જે શાહિદને પકડ્યો તે હુમલાખોર નથી? નવું CCTV ફૂટેજ પણ સામે આવ્યું, લેટેસ્ટ અપડેટ ખાસ જાણો
સૈફ અલી ખાન પર થયેલા હુમલા કેસમાં આજે સવારે એવું કહેવાતું હતું કે એક શંકાસ્પદ વ્યક્તિની પોલીસે અટકાયત કરી છે. પરંતુ હવે પોલીસનું કહેવું છે કે આ વ્યક્તિને કેસ સાથે કોઈ લેવા દેવા નથી. જાણો લેટેસ્ટ અપડેટ.
Trending Photos
બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં શુક્રવારે સવારે એક અપડેટ સામે આવ્યું હતું કે મુંબઈ પોલીસે એક શંકાસ્પદની અટકાયત કરી છે. પરંતુ હવે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જે વ્યક્તિને બાન્દ્રા પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો તેને સૈફના કેસ સાથે કોઈ લેવાદેવા નથી. આ મામલે એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યું છે. તથા સૈફના શરીરમાંથી જે ચાકૂનો ટુકડો નીકળ્યો હતો તેની તસવીર પણ સામે આવી છે.
એએનઆઈના જણાવ્યાં મુજબ મુંબઈ પોલીસે સ્પષ્ટ કર્યું છે કે પૂછપરછ માટે બાન્દ્રા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવેલા વ્યક્તિને સૈફ અલી ખાન પર થયેલા હુમલા સાથે કોઈ સંબંધ નથી. હાલ આ ઘટના મામલે કોઈને પણ અટકાયતમાં લેવાયા નથી. અત્રે જણાવવાનું કે પોલીસના જણાવ્યાં મુજબ 16 જાન્યુઆરી 2025ના રોજ સૈફ અલી ખાનના ઘરે ચોરીની કોશિશ કરવામાં આવી અને અભિનેતા પર જીવલેણ હુમલો થયો.
શુક્રવારે સવારે એવું કહેવાયું હતું કે મુંબઈ પોલીસે કથિત હુમલાખોરને પકડ્યો છે. સંદિગ્ધનું નામ શાહિદ છે. પરંતુ હવે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે તેમણે હજુ સુધી આ કેસમાં કોઈ પણ વ્યક્તિને અરેસ્ટ કર્યો નથી કે અટકમાં લીધો નથી. હાલ તેઓ તપાસ કરી રહ્યા છે અને પૂછપરછ પણ ચાલુ છે.
નવું ફૂટેજ પણ સામે આવ્યું
બીજી બાજુ સૈફ અલી ખાનના બાન્દ્રા સ્થિત ઘરમાં ચાકૂ મારનારા સંદિગ્ધના નવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વીડિયોમાં આ સંદિગ્ધ વ્યક્તિ ઢાકેલા ચહેરે રાતે લગભગ 1.30 વાગ્યાની આસપાસ ફાયર એક્ઝિટથી ઘૂસતા જોવા મળી શકે છે. પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા સીસીટીવી ફૂટેજમાં વ્યક્તિ ટીશર્ટ અને જીન્સમાં જોવા મળે છે. જેના એક હાથમાં બેગ છે અને તેણે ખભે નારંગી રંગનો ખેસ છે. વીડિયોમાં તે દાદરાથી ઉપર જતો જોવા મળે છે. આ દરમિયાન આસપાસના કેમેરા તરફ જોઈ રહ્યો છે.
મુંબઈ: અભિનેતા સૈફ અલી ખાનના શરીરમાંથી બહાર કઢાયો અઢી ઈંચનો છરીનો ટુકડો....#mumbai #SaifAliKhan #attack #viral #viralvideo #trending #trendingpost #ZEE24KALAK pic.twitter.com/PUeXegqa31
— Zee 24 Kalak (@Zee24Kalak) January 17, 2025
જે ચાકૂથી હુમલો થયો તેનો પણ ફોટો આવ્યો સામે
સૈફ અલી ખાન પર જે હથિયારથી હુમલો થયો તેની તસવીર પણ સામે આવી છે. સૈફના કરોડના હાડકામાંથી હથિયારનો એક ટુકડોં લીલાવતી હોસ્પિટલના ડોકટર્સે સર્જરી દરમિયાન કાઢ્યો હતો. આ હથિયારનો ટુકડો ચાકૂ જેવો લાગે છે. નાના પુત્રની કેર ટેકરે પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે હુમલાખોરના હાથમાં હેક્સા બ્લેડ જેવું હથિયાર હતું. પરંતુ આ હથિયારનો ટુકડો ચાકૂ જેવો લાગે છે. જેની તસવીર હોસ્પિટલ તરફથી બહાર પાડવામાં આવી છે. આ ચાકૂનો ટુકડો લગભગ અઢી ઈંચનો છે. જેને ડોક્ટરે સૈફના કરોડના હાડકામાંથી કાઢ્યું હતું. ડોક્ટરે જણાવ્યું કહ્યું કે જો આ ટુકડો બે એમએમ વધુ અંદર જાત તો ઈજા વધુ ગંભીર થઈ શકતી હતી. સૈફની તબિયત પહેલા કરતા સારી છે. સૈફે હવે આઈસીયુમાંથી સ્પેશિયલ રૂમમાં શિફ્ટ કરાયા છે. તેની રિકવરીમાં લગભગ એક અઠવાડિયું લાગી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે