Sprouted Methi: નસેનસમાં જામેલી ચરબીને ઓગાળી દેશે મેથી, આ રીતે ખાવાથી બ્લડ સુગર પણ રહેશે કંટ્રોલમાં

Sprouted Methi : જો શિયાળામાં ફણગાવેલી મેથીનું સેવન કરવાનું રાખશો તો તમારે દવા પર એક પણ રૂપિયાનો ખર્ચ કરવો નહીં પડે. આયુર્વેદમાં મેથીને અનેક બીમારીઓની દવા કહેવાય છે. જો તમે ફણગાવેલી મેથીને મર્યાદિત માત્રામાં ડાયટમાં લેવાનું રાખશો તો નસે નસમાં જામેલી ચરબી ઓગળી જશે. મેથીનું સેવન કરવાથી થતા આવા જ ફાયદા વિશે જાણો વિગતવાર

Sprouted Methi: નસેનસમાં જામેલી ચરબીને ઓગાળી દેશે મેથી, આ રીતે ખાવાથી બ્લડ સુગર પણ રહેશે કંટ્રોલમાં

Sprouted Methi : શિયાળામાં શરીરને ગરમ રાખવા અને સાંધાના દુખાવા, હાઈ કોલેસ્ટ્રોલ, વધેલી ચરબી, હાઈ બ્લડ સુગર જેવી સમસ્યાઓને દૂર કરવાનો સૌથી સસ્તો અને દમદાર ઈલાજ છે ફણગાવેલી મેથી. જો શિયાળામાં ફણગાવેલી મેથીનું સેવન કરવાનું રાખશો તો તમારે દવા પર એક પણ રૂપિયાનો ખર્ચ કરવો નહીં પડે. આયુર્વેદમાં મેથીને અનેક બીમારીઓની દવા કહેવાય છે. ખાસ કરીને શિયાળામાં મેથીને કોઈપણ રીતે ડાયટમાં લેવી જોઈએ. ખાસ કરીને જો ફણગાવેલી મેથીનું સેવન કરવામાં આવે તો તે રોગપ્રતકારક શક્તિ વધારતી નેચરલ દવા બની જાય છે. જો તમે ફણગાવેલી મેથીને મર્યાદિત માત્રામાં ડાયટમાં લેવાનું રાખશો તો નસે નસમાં જામેલી ચરબી ઓગળી જશે. મેથીનું સેવન કરવાથી બ્લડ ક્લોટિંગ પણ ઓછું થાય છે. સાથે જ યુરિક એસિડ પણ કંટ્રોલમાં રહે છે અને હાઈ બ્લડ સુગર પણ ઝડપથી ઘટે છે. આ સિવાય પણ ફણગાવેલી મેથી ખાવાથી શરીરને કયા ફાયદા થાય છે ચાલો તે તમને જણાવીએ વિગતવાર.

ફણગાવેલી મેથી ખાવાના ફાયદા

હાઈ કોલેસ્ટ્રોલ ઘટે છે

ફણગાવેલી મેથી ખાવાથી હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે. રિસર્ચમાં સામે આવ્યું છે કે રોજ ફણગાવેલી મેથીનું સેવન કરવાથી હાઈ કોલેસ્ટ્રોલ લેવલ ઘટી શકે છે. ફણગાવેલી મેથી ખાવાથી હાર્ટ એટેકનું જોખમ પણ ઘટે છે. ફણગાવેલી મેથી ખાવાથી બ્લડવેન્સમાં થતું બ્લોકેજ અટકે છે.

હાઈ બીપી રહે છે કંટ્રોલમાં

ફણગાવેલી મેથીનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર મેનેજ કરવામાં મદદ મળે છે. ફણગાવેલી મેથી સોડિયમના સ્તરને નિયંત્રિત કરે છે અને તેના કારણે હૃદયની ગતિ તેમજ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. તેમાં રહેલા એક્સિડન્ટ બ્લડ વેસલ્સ ને હેલ્ધી રાખે છે.

માસિક થાય છે નિયમિત

જે મહિલાઓને અનિયમિત માસિકની ફરિયાદ હોય તેમણે અંકુરિત મેથીનું સેવન કરવું જોઈએ. ફણગાવેલી મેથી ખાવાથી પીએમએસ ના લક્ષણો પણ ઘટે છે અને બ્લોટીંગ ની તકલીફ પણ મટે છે. ફણગાવેલી મેથી ખાવાથી માસિક નિયમિત થાય છે અને મૂડ સ્વિંગ પણ કંટ્રોલમાં રહે છે.

કબજિયાતથી મળે છે રાહત

લાંબા સમય સુધી કબજિયાતની તકલીફ રહે તો હરસ, ભગંદર જેવી ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે. જે લોકોને કબજિયાત રહેતી હોય તેમણે નિયમિત ફણગાવેલી મેથી ખાવી જોઈએ તેનાથી ડાયજેશન સારી રીતે થાય છે અને કબજિયાત પણ મટે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news