શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Star Anise Benefits: બાદિયાન એ માત્ર હળવો ગરમ મસાલો નથી, તે સ્થૂળતા માટે કાળ પણ સાબિત થાય છે. આ સિવાય તેમાં વિટામિન સી અને ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે તેને રોગપ્રતિકારક શક્તિ અને ત્વચા માટે ફાયદાકારક બનાવે છે.
Trending Photos
Star Anise Benefits: ભારતીય રસોડામાં ઘણા પ્રકારના ગરમ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. આ મસાલા ખાવામાં માત્ર સુગંધ અને સ્વાદ જ નથી ભરી દેતા પરંતુ શરીરને ઘણા સ્વાસ્થ્ય લાભ પણ આપે છે.
બાદિયાન એક એવો ગરમ મસાલો છે, જે તેની મીઠી સુગંધ અને સ્વાદ માટે જાણીતો છે. તેને ચક્રફુલ પણ કહેવામાં આવે છે. તે મુખ્યત્વે વિયેતનામ અને ચીનમાં ઉગાડવામાં આવે છે. તેમાં અનેક પ્રકારના પોષક તત્વો અને ઔષધીય ગુણો રહેલા હોય છે. તેના નિયમિત સેવનથી સ્થૂળતા સહિતની આ સમસ્યાઓમાં રાહત મળે છે.
વજન ઘટાડવામાં ફાયદાકારક
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અનુસાર બાદિયાનમાં પોલિફીનોલ્સ અને ટેરપેનોઇડ્સ હોય છે જે મેટાબોલિઝમને વેગ આપે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. ઉંદરો પર કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બાદિયાનની ચા પીવાથી વજન વધતું અટકાવવામાં મદદ મળે છે.
પેટની સમસ્યામાં મદદરૂપ
બાદિયાનમાં એનથોલ નામનું રાસાયણિક સંયોજન હોય છે. આ સંયોજન પાચન એન્જાઈમોના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે, જેનાથી પેટનું ફૂલવું, ગેસ અને અન્ય પેટ સંબંધિત સમસ્યાઓ બચાવ થાય છે.
રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે
બાદિયાન એન્ટીઑકિસડન્ટોનું પાવર હાઉસ છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને શિયાળા દરમિયાન થતા ઈન્ફેક્શનને અટકાવે છે. તેના પાણીના નિયમિત સેવનથી સામાન્ય શરદી, ઉધરસ અને ફ્લૂ જેવા ચેપથી બચી શકાય છે.
ફ્રી રેડિકલ્સથી સ્કિનનો બચાવ
બાદિયાનનું પાણી પીવું તમારી ત્વચા માટે પણ ચમત્કારિક સાબિત થઈ શકે છે. તેમાં રહેલા એન્ટીઑકિસડન્ટ શિયાળામાં ખીલ, ડ્રાય જેવી સ્કિનની સમસ્યાઓ ઘટાડવા માટે જાણીતા છે.
કેવી રીતે તૈયાર કરવી બાદિયાનની ચા
1-2 કપ પાણીમાં થોડી બાદિયાન નાખીને ઉકાળો. પાણીને થોડી મિનિટો માટે ઉકળવા દો જેથી તેનો સ્વાદ સંપૂર્ણપણે સમાઈ જાય. હવે એક ગ્લાસમાં પાણીને ગાળી લો. તમે તેમાં થોડું મધ, લીંબુનો રસ અથવા થોડા તજ ઉમેરીને તેનો સ્વાદ વધારી શકો છો. હવે તેને સારી રીતે મિક્સ કરીને તેનું સેવન કરો.
Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે