Maruti Suzuki E Vitara: આવી ગઈ મારૂતિની પ્રથમ ઈલેક્ટ્રિક કાર, ફીચર્સ જાણી તમે કહેશો 'દિલ ખુશ કરી દીધું'
Maruti Suzuki e Vitara Features: તેમાં ઓટો હોલ્ડ, ઈલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક, ટ્રેઈલ ડ્રાઈવ મોડ, હિલ ડિસેન્ટ કંટ્રોલ, સિંગલ-ઝોન ઓટો ક્લાઈમેટ કંટ્રોલ જેવી સુવિધાઓ છે.
Trending Photos
Maruti e vitara Battery Pack: મારૂતિ સુઝુકી ઈન્ડિયાએ પોતાની પ્રથમ ઈલેક્ટ્રિક કાર ઈ-વિટારા રજૂ કરી છે. કંપનીનો પ્લાન આ કારને 100થી વધુ દેશોમાં એક્સપોર્ટ કરવાનો છે. ઈ-વિટારામાં બે બેટરી વિકલ્પ 49 કિલોવોટ અને 61 કિલોવોટ છે. તે એક વખત ચાર્જ કરવા પર આશરે 500 કિલોમીટર સુધી ચાલી શકે છે.
Maruti Suzuki e-Vitara Features
મારૂતિ ઈ-વિટારાને કંપનીએ એક મોર્ડન ઈલેક્ટ્રિક એસયુવી બનાવી છે. જેમાં ડુઅલ સ્ક્રીનની સાથે નવી ઓપરેટિંગ સિસ્ટમ, સ્પ્લિટ-ફોલ્ડિંગ સીટ, એડજસ્ટેબલ હેડરેસ્ટ, ત્રણ પોઈન્ટ સીટ બેલ્ટ અને ISOFIX ચાઇલ્ડ આપવામાં આવ્યા છે. આ સિવાય ઈ-વિટારામાં મળનાર એડવાન્સ ફીચર્સની વાત કરીએ તો તેમાં ઓટો હોલ્ડ, ઈલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક, ટ્રેલ ડ્રાઇવ મોડ, હિલ ડિસ્ટન્સ કંટ્રોલ, સિંગલ ઝોન ઓટો ક્લાઇમેન્ટ કંટ્રોલ, વાયરલેસ ફોન ચાર્જર, સાઇડ અને કર્ટેન એરબેગ, હીટેડ મિરર અને એડવાન્સ ડ્રાઇવિંગ અસિસ્ટેન્સ સિસ્ટમ (ADAS)સામેલ છે.
પાવર
મારૂતી ઈ-વિટારાના પાવરની વાત કરીએ તો સિંગલ મોટરવાળી 49kWh બેટરી પેક 144 એચપીનો પાવર અને સિંગલ-મોટરવાળું મોટું 61kWh બેટરી પેક 174 એચપીનો પાવર જનરેટ કરે છે. આ બંને બેટરી વેરિએન્ટથી જનરેટ થનાર પીક ટોર્ક 189 એનએમ છે.
Maruti Suzuki e-Vitara ડાયમેન્શન
મારૂતિ વિટારા ઈલેક્ટ્રિકની લંબાઈ 4275 મિમી, પહોચાળી 1800 મિમી અને ઊંચાઈ 1635 મિમી છે, જેની સાથે 2700 મિમીનું વ્હીલબેસ મળે છે. તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 180 એમએમ અને વજન 1702 કિલોગ્રામથી 1899 કિલોગ્રામ વચ્ચે છે, જે તેના અલગ-અલગ વેરિએન્ટ પ્રમાણે છે.
આ અવસર પર મારૂતિ સુઝુકીના મેનેજિંગ ડાયરેક્ટર તથા મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) હિસાશી તાકેઉચીએ કહ્યું- અમે ભારતમાં ઈ-વિટારાના ઉત્પાદન માટે 2100 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું છે. જેમાં એક અલગ ઈવી ઉત્પાદન લાઇન પણ સામેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે