Weight Loss: વજન ઘટાડવું હોય તો અનાનાસથી વધુ સારી કોઈ વસ્તુ નથી, જાણો કેવી રીતે ઝડપથી કરે છે અસર

Weight Loss: અનાનસ ખાવાથી આમ તો ઘણા ફાયદા થાય છે પરંતુ સૌથી વધુ અનાનાસ વજન ઘટાડવામાં મદદ કરે છે. અનાનાસ આપણા સ્વાસ્થ્યને સુધારે પણ છે. આજે તમને વજન ઘટાડવાથી લઈ અનાનાસથી થતા અન્ય સ્વાસ્થ્ય લાભો વિશે જણાવીએ. 

Weight Loss: વજન ઘટાડવું હોય તો અનાનાસથી વધુ સારી કોઈ વસ્તુ નથી, જાણો કેવી રીતે ઝડપથી કરે છે અસર

Weight Loss: અનાનાસ ભારતમાં સૌથી વધુ ખવાતા ફળમાંથી એક છે. અનાનસ ખાવાથી આમ તો ઘણા ફાયદા થાય છે પરંતુ સૌથી વધુ અનાનાસ વજન ઘટાડવામાં મદદ કરે છે. અનાનાસ આપણા સ્વાસ્થ્યને સુધારે પણ છે. આજે તમને વજન ઘટાડવાથી લઈ અનાનાસથી થતા અન્ય સ્વાસ્થ્ય લાભો વિશે જણાવીએ. 

લો કેલેરી
અનાનાસ ઓછી કેલરીવાળું ફળ છે. 100 ગ્રામ અનાનાસમાં માત્ર 50-55 કેલરી હોય છે. આ ગુણ તેને વજન ઘટાડવા માટે એક આદર્શ ફળ બનાવે છે. કેલરીયુક્ત ખોરાક લેવાથી વજન વધે છે. આ સ્થિતિમાં અનાનસ તમારા માટે કારગર સાબિત થઈ શકે છે.

હાઈ ફાઇબર
પાઈનેપલમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. હાઈ ફાઇબરવાળા ખોરાક પેટને લાંબા સમય સુધી ભરેલુ રાખે છે. તેનો અર્થ એ છે કે તમે આખા દિવસ દરમિયાન જંક ફુડ ખાવાની શક્યતાને ઓછી કરો છો. 
 
મેટાબોલિઝમ બુસ્ટ કરે છે
પાઈનેપલમાં બ્રોમેલેન નામનું એન્ઝાઇમ હોય છે જે મેટાબોલિઝમને બુસ્ટ કરે છે. હાઈ મેટાબોલિક રેટનો અર્થ એ છે કે તમારું શરીર ઝડપથી કેલરી બર્ન કરી શકે છે જેના કારણે વજન ઓછું થાય છે.  

વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર
પાઈનેપલ વિટામિન અને મિનરલ્સથી ભરપૂર ફળ છે. તેમાં વિટામિન C, B1 અને B6 તેમજ મેંગેનીઝ અને પોટેશિયમ જેવા મિનરલ્સ પણ હોય છે. જ્યારે તમે આ પોષક તત્વોથી ભરપૂર ખોરાક લો છો ત્યારે તમારું શરીર ઝડપથી ચરબી બર્ન કરે છે.

કોલેસ્ટ્રોલ ઘટાડે છે
હાઈ કોલેસ્ટ્રોલ હૃદય રોગ, સ્ટ્રોક અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધારી શકે છે. પાઈનેપલમાં એવા સંયોજનો હોય છે જે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરી શકે છે. 

આ પણ વાંચો: અમદાવાદ રહો છો ને ભમ્મરીયો કૂવો અને બે દુષ્ટાત્માઓનું ઘર નથી જોયું તો ડુબી મરો..
 
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news