Video: શિવાંગી જોશી-કુશાલ ટંડનનો Kiss કરતો વીડિયો વાયરલ, અફેરની ચર્ચાઓ તેજ

Video: શિવાંગી જોશી અને કુશાલ ટંડન થાઈલેન્ડમાં વેકેશન માણતા હોય તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કુશાલ શિવાંગીને કિસ કરતો પણ જોવા મળે છે. આ વિડીયો સામે આવતા બંનેના અફેરની ચર્ચાઓએ ફરીથી જોર પકડ્યું છે. 

Video: શિવાંગી જોશી-કુશાલ ટંડનનો Kiss કરતો વીડિયો વાયરલ, અફેરની ચર્ચાઓ તેજ

Video: ટીવી સ્ટાર શિવાંગી જોષી અને કુશાલ ટંડનના અફેરની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. થોડા સમય પહેલાં બંને સગાઈ કરવાના છે તે એવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું હતું. જોકે આ અંગે બંનેમાંથી કોઈએ પણ મગનું નામ મરી નથી પાડ્યું. પરંતુ અફેરની આ ચર્ચાઓ વચ્ચે શિવાંગી જોશી અને કુશાલ ટંડન થાઈલેન્ડમાં વેકેશન માણતા હોય તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કુશાલ શિવાંગીને કિસ કરતો પણ જોવા મળે છે. આ વિડીયો સામે આવતા બંનેના અફેરની ચર્ચાઓએ ફરીથી જોર પકડ્યું છે. 

કુશાલ ટંડન અને શિવાંગી જોશીના થાઈલેન્ડ વેકેશનના ઘણા બધા વિડીયો વાયરલ થયા હતા. આ વિડીયો વાયરલ થતા બંનેના અફેરની ચર્ચાઓએ જોર પકડ્યું છે. હવે ફરી એક વખત તેમના વેકેશનનો વિડીયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. આ વીડિયોમાં કુશાલ શિવાંગી ટંડનને કિસ કરતો જોવા મળે છે. 

વીડિયોમાં જોઈ શકાય છે કે શિવાંગી અને કુશાલ એકબીજાની પાસે બેઠા છે અને બંને ખુશ છે. બંને વચ્ચે વાતચીત ચાલી રહી હોય છે અને અચાનક કુશાલ શિવાંગી તરફ ફરી તેના ગાલ પર કિસ કરી લે છે. કુશાલ અને શિવાંગીની આ રોમેન્ટિક મોમેન્ટનો વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ થવા લાગ્યો છે. 

ચર્ચાઓ એવી પણ છે કે બંને એકબીજાના પ્રેમમાં છે. શિવાંગી અને કુશાલ બરસાતેં ટીવી સીરીયલના સેટ પર મળ્યા હતા અને ત્યાં એકબીજાના પ્રેમમાં પડ્યા. આ સીરીયલ પછીથી બંને સાથે છે. તેમના નજીકના સૂત્રોનું જણાવવું છે કે શિવાંગી અને કુશાલ આ રિલેશનશિપને લઈને સિરિયસ છે અને બંને રિલેશનશિપને આગળ લઈ જવા માંગે છે. 

એક તરફ આ ચર્ચાઓ ચાલી રહી છે તેવામાં થોડા સમય પહેલા કુશાલ ટંડનને આ ખબરોને ખોટી ગણાવી હતી. થોડા સમય પહેલા એક્ટરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને કહ્યું હતું કે મારી સગાઈ થઈ રહી છે અને મને જ ખબર નથી... સાથે જ તેણે કહ્યું હતું કે તે થાઈલેન્ડમાં માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ લઈ રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news