શું તમારી જાનુડી રીસાઈ છે? તો બ્રેકઅપથી બચવા બધુ છોડીને પહેલાં કરો આ કામ

Relationship Breakup: ઘણીવાર એવું બનતું હોય છેકે, કોઈકને કોઈક કારણોસર તમારું સાથીદાર તમારાથી નારાજ થઈ જાય છે. ક્યારેક ગુસ્સે થઈ જાય છે. ક્યારેક રીસાઈ જાય છે. આવી સ્થિતિમાં સંબંધોમાં ખટાશ આવી જાય છે. ત્યારે બ્રેકઅપથી બચવા શું કરવું જાણો...

શું તમારી જાનુડી રીસાઈ છે? તો બ્રેકઅપથી બચવા બધુ છોડીને પહેલાં કરો આ કામ

Relationship Breakup: રિલેશનશીપમાં આવી ગઈ છે દરાર? બ્રેકઅપ થવાના આરે છે તમારું રિલેશન? હવે પહેલાં જેવા નથી રહ્યાં સંબંધો? જાણો સંબંધોમાં દરાર ન પડે તે માટે શું કરવું. જો તમે પાર્ટનર સાથે બ્રેકએપ કરવાનું વિચારી રહ્યા છો અથવા તમે એવું કરવા જઈ રહ્યા છો તો ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. પહેલાં થોડું વિચારી લો. ઘણીવાર વ્યસ્ત લાઈફ સ્ટાઈલના કારણે કપલ્સ એકબીજાને પૂરતો સમય નથી આપી શકતા જેના કારણે તેમનો સંબંધ નબળો થઈ જાય છે. ત્યારે આવા સમયે તમારે પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાની જરૂર છે. ડિનરડેટ પ્લાન કરો અથવા થોડા દિવસ માટે બહાર ફરવા જતાં રહો. તેનાથી તમે એકબીજા સાથે પૂરતો સમય વિતાવી શકશો અને સાથે જ એકબીજાને સમજી શકશો. 

સંબંધ સાચવવા શું કરવું?
પ્રેમભર્યો સંબંધ જ્યારે બ્રેકઅપ સુધીની વાતે પહોંચી જાય ત્યારે પાર્ટનરથી વધુ તકલીફ કોઈને નથી થતી. આવા સમયે રિલેશન તોડતા પહેલાં આ વાતો પર જરૂર ધ્યાન આપો. પ્રેમ કર્યા પછી જરૂરી નથી કે તમારા પાર્ટનર સાથે તમારો સબંધ લાઈફટાઈમ ચાલે જ. ઘણીવાર નાની-નાની વાતોના કારણે રિલેશનશીપ તૂટવાની અણીએ આવી જાય છે. પાર્ટનર એક-બીજા સાથે અલગ થવાનો નિર્ણય લેવા મજબૂર થઈ જાય છે. પરંતુ કોઈપણ પ્રેમભર્યા સબંધને બનાવવો જેટલો કઠીન છે એટલું જ આસાન તેને તોડવો છે. આવામાં જો અમુક બેકાર કારણોના કારણે તમે તમારા પાર્ટનર સાથે બ્રેકએપ કરવાનું વિચારો છો તો તમે એકવાર ફરી વિચાર કરી લો. તમે તમારા રિલેશનને ફરી પહેલાં જેવો કરી શકો છો. તેના માટે તમારે અમુક ખાસ વાતોનું ધ્યાન રાખવું પડશે. 

પાર્ટનર સાથે ઝઘડો થાય ત્યારે શું કરવું?
પાર્ટનર્સ સાથે ઝઘડો ન થાય તેવું લગભગ અશક્ય છે. નાનકડી વાતે ઝઘડો થવો તે સામાન્ય વાત છે. પરંતુ ઝઘડાને તમે કેવી રીતે હેન્ડલ કરો છો તે રિલેશનને સંભાળવાની તમારી સમજદારીને બતાવે છે. જ્યારે પણ તમારા પાર્ટનર સાથે કોઈ વાતને લઈ ઝઘડો થાય ત્યારે તે સમયે બને ત્યાં સુધી શાંત રહો. ફોન પર ઝઘડો થયા અથવા તો રૂબરૂમાં પણ સામે તરત જ મુહતોડ જવાબ ન આપો. આવું કરવાથી ઝઘડો ખૂબ મોટું સ્વરૂપ ધારણ કરે છે. આ માટે જ્યારે ઝઘડો થાય ત્યારે થોડીવાર માટે ચૂપ રહેવું જોઈએ અથવા તો થોડા સમય પછી વાત કરવી જોઈએ. આવું કરવાથી તમે પાર્ટનરને ગુસ્સામાં કંઈ પણ કહેવાથી અટકી જાવ છો. 

રિલેશનમાં કઈ રીતે પાછો લાવવો રોમાન્સ?
તમારા કરિયરને બનાવવાના ચક્કરમાં ઘણીવાર પાર્ટનર્સના જીવનમાથી રોમાન્સ એકદમ ગાયબ થઈ જાય છે. જો કે, કપલ્સની વચ્ચે પ્રેમ અને આકર્ષણ હંમેશા રહેવું જોઈએ. રિલેશનમાં રોમાન્ય કાયમ રાખવા માટે  તમે પાર્ટનર સાથે એક એવું વાતાવરણ ક્રિએટ કરી શકો છો જેમાં લાઈટ મ્યૂઝિકની સાથે રોમેન્ટિક ડેકોરેશન ચાર ચાંદ લગાવશે. 

પાર્ટનરને કઈ વાતનું લાગે છે સૌથી વધુ દુઃખ?
દરેક સબંધમાં રિસ્પેક્ટ તેને મજબૂત બનાવે છે પરંતુ જ્યારે સન્માન ખોવાવા લાગે ત્યારે રિલેશનમાં ઘુટન થવા લાગે છે. આ જ કારણ છે કે તમારા અને તમારા પાર્ટનર વચ્ચે કડવાશ આવી જાય છે. અને તમે એકબીજાનું મોઢું પણ જોવા નથી માગતા. તમારે એ સમજવું પડશે કે એક રિલેશનશીપમાં જ્યારે પોતાના પાર્ટનરનું પૂરેપૂરું સન્માન કરશો તો તેમને ખુશી થશે અને આ સાથે જૂના દિવસો યાદ આવવા લાગશે. આવી રીતે તમે તમારા રિલેશનને સુધારી શકો છો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news