Belly Fat: પેટની વધતી ચરબીથી પરેશાન થઈ ગયા છો ? તેનાથી મુક્તિ મેળવવા અપનાવો આ 4 ઘરેલુ ઉપાય

Belly Fat: પેટની ચરબી શરીરને બેડોળ કરે છે અને તે ઘણી બીમારીઓનું કારણ પણ બને છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો આજે  તમને કેટલાક ઘરેલું ઉપાય જણાવીએ. આ ઉપાય અપનાવીને તમે પેટની વધતી ચરબીથી છુટકારો મેળવી શકો છો. આ ઉપાયો આડઅસર વિના ઝડપથી લાભ કરે છે. 

Belly Fat: પેટની વધતી ચરબીથી પરેશાન થઈ ગયા છો ? તેનાથી મુક્તિ મેળવવા અપનાવો આ 4 ઘરેલુ ઉપાય

Belly Fat: ખાવાની ખોટી આદતો, અનિયમિત જીવનશૈલી અને બેઠાળુ જીવનશૈલીના કારણે લોકોમાં પેટની ચરબી વધવાની સમસ્યા યુવાનોમાં પણ વધતી જાય છે. એકવાર પેટની આસપાસ ચરબી જામી જાય તો તેનાથી છુટકારો મેળવવો મુશ્કેલ થઈ જાય છે. પેટની ચરબી શરીરને બેડોળ કરે છે અને તે ઘણી બીમારીઓનું કારણ પણ બને છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો આજે તમને કેટલાક ઘરેલું ઉપાય જણાવીએ. આ ઉપાય અપનાવીને તમે પેટની વધતી ચરબીથી છુટકારો મેળવી શકો છો. આ ઉપાયો આડઅસર વિના ઝડપથી લાભ કરે છે. 

મેથીનું પાણી

પેટની આસપાસની ચરબી ઘટાડવા માટે સવારે ખાલી પેટે પાણી સાથે એક ચમચી શેકેલી મેથીનો પાવડર લેવો જોઈએ. આ સિવાય તમે મેથીને આખી રાત પાણીમાં પલાળી અને બીજા દિવસે સવારે તેને ગાળીને તે પાણી પણ પી શકો છો. તેનાથી પેટની ચરબી ઘટાડવામાં મદદ મળે છે.

આ પણ વાંચો:

સુંઠનું પાણી

પેટની ચરબી ઉતારવા માટે સુંઠ પણ ઉપયોગી છે. તેના માટે એક ચમચી સુંઠને પાણીમાં નાખી બરાબર ઉકાળો. ત્યારબાદ આ પાણી પીવાનું રાખો. તેનાથી પાચનક્રિયા સુધરે છે અને શરીરની વધારાની ચરબી ફટાફટ ઓગળે છે. 

  
હુંફાળું પાણી પીવો

દિવસમાં 2-3 વખત હુંફાળું પાણી પીવો. હુંફાળું પાણી ચયાપચયને સક્રિય કરે છે જે ચરબી બર્ન કરવામાં મદદ કરે છે અને શરીરને હાઇડ્રેટ પણ રાખે છે. આ સિવાય તમે દિવસમાં ફળનો રસ પણ પી શકો છો. 
 

રાત્રે હળવું ભોજન કરો

દિવસ દરમિયાન લેવાતા હારમાં સવારે નાસ્તો હેવી કરવો જોઈએ. ત્યારબાદ બપોરે ભોજનમાં હેલ્ધી વસ્તુઓનો સમાવેશ કરવો. જેથી દિવસભરની એનર્જી શરીરને મળે. ત્યારબાદ રાત્રે ભોજન સુવાના 3 કલાક પહેલા કરી લેવું અને રાત્રે હળવો આહાર લેવો. આમ કરવાથી પેટની ચરબી ઝડપથી ઓગળશે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news