Lok Sabha Election Result: UP-રાજસ્થાન જ નહીં....ગુજરાત સહિત આ 16 રાજ્યોમાં ભાજપને પડ્યો ફટકો, વોટ શેરમાં મસમોટું ગાબડું પડ્યું

Lok Sabha Election 2024: 2014માં પોતાના દમ પર 284 સીટો મેળવી અને 2019માં 303 સીટો જીતનાર ભાજપ 2024માં 240 પર સમેટાઈ ગયો. 2019ની સરખામણીમાં ભાજપને 2024માં 68.97 લાખ મત ભલે મળ્યા પરંતુ 63 સીટો ઘટી ગઈ.

Lok Sabha Election Result: UP-રાજસ્થાન જ નહીં....ગુજરાત સહિત આ 16 રાજ્યોમાં ભાજપને પડ્યો ફટકો, વોટ શેરમાં મસમોટું ગાબડું પડ્યું

લોકસભા ચૂંટણી 2024ના પરિણામોમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ભલે ઊભરી પરંતુ આમ છતાં ભાજપ બહુમતના જાદુઈ આંકડાને તો ન જ સ્પર્શી શક્યો. ભાજપને 240 બેઠકો મળી અને 32 સીટો ખૂટી. 2014માં પોતાના દમ પર 284 સીટો મેળવી અને 2019માં 303 સીટો જીતનાર ભાજપ 2024માં 240 પર સમેટાઈ ગયો. 2019ની સરખામણીમાં ભાજપને 2024માં 68.97 લાખ મત ભલે મળ્યા પરંતુ 63 સીટો ઘટી ગઈ. ગત વખતે ભાજપનો વોટ શેર 37.3 ટકા હતો જે 2024માં ગગડીને 36.6 પર આવી ગયો છે. એટલે કે વોટશેરમાં 0.7 ટકાનો ઘટાડો ભાજપના સીટ શેરમાં 11 ટકાનો ઘાટો કરી ગયો. 

આવું એટલા માટે થયું કારણ કે અનેક સીટો પર ભાજપના ઉમેદવારો ખુબ જ જંગી માર્જિનથી જીત્યા. અનેક સીટો પર ભાજપ ખુબ જ કાંટાની ટક્કાર પછી જીત્યું. પાર્ટી પાસે કુલ મતોના 36.6 ટકા છે પરંતુ લોકસભામાં 44.1 ટકા સીટો છે. ભાજપને સૌથી મોટું નુકસાન યુપીમાં ભોગવવું પડ્યું. 2019માં ભાજપે યુપીની 80 માથી 62 સીટો મેળવી હતી. 2024માં ભાજપને યુપીમાં ફક્ત 33 મળી. 2019ની સરખામણીમાં યુપીમાં ભાજપના મતોની ટકાવારીમાં 8.6 ટકાનું ગાબડું પડ્યું. 

ફક્ત યુપી જ નહીં ભાજપને હરિયાણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઝારખંડ સહિત કુલ 16 રાજ્યમાં 2019 કરતા ઓછા મત મળ્યા છે. 

એવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જ્યાં 2024માં ભાજપનો વોટ શેર ઘટ્યો

રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશો વોટશેર (ટકાવારીમાં)
   
જમ્મુ કાશ્મીર -22.3
હિમાચલ પ્રદેશ -13.3
હરિયાણા -12.1
અરુણાચલ પ્રદેશ -10
રાજસ્થાન -9.9
ઉત્તર પ્રદેશ 8.6
ઝારખંડ -7
કર્ણાટક -5.6
ઉત્તરાખંડ -4.9
બિહાર 3.6
ચંડીગઢ -3.4
દિલ્હી -2.5
પશ્ચિમ બંગાળ -1.9
મહારાષ્ટ્ર -1.6
ગુજરાત -1.2
ગોવા -1.1
   
   

fallback

લોકસભા ચૂંટણી પરિણામ: તમામ પાર્ટીઓનો વોટશેર (સોર્સ- ચૂંટણી પંચ વેબસાઈટ)

NDA એ નરેન્દ્ર મોદીને ચૂંટ્યા

સત્તાધારી એનડીએ ગઠબંધને બુધવારે સર્વસંમતિથી નરેન્દ્ર મોદીને ફરીથી પોતાના નેતા તરીકે ચૂંટી કાઢ્યા છે. આ સાથે જ સરકાર બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. NDA એ લોકસભા ચૂંટણીમાં 292 બેઠકો જીતી છે જે 543 સભ્યોવાળી સંસદના બહુમતના જાદુઈ આંકડા 272થી વધુ છે. આથી મોદી સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી પદના શપથ લેશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news