સુંદર અને બેદાગ ત્વચા માટે સૂતા પહેલા ચહેરા પર લગાવો આ 5 માંથી કોઈ એક વસ્તુ

Flawless Skin: રાત્રે જ્યારે આપણે આરામ કરીએ છીએ ત્યારે ત્વચા પણ રીપેર થતી હોય છે. આવી સ્થિતિમાં રાત્રે સુતા પહેલા જો કેટલીક વસ્તુઓ ચહેરા પર અપ્લાય કરવામાં આવે તો ત્વચા પણ દમકી ઊઠે છે. આ ઘરેલુ ઉપાય કરવાથી કોઈ આડઅસર પણ થતી નથી અને તેનું રિઝલ્ટ પણ એવું મળે છે કે ચાર લોકો તમને તમારી સુંદરતાનું સીક્રેટ પુછવા આવશે. 

સુંદર અને બેદાગ ત્વચા માટે સૂતા પહેલા ચહેરા પર લગાવો આ 5 માંથી કોઈ એક વસ્તુ

Flawless Skin: આજના સમયની વ્યસ્ત જીવનશૈલી અને ખાવા-પીવાની ખોટી આદતોના કારણે સ્વાસ્થ્ય જ નહીં પરંતુ ત્વચા પર પણ ગંભીર અસર થાય છે. આવા સમયમાં વધારે જરૂરી થઈ જાય છે કે સ્વાસ્થ્ય અને ત્વચાની ખાસ કાળજી રાખવામાં આવે. ત્વચાની કાળજી રાખવાનું કામ સરળતાથી કરવું હોય તો તમે આ ઘરેલુ ઉપાય અજમાવી શકો છો. 

રાત્રે જ્યારે આપણે આરામ કરીએ છીએ ત્યારે ત્વચા પણ રીપેર થતી હોય છે. આવી સ્થિતિમાં રાત્રે સુતા પહેલા જો કેટલીક વસ્તુઓ ચહેરા પર અપ્લાય કરવામાં આવે તો ત્વચા પણ દમકી ઊઠે છે. આ ઘરેલુ ઉપાય કરવાથી કોઈ આડઅસર પણ થતી નથી અને તેનું રિઝલ્ટ પણ એવું મળે છે કે ચાર લોકો તમને તમારી સુંદરતાનું સીક્રેટ પુછવા આવશે. 

સુંદર ત્વચા મેળવવા માટે ઘરેલુ ઉપાય

આ પણ વાંચો:

હળદર અને દૂધ
 
એક બાઉલમાં 2-3 ચમચી દૂધ લો અને તેમાં થોડી હળદર ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 5-7 મિનિટ સુધી હળવા હાથે મસાજ કરો. તે સારી રીતે સુકાઈ જાય પછી તેને ધોઈ લો. દરરોજ આમ કરવાથી તમને તેની અસર દેખાવા લાગશે. 

એલોવેરા જેલ અને કાકડીનો રસ

જો તમારી ત્વચા ખૂબ જ ડ્રાય રહે છે અને તેના કારણે ચહેરો નિર્જીવ દેખાય છે તો આ સમસ્યાને દૂર કરવા માટે એલોવેરા જેલ અને કાકડીનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવો. દરરોજ રાત્રે આમ કરવાથી ડ્રાયનેસની સમસ્યા તો દુર થશે અને ચહેરાની ચમક પણ વધશે.
 
ગુલાબ જળ

દરરોજ સૂતા પહેલા ચહેરા પર ગુલાબજળ લગાવો અને 5-7 મિનિટ સુધી હળવા હાથે મસાજ કરો. દરરોજ આમ કરવાથી તમારી ત્વચામાં સુધારો થશે અને ખીલની સમસ્યા પણ દૂર થશે.

આ પણ વાંચો:

નારિયેળ તેલ

નારિયેળ તેલ ત્વચા માટે મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે. તેનાથી બેદાગ અને સુંદર ત્વચા મળે છે તેના માટે નારિયેળ તેલના થોડા ટીપાં લો હથેળીમાં લઈ દરરોજ રાત્રે સૂતા પહેલા ચહેરા પર 5-7 મિનિટ સુધી હળવા હાથે માલિશ કરો. ત્યારબાદ કપડાને પાણીથી પલાળી અને તેને ચહેરા પર થપથપાવો. રોજ આ કામ કરશો તો ચહેરા પર અલગ જ ચમક જોવા મળશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news