તમારા ખાતામાં પૈસા ન હોય તો પણ તમે પેમેન્ટ કરી શકો, મોદી સરકારની આ યોજના બખ્ખાં કરાવશે

તમારા ખાતામાં પૈસા ન હોય તો પણ તમે પેમેન્ટ કરી શકો.. નવાઈ લાગી ને? પણ હવે આ શક્ય છે.. કેવી રીતે.. એ માટે આખો આર્ટિકલ વાંચો... 21મી સદીના આ આધુનિક યુગમાં ડિજિટલ સેવાનો વ્યાપ દરરોજ વધી રહ્યો છે. મોટા ભાગની સેવાઓ આંગળીના ટેરવે ઘરબેઠા મળતી થઇ છે. ત્યારે હવે આ ડિજિટલ સેવાઓને વધુ સુરક્ષિત અને સુગમ બનાવવા મોદી સરકારે એક નવી પહેલની શરૂઆત કરી

તમારા ખાતામાં પૈસા ન હોય તો પણ તમે પેમેન્ટ કરી શકો, મોદી સરકારની આ યોજના બખ્ખાં કરાવશે

તમારા ખાતામાં પૈસા ન હોય તો પણ તમે પેમેન્ટ કરી શકો.. નવાઈ લાગી ને? પણ હવે આ શક્ય છે.. કેવી રીતે.. એ માટે આખો આર્ટિકલ વાંચો... 21મી સદીના આ આધુનિક યુગમાં ડિજિટલ સેવાનો વ્યાપ દરરોજ વધી રહ્યો છે. મોટા ભાગની સેવાઓ આંગળીના ટેરવે ઘરબેઠા મળતી થઇ છે. ત્યારે હવે આ ડિજિટલ સેવાઓને વધુ સુરક્ષિત અને સુગમ બનાવવા મોદી સરકારે એક નવી પહેલની શરૂઆત કરી. પીએમ મોદીએ લોન્ચ કર્યું છે ઇ-રૂપિ લોન્ચ કર્યું છે, જે એક ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન કહેવાય છે.
     
ટેક્નોલોજી વિશે એવું કહેવાતું કે ટેક્નોલોજી એ તો માત્ર અમીરોની ચીજ છે, પણ હવે આજે દેશના વિચાર અલગ અને નવા છે. આજે આપણે ટેક્નોલોજીને ગરીબોની મદદ અને તેમની પ્રગતિના રૂપમાં જોઈ રહ્યાં છે.ત્યારે ચાલો જાણીએ કે નવી ટેક્નોલોજી ઈ-રૂપી શું છે ?  તે કેવી રીતે કામ કરશે , તેનો ઉપયોગ ક્યાં થઈ શકે ? અને તમને કેટલો થશે ફાયદો? ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાના ઉદેશ્યથી PM નરેન્દ્ર મોદીએ  ઈ-વાઉચર બેઝ્ડ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન e-RUPI લોન્ચ કર્યું છે. તો તમને થતું હશે ને કે આ આખરે આ ઈ-રૂપી છે શું..?

ઈ-રૂપી છે શું..

ઈ-રૂપી એક પ્રીપેડ વાઉચર છે, જેને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NPCIએ વિકસિત કર્યું છે. જેના દ્વારા કેશલેસ અને કોન્ટેક્ટલેસ પેમેન્ટ થશે.એટલે કે તમારા ખાતામાં પૈસા ન હોય તો પણ તમે  પેમેન્ટ  કરી શકો. સરકારી યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવામાં e-RUPI મદદરુપ બનશે. ...

હવે તમને જણાવું તમારા કામની વાત  

e-RUPIથી થશે આ ફાયદા

1. આ એક કેશલેસ એટલે પૈસા વગર અને કોન્ટેક્ટલેસ એટલે કોઈ પણ એપ વગરની આ રીત છે.

2. આ સેવા આપનાર અને લેનારને સીધી રીતે જોડે છે.

3. આ સેવાથી સરકારી યોજનાઓનો લાભ સીધો જ લાભાર્થીઓને મળશે. અને ભ્રષ્ટાચાર ઘટશે.

4. આ એક QR કોડ કે SMS સ્ટ્રિંગ-બેઝ્ડ ઈ-વાઉચર છે, જેને ડાયરેક્ટ લાભાર્થીઓના મોબાઈલ પર મોકલવામાં આવે છે.

5. આ વન ટાઈમ પેમેન્ટ સર્વિસમાં, યુઝર્સ કાર્ડ વગર, ડિજિટલ પેમેન્ટ એપ કે પછી ઈન્ટરનેટ બેન્કિંગ વગર પણ વાઉચરને રિડીમ કરી શકશે.

6.e-RUPIદ્વારા  લાભાર્થીઓ અને સર્વિસ પ્રોવાઈડર ડાયરેક્ટ  જોડાયેલા રહેશે.

7. એમાં એ પણ ખાતરી કરાશે કે લેવડદેવડ પૂરી થયા પછી જ સર્વિસ પ્રોવાઈડરને પેમેન્ટ કરવામાં આવે.

8. e-RUPI પ્રીપેડ હોવાને કારણે એ કોઈપણ મધ્યસ્થીને સામેલ કર્યા વગર ચોક્કસ સમયે પેમેન્ટ કરે છે.

9. આ ડિજિટલ વાઉચરનો ઉપયોગ પ્રાઈવેટ સેક્ટરમાં પોતાના એમ્પ્લોયના વેલ્ફેર અને કોર્પોરેટ  કાર્યક્રમો માટે પણ કરી શકાય છે.

e-RUPIને લોન્ચ કરવાનો હેતુ ઓનલાઈન પેમેન્ટને વધારે સરળ અને સુરક્ષિત કરવાનો છે.લાભાર્થીઓને મળનારા ફાયદા કોઈ પણ લીકેજ વિના તેમના સુધી પહોંચશે. વચેટિયા અને મધ્યસ્થી રહેશે નહીં.  તો છે ને આ ટેકનોલોજી ફાયદાકારક.... સરળ પેમેન્ટનો સરળ ઉપાય e-RUPI છે.

જુઓ લાઈવ ટીવી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news