ભરશિયાળે વરસાદનો ખતરો, આ જિલ્લાઓમા માવઠાની સંભાવના, જાણો હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં ભરશિયાળે માવઠાનું સંકટ પેદા થયું છે. આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં  વાદળછાયુ વાતાવરણ છવાયું છે.  વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનો ચમકારો ઘટ્યો છે. ઠંડો પવનના કારણે જનજીવન પ્રભાવિત થયું. તો બીજી તરફ આકાશમાં કાળા ડિબાગ વાદળો બંધાતા ખેડૂતોના જીવ અધ્ધર થયા છે. આ વચ્ચે હવામાન વિભાગે વરસાદની પણ આગાહી કરી છે.
 

હવામાન વિભાગની આગાહી

1/5
image

આગામી 26થી 28 તારીખ દરમિયાન  રાજ્યના અનેક વિસ્તારમાં માવઠાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભરશિયાળે માવઠું ખેડૂતોને રડાવશે. કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નર્મદામાં માવઠું આવી શકે. 27 તારીખે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં તો જ્યારે  28 તારીખે કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.   

વરસાદની આગાહી

2/5
image

તેમણે આગામી સમયમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરી છે. તારીખો આપતા જણાવ્યું કે, 26 થી 28 ડિસેમ્બરમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. અરબ સાગરમાં ટ્રફ, દક્ષિણ રાજસ્થાનમાં સર્ક્યુલેશન અને વેસટર્ન ડિસ્ટરબન્સ એક્ટિવ થશે. દક્ષિણ રાજસ્થાનમાં ઈન્ડ્યુસ સાયકલનિક સર્ક્યુલેશન પણ સક્રિય થશે. આ કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. હાલ પૂર્વીય પવન ફૂંકાઈ રહ્યાં છે.

ક્યાં અને ક્યારે વરસાદ આવશે

3/5
image

26 ડિસેમ્બરે કચ્છ, દ્વારકા, જામનગર અને પોરબંદરમાં વરસાદની આગાહી. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં વરસાદની આગાહી. પૂર્વ ગુજરાતમાં મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અમે નર્મદામાં વરસાદની શક્યતા છે. 27 ડિસેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા સહીત પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 28 ડિસેમ્બરે કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે.

ઠંડી વધશે

4/5
image

ત્રણ દિવસ બાદ રાજ્યમાં તાપમાન 1-2 ડિગ્રી ઊંચકાશે. 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં વરસાદ આવશે. રાજ્યમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદરમાં વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણમાં વરસાદની આગાહી છે. તો દક્ષિણ ગુજરાતના મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, દમણ, નવસારી, તાપી, વલસાડમાં વરસાદની આગાહી છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજ અને ટ્રફના કારણે વરસાદની આગાહી છે.   

5/5
image

ગુજરાતના ખેડૂતો માટે આ વર્ષ કદાચ ભારે રહ્યું છે. ચોમાસામાં અતિવૃષ્ટી અને તે પહેલા થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડી. ત્યાં હવે માવઠાનો વધુ એક ગુજરાતના ખેડૂતો પડે તેવું મનાઈ રહ્યું છે. 25થી 28 ડિસેમ્બર વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી જાણિતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. માવઠાનો આ મારનો સામનો કરવા માટે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓએ તૈયાર રહેવું પડશે. જેમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદ થઈ શકે છે અને આ વરસાદ 10 MM જેટલો હોઈ શકે છે. ક્યાં વરસાદની આગાહી? બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ અને 10 MM જેટલો વરસાદ  પડી શકે છે.