Shanidev: 27 વર્ષ બાદ શનિનો ગુરુના નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિવાળાને ભારે ધનહાનિના યોગ, સ્વાસ્થ્ય પર પડશે અસર! રહેજો સતર્ક

શનિદેવ એપ્રિલ 2025 સુધી ગુરુના નક્ષત્ર પૂર્વાભાદ્રપદમાં રહેશે. આવામાં 3 રાશિઓના જીવનમાં ભારે ઉથલપાથલ જોવા મળી શકે છે. જાણો આ રાશિઓ વિશે....

1/5
image

કર્મફળના દાતા શનિ એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિની સાથે સાથે નક્ષત્ર પરિવર્તન પણ કરે છે. જેની અસર તમામ 12 રાશિઓ પર પડે છે. શનિ જાતકોને પોતાના કર્મો પ્રમાણે ફળ આપે છે. આ જ કારણે તે ક્રૂર ગ્રહ પણ ગણાય છે. અત્રે જણાવવાનું કે શનિ એ વર્ષમાં એકવાર નક્ષત્ર પરિવર્તન કરે છે. આવામાં 27 નક્ષત્રોમાંથી પસાર થતા લગભગ 27 વર્ષ લાગે છે. અત્રે જણાવવાનું કે વર્ષ 2024ના અંત એટલે કે ડિસેમ્બર મહિનામાં શનિએ બૃહસ્પતિના નક્ષત્ર પૂર્વાભાદ્રપદમાં પ્રવેશ કર્યો હતો અને 28 એપ્રિલ 2025 સુધીમાં તે આ નક્ષત્રમાં રહેશે. શનિના પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં રહેવાથી કેટલીક રાશિઓને બંપર લાભ થઈ શકે તો કેટલાકે સંભાળીને રહેવાની જરૂર છે. જાણો કોની મુશ્કેલીઓ વધી શકે છે.   

કર્ક રાશિ

2/5
image

કર્ક રાશિના જાતકો માટે આ સમયગાળો લાભકારી નહી હોય. આ રાશિના જાતકોના જીવનમાં અનેક સમસ્યાઓ આવી શકે છે. અત્રે જણાવવાનું કે શનિ આ રાશિના આઠમા ભાવમં હશે. જ્યારે ગુરુ બૃહસ્પતિ છઠ્ઠા ભાવમાં છે. આવામાં આ રાશિના જાતકોએ અનેક રોગોનો સામનો કરવો પડી શકે છે. અપ્રત્યાશિત પરેશાનીઓ, તણાવ કે બાધાઓ આવી શકે છે. બેકારની બેચેનીથી પરેશાન થઈ શકો છો. માર્ચ 2025માં શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે. આવામાં આ રાશિના જાતકોની શનિની ઢૈય્યા શરૂ થઈ જશે. આવામાં સુખ સમૃદ્ધિની સાથે અનેક ખુશીઓ દસ્તક દઈ શકે છે. 

સિંહ રાશિ

3/5
image

આ રાશિના જાતકો માટે શનિનું પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં જવું થોડી મુશ્કેલીઓ વધારી શકે છે. આ રાશિના સાતમા ભાવમાં શનિ બિરાજમાન છે. આવામાં આ રાશિના જાતકો માર્ચ મહિના સુધી લાભ મેળવી શકે છે. પરંતુ મીન રાશિમાં જઈને શનિ આ રાશિના જાતકોને ધનહાનિ કરાવી શકે છે. સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. અપ્રત્યાશિત બાધાઓનો સામનો કરવો પડી શકે છે. પરિવાર, મિત્રો સાથે કોઈ વાતને લઈને તણાવ થઈ શકે છે. આ સાથે જ જીવનમાં અનેક પરેશાનીઓ આવી શકે છે. આથી ધૈર્યવાન થવું જરૂરી છે. 

મકર રાશિ

4/5
image

શનિનું પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં જવાથી આ રાશિના જાતકો માટે ખુબ પરેશાનીનું કારણ  બની શકે છે. આ રાશિના જાતકોને માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સાથે જ તમને કાર્યસ્થળ પર કેટલીક જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. પરંતુ તેને તમે ઠીક રીતે નિભાવી શકો તે જરૂરી નથી. સ્વાસ્થ્ય ખરાબ રહી શકે છે. જેમાં ખુબ ખર્ચો પણ થઈ શકે છે. અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે. 

Disclaimer:

5/5
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.