ સર્વ કરો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news