Whatsapp બંધ થઈ જશે? ભારતમાંથી બોરિયા બિસ્તરા બાંધવાની આપી ધમકી

વોટ્સએપ (Whatsapp) એ દિલ્હી હાઇકોર્ટમાં એક મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે જો તે પોતાના મેસેજની સુરક્ષા (એન્ક્રિપ્શન) ખતમ કરી દે તો ભારતમાં વોટ્સએપએ સંપૂર્ણ બંધ થઇ શકે છે. 

Whatsapp બંધ થઈ જશે? ભારતમાંથી બોરિયા બિસ્તરા બાંધવાની આપી ધમકી

IT Rules: વોટ્સએપ (Whatsapp) નું કહેવું છે કે જો તેમને પોતાના મેસેજને ઇન્ક્રિપ્શનને ખતમ કરવાનું ફરમાન આપવામાં આવે છે, તો વોટ્સએપ (Whatsapp) સંપૂર્ણપણે બંધ થઇ શકે છે. દિલ્હી હાઇકોર્ટમાં વકીલ તેજસ કારિયાએ જજોને જણાવ્યું કે 'એક પ્લેટફોર્મ તરીકે, જો એમ કહેવામાં આવે છે કે મેસેજનું ઇન્ક્રિપ્શન ખતમ કરો તો પછી વોટ્સએપ (Whatsapp) નું કામ જ ખતમ થઇ જશે. 

વોટ્સએપ (Whatsapp) અને તેની મૂળ કંપની Meta ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલા વર્ષ 2021 ની સૂચના ટેક્નોલોજી (ઇન્ટરમીડિયરી ગાઇડલાઇન્સ અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) નિયમોને હાઇ કોર્ટમાં પકાર આપી રહી છે. આ નવા નિયમો સોશિયલ મીડિયા કંપનીઓ માટે કોઈપણ કોર્ટના આદેશ પર ચેટને ટ્રેસ કરવા અને સંદેશ મોકલનારની ઓળખ કરવા માટે જરૂરી બનાવે છે. વોટ્સએપ (Whatsapp) નું કહેવું છે કે આમ કરી ન શકાય કારણ કે તેમના મેસેજ એન્ક્રિપ્ટેડ હોય છે, એટલે કે મોકલનાર અને રિસીવ કરનાર જ વાંચી શકે છે. 

શું છે મામલો 
આ કાયદો સોશિયલ મીડિયા કંપનીઓને આ જરૂરી બને છે તે પોતાના પ્લેટફોર્મ પર કોઇપણ મેસેજને મોકલનારની ઓળખ બતાવી શકે. સરકારે વર્ષ 2021 માં સૂચના ટેક્નોલોજી નિયમ બનાવ્યો હતો. આ નિયમ ટ્વિટર, ફેસબુક, ઇંસ્ટાગ્રામ અને વોટ્સએપ (Whatsapp) જેવી મોટી સોશિયલ મીડિયા કંપનીઓ પર લાગૂ થાય છે. 

વોટ્સએપને કેમ છે નિયમોની વિરૂદ્ધ? 
વોટ્સએપ (Whatsapp) નું કહેવું છે કે સરકારના આ નિય્માનું પાલન કરી શકાય નહી કારણ કે તેને કરવા માટે પોતાના મેસેજને ઇન્ક્રિપ્શનને ખત કરવું પડશે. ઇન્ક્રિપ્શન એક ખાસ ટેક્નોલોજી છે જ્કેના લીધે ફક્ત તે લોકો જ મેસેજ વાંચી શકે છે જેમને તે મોકલવામાં આવ્યો છે અને જેણે મોકલ્યો છે. જો વોટ્સએપ (Whatsapp) આમ કરે છે કે તો યૂઝર્સની પ્રાઇવેસી ખતરામાં પડી જશે. વર્ષ 2021 માં દાખલ કરવામાં આવેલી પોતાની ચિઠ્ઠીમાં વોટ્સએપ (Whatsapp)એ કહ્યું કે સરકારના આ નિયમ યૂઝર્સની પ્રાઇવેસી માટે ખતરો છે કારણ કે તેનાથી મેસેજીસના ઇન્ક્રિપ્શનને ખતરો છે. 

વોટ્સએપ કંપનીએ હાઈકોર્ટમાં માંગ કરી છે કે સરકાર દ્વારા બનાવવામાં આવેલા નિયમોની કલમ 4(2)ને ગેરબંધારણીય જાહેર કરવામાં આવે. તેમનું કહેવું છે કે આ નિયમો ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ વિરુદ્ધ છે અને ગેરકાયદેસર છે. ઉપરાંત તેઓ ઇચ્છતા નથી કે જો તેઓ આ કલમનું પાલન કરવામાં અસમર્થ હોય તો તેમના પર કોઈ દંડ લાદવામાં આવે. આ કલમ કંપનીને એ જરૂરી બનાવે છે કે તો એ જાણી શકાય કે કોઇપણ મેસેજને સૌથી પહેલાં કોણે શરૂ કર્યો હતો. વોટ્સએપનું કહેવું છે કે કોઈપણ મેસેજના મૂળને શોધવાની આ સિસ્ટમ ગેરબંધારણીય છે અને તે યુઝર્સના ગોપનીયતાના અધિકારને છીનવી લે છે.

ભારત સરકારે શું કહ્યું?
સરકારનું કહેવું છે કે ડુપ્લીકેટ સમાચાર અને નફરત ફેલાવનાર વસ્તુઓને રોકવા માટે એ જરૂરી છે કે આ મેસેજની શરૂઆત કોણે કરી. ખાસકરીને કોઇપણ મુશ્કેલ પરિસ્થિતિના સમયે ખૂબ જરૂરી થઇ જાય છે. સરકારનું માનવું છે કે સોશિયલ મીડિયા કંપનીઓની જવાબદારી છે તે પોતાના પ્લેટફોર્મ પર સુરક્ષિત વાતાવરણ બનાવી રાખે. કેન્દ્ર સરકારે કહ્યું કે કાનૂન તેમને એ અધિકાર આપે છે કે તે સોશિયલ મીડિયા કંપનીઓ પાસે આશા કરી શકે છે કે તે પોતે જ પોતાના યૂઝર્સ માટે સુરક્ષિત અઓનલાઇન જગ્યા બનાવે અને ગેરકાયદેસર વસ્તુઓને ફેલાતી અટકાવે. જો કંપનીઓ આ જાતે કરી શકતી નથી, તો તેઓ કાયદાની મદદથી આવી વસ્તુઓને રોકી શકે છે.

સરકારનું કહેવું છે કે સૂચના ટેક્નોલોજી કાયદાની કલમ 87 તેમને આ અધિકાર આપે છે કે તે સોશિયલ માટે નવા નિયમો બનાવી શકે. તે નવા નિયમોમાં કલમ 4(2) છે, જે મોટી સોશિયલ કંપનીઓને આ જરૂરી બનાવે છે કે તે કોઇપણ ખોટા સમાચાર અથવા કોઇ એવા મેસેજને ફેલાવનારની ઓળખ કરી શકે, જે દેશની સુરક્ષા, લોકોના પરસ્પરના સંબંધ અથવા સ્ત્રીઓ અને બાળકો માટે ખતરો છે. સરકારનું માનવું છે કે તેનાથી ડુપ્લીકેટ સમાચાર અને ખોટી વસ્તુઓ ફેલાતી રોકી શકે છે. 

સરકાર એ પણ કહે છે કે જો કોઇ સોશિયલ મીડિયા કંપની ઇન્ક્રિપ્શન ખતમ કર્યા વિના શોધી શકતી નથી કે કોઇ મેસેજની શરૂઆત કોણે કરી છે, તો પછી તે કંપનીની જવાબદારી બને છે કે એવી કોઇ ટેક્નોલોજી બનાવે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news